________________
ભવાભિનંદી અનધિકારી
ડૉ. ભગવાનદાસ મન:સુખભાઈ મહેતા, એમ. ખી., ખી. એસ.
( મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ ચૈતન્યવન્દનસૂત્ર પર ‘લલિતવિસ્તરા ’ નામક અપૂર્વ વૃત્તિ રચી છે; તેના પર આ લેખકે સુવિસ્તૃત વિવેચનરૂપ ટીકા થોડાં વર્ષ પૂર્વે લખેલ છે તે હવે પછી પ્રગટ થનાર ગ્રંથમાંથી—)
ભવાભિનંદી અનધિકારીઓને અનાદત કરી, અધિકારીઓને અધિકૃત કરી, પ્રસ્તુત વિષય કહીએ છીએ, એમ ઉપસંહાર કરે છે—
भवाभिनन्दिनां स्वानुभवसिद्धमप्यसिध्धमेतद्, अचिन्त्य - मोहसामर्थ्यादिति, न खल्वेतानधिकृत्य विदुषा शास्त्रसद्भावः પ્રતિવાનીયો, ડ્રોવમાવાિિત । પુત્ત ચ—
"अप्रशान्तमतौ शास्त्रसद्भावप्रतिपादनम् । दोपायाभिनवोदीर्णे शमनीयमिव ज्वरे ||" *
इति कृतं विस्तरेण । अधिकारिण एवाधिकृत्य पुरोदितान् अपक्षपातत एव निरस्येतरान् प्रस्तुतमभिधीयत इति ॥
અર્થ : ભવાભિનંદીઓને આ સ્વાનુભવસિદ્ધ છતાં અસિદ્ધ છે,—અચિન્ય મોહસામર્થ્યને લીધે. એટલા માટે ખરેખર ! એઓને અધિકૃત કરી (આશ્રી) વિદ્વાને શાસ્ત્રસદ્ભાવ પ્રતિપાદન કરવા યોગ્ય નથી,—દોષભાવને લીધે. કહ્યુ છે કે—
અપ્રશાંત મતિયંત પ્રત્યે શાસ્ત્રના સદ્ભાવનું પ્રતિપાદન દોષાયૈ હોય છે,—અભિનવ ઉદીર્ણ જવરમાં શમન કરનારા ઔષધની જેમ,
એટલે વિસ્તરથી સર્યું ! પૂર્વોક્ત અધિકારીઓને જ અધિકૃત કરી, અપક્ષપાતથી જ ઇતરોને (બીજાઓને) નિરસ્ત કરી, પ્રસ્તુત કહેવામાં આવે છે.
વિવેચન
*
મૂળ મારગ સાંભળો જિનનો રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ...મૂળ મારગ. નોય પૂજાદિની જે કામના રે,
નોય ન્હાલું અંતર ભવદુઃખ...મૂળ મારગ’ --પદ્મતત્ત્વદા શ્રીમદ્ રાજચંદ્રજી
* શ્રી હરિભદ્રસૂરિષ્કૃત લોકતત્ત્તનિર્ણય, શ્લો. ૭
૨૯
આ જે સિંહનાદથી મૃગયૂથસંત્રાસ આદિ વસ્તુ કહી, તે ‘ભાભિનંદીઓને સ્વાનુભવસિદ્ધ ' છે, છતાં મહદ્ આશ્ચર્ય છે કે અચિત્ત્વ મોહસામર્થ્યને લીધે અસિદ્ધ છે !'——સિદ્ધમંતવ્ મવિન્યમોસામર્થાત્, અર્થાત્ ભવને અભિનંદનારા આ ભવાભિનંદી જીવો મોહમાં એટલા બધા ડૂબેલા છે, કે તેઓ તે તે અનર્થપરંપરા સ્વાનુભવથી જાણતાં છતાં જાણે ન જાણતા હોય એમ ભાભિનંદીપણું ત્યજતા નથી અને મોક્ષમાર્ગ પરત્વે મૃગ જેવું હીનસત્ત્વ કાયરપણું ભજે છે! એ ખરેખર! મહામોહનું જ વિલસિત છે !
સંસાર જેને મીડો લાગે છે એવા સંસારથી રાચનારા આ ભવાભિનંદીનું લક્ષણ શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં આ કહ્યું છે- ક્ષુદ્ર લાભતિ, દીન, મત્સરવંત, ભયવાળો, શ, અજ્ઞાની એવો ભવાભિનદી નિષ્ફળ આરંભથી સંયુક્ત એવો હોય છે.’ અર્થાત્ તે ક્ષુદ્ર એટલે કૃપણું, પામર, તુચ્છ હોય છે, કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયોને તે બહુમાનનારો હોઈ તેના આદર્શો તે વિચારણાઓ પણ તુચ્છ, પામર, કંજુસ જેવા અનુદાર ને છીંછરા હોય છે. તે લાભરતિ——લોભીલાલચુ હોય છે, અને આવો લોભી-લાલચુ હોવાથી તે યાંચાશીલ, યાચના કરવાના સ્વભાવવાળો, માગણુ વૃત્તિવાળો વિષયનો ભિખારી હોય છે. તે દીન—સદાય અકલ્યાણુદર્શી હંમેશા ભૂંડું જ દેખનારો (Pessimistic) નિરાશાવાદી જ હોય છે. તે મસરવંત—અદેખો હોય છે, એટલે તે પરની ગુણસંપત્તિ પ્રત્યે દ્વેષવાળો, પુણ્યદ્વેષી, ગુણુદ્વેષી હોય છે; પારકાનું ભલું દેખી કે પારકાનો ગુણ દેખી, તેને મનમાં બળતરા થાય છે, આગ ઊઠે છે. તે ભયવાન હોય છે, સદા ભયાકુલ-ભયથી ફફડતો રહ્યા કરે છે. તે શહ—માયાવી, કપટી, દાંભિક હોય છે. તે અજ્ઞ—અજ્ઞાની, મૂર્ખ, સારાસારના ભાન વિનાનો હોય છે.
t
क्षुद्रो लाभरतिदिनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः ॥ "
શ્રી યોગદષ્ટિસમુચ્ચય, ૭૬