________________
જૈન યુગ
માર્ચ ૧૯૫૯
વિગત આપી છે. હીરવિ. સૂરી ૧૫૮૨ પછી અકબરને મળ્યા ત્યારે ફરમાન કઢાવેલાં. એમાં ઝઝીયાનો ઉલ્લેખ છે એ સાચું છે, પણ આ બનાવ તો બહુ મોડો બન્યો. અને અકબરની ઉમર ૨૨ વર્ષની હતી (જન્મ ઈ. સ. ૧૫૪૨) માફી આપેલી તે તેણે આ૫ સુઝથી આપેલી. અબુફઝલ વગેરેનો મેળાપ તેને ઈ. સ. ૧૫૮૬ પછી થયો હતો. હીરસૂરિએ કઢાવેલા ફરમાનમાં ઝઝીયાની
માફી તાજી કરાવી–એ સાચું, વિશેષ નહિ.......... સમકાલીન લેખકો બદાયુની, નિજામુદ્દીન બક્ષી વગેરેએ એ જ લખાણ કર્યું છે. વિશેષ આપણે લાયબ્રેરીમાં મળીએ, ત્યારે સંદર્ભ-સાહિત્ય આપને બતાવીશ” (આ માટે તત્કાલીન મૂળ સાહિત્ય તે ભાષા લિપિ વિષય જાણનાર પ્રામાણિક સુજ્ઞદ્વારા ફરી તપાસી જવાની આવશ્યકતા છે—લા. ભ.).
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધ
શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી સ્વ. ડાહ્યાભાઈ બાલાભાઈ કોરાના સ્મારક ફંડની યોજનાનુસાર “પ્રભાવિક પુરુષો' (તીર્થકર અને કેવળી સિવાય) ઉપર નિબંધો આવકારવામાં આવે છે. નિબંધ મોકલનારે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છેઃ (૧) નિબંધ ગુજરાતી, હિંદી અથવા અંગ્રેજી ભાષામાં કુલસ્કેપ સાઈઝના કાગળ પર ૨૫૦ થી ૩૦૦ લીટી સુધીમાં સ્પષ્ટ અક્ષરે લખાયેલા હોવા જોઈએ. (૨) તે માટે “પ્રભાવક ચરિત્ર” (આત્માનંદ સભા), શ્રી હેમચંદ્રસુરિત “પરિશિષ્ટ પર્વ, “શ્રી ભરફેસર બાહુબલી' (ભાષાંતર), શ્રી મોહનલાલ ચોકસીકૃત “પ્રભાવિક પુરુષો” ભાગ-૪ મુખ્યત્વે આધારભૂત લેખાશે. (૩) નિબંધ તા. ૧૫, મે, ૧૯૫૯ સુધીમાં રજીસ્ટ પોસ્ટથી મોકલી આપવા. (૪) નિબંધો બોર્ડની વ્યવસ્થાપક સમિતિએ નીમેલ સમિતિ દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા ગણાશે. (૫) પ્રાપ્ત થયેલા સર્વ નિબંધના માલિકી વગેરેના હકક શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન
ના રહેશે અને યોગ્ય જણાશે તો જ છપાશે. (૬) શ્રેષ્ઠ નિબંધ લખનારને સમિતિના નિર્ણયાનુસાર અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ રૂા. ૧૫૦) દોઢસો રૂપિયા સુધીનાં ઇનામો (નિબંધ ઈનામને યોગ્ય હશે તો જ) વહેંચવામાં આવશે. (૭) નિબંધ લખનારે પોતાનું પૂરું નામ, ઠેકાણું, ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ પર લખવા. નિબંધો–માનદ્ મંત્રી, શ્રી જૈન વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ–૨ ના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવા વિજ્ઞપ્તિ છે.