SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ जैन युग श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र વર્ષ જૂનું ૨૦, નવું ૨ ક વીરાત સં. ર૪૮૬, વિકમાર્ક ૨૦૧૫ તા. ૨૧ એપ્રિલ ૧૯૫૯ ૫ અંક ૬ सुअदेवया भगवई, नाणावरणीअ-कम्म-संधाय । तेसिं खवेउ सययं, जेसिं सुअ-सायरे भत्ती ॥ (प्रतिक्रमणसूत्र) कुंदिंदुगोक्खीरतुसारवण्णा __ सरोजहत्था कमले निसण्णा । वाएसिरी पुत्थयवग्गहत्था ___ सुहाय सा अम्ह सया पसत्था । (૧૨ - 'સ્તુતિ) શ્રત સાગરમાં જેમની ભક્તિ છે તેમનાં જ્ઞાનાવરણીય કર્મના સમૂહનો ભગવતી મૃતદેવતા સતત ક્ષય કરો! કુન્દપુષ્પ, ચંદ્ર, દૂધ અને તુષાર જેવા વર્ણવાળી, સરોજયુક્ત હાથવાળી, કમલાસના, જેનો (બીજો) હાથ પુસ્તકથી રોકાયેલો છે એવી પ્રશસ્ત વાગીશ્વરી અમને સદા સુખદા થાઓ ! UR વિશ્વ વ સ લ ભ ગ વા ન ભગવાન મહાવીરે આત્મસાધનાનું અતિઆકરું મંથન કર્યું અને એમાંથી પોતાને માટે અને સમસ્ત વિશ્વને માટે નિત્તિ જે સવમૂT૬ ના–વિશ્વવાત્સલ્યનાસંદેશાનું નવનીત નિપજાવ્યું અને એ નવનીતની પ્રાપ્તિ માટે અહિંસા, સંયમ અને તપનો ધોરી ધર્મમાર્ગ ઉબોધ્યો. પણ વિશ્વના માનવીઓને અને બીજા જીવોને પણ આ ધર્મમાર્ગનું ઉબોધન કરતાં પહેલાં ભગવાને એ માર્ગનો પૂરો પ્રવાસ કરી લીધો હતો; અને એ દુર્ગમ માર્ગમાં આવતાં અનેક અસહ્ય કષ્ટોને હર્ષ અને વિષાદથી પર બનીને પૂર્ણ સમભાવપૂર્વક સહન કર્યાં હતાં. એટલે એ માર્ગ એમના જાતઅનુભવથી પરિપૂત બનેલો હતો. આત્મસાધના કરવા માટે ભગવાને બાર-સાડાબાર વર્ષ લગી કેવું ઉગ્ર તપ કર્યું, સાંભળતાં પણ રોમાંચ થઈ આવે એવાં કેવાં કેવાં કષ્ટો સહન કર્યો, ભલભલાને પણ વિચલિત બનાવી દે એવા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોના મહાઝંઝાવાતની વચ્ચે પણ ભગવાન મેરુની જેમ કેવા નિપ્રકંપ રહ્યા, વાસનાઓ અને કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરીને આત્માના કુંદનને સર્વથા મળમુક્ત કરવા માટે એમણે કેવી કેવી આકરી પ્રક્રિયાઓ આદરી અને મનના ચાંચલ્યને જીતવા માટે કેવાં ઉત્કટ ધ્યાન કર્યું એની કથા બહુ લાંબી છે, ભારે રોમાંચકારી છે અને પ્રેરણા આપે એવી પણ છે. ભગવાન મહાવીરની આ ઉગ્ર સાધનાની વિશિષ્ટતા
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy