________________
જેન યુગ
માર્ચ ૧૯૫૯
(૧૦) સદ્દગત ઈતિહાસ-પ્રેમી મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીએ ગુજરાતી, સંસ્કૃત, હિંદી, ઉર્દુ, અંગ્રેજી જેન, જેનતર ૯૬ ગ્રંથોના આધારે રચેલ “સૂરીશ્વર અને સમ્રાટ' નામના ગુજરાતી ગ્રંથમાં, તથા તેના હિંદી અનુવાદિમાં પણ આ
જયાવેરા સંબંધમાં સૂચનો કર્યો છે. યુ. વિ. ગ્રંથમાળા, ભાવનગર તરફથી સં. ૧૯૭૯માં પ્રકાશિત થયેલી તેની બીજી આવૃત્તિમાં પૃ. ૧૪માં જણાવ્યું
અમે જે જીયાપરા નું નામ ઉપર લઈ ગયા છીએ, તે જીયારો સાધારણું કર ન્હોતો. કેટલાક વિદ્વાનોનો મત છે કે આ કર ભારતીય પ્રજા ઉપર ઈ. સ. ના આઠમા સૈકામાં મુસલમાન કાસિમે દાખલ કર્યો હતો. તેણે પ્રથમ તો આર્ય પ્રજાને ઈસલામ ધર્મ સ્વીકારવા માટે ફર્જ પાડી હતી. આર્યપ્રજાએ તે વખતે અખૂટ ધનસંપત્તિ આપીને પણ પોતાના ધર્મની રક્ષા કરી હતી. આ ધર્મના બચાવ માટે અર્પણ કરાતી રકમને “જીજયાવેરો' કહેવામાં આવતો, તે પછી ધીરે ધીરે ત્યાં સુધી ઠરાવવામાં આવ્યું હતું કે – આર્ય લોકો ખાતાંપીતાં જે કંઈ મિલકત બચાવે, તે બધી મિલકત “જીજયાવેરા” રૂપે ખજાનામાં આપી દેવી.”
ફિરસ્તાના શબ્દોમાં કહીએ તો “મૃ.યુ-તુલ્ય દંડ આપવી-એ જ જીજીઆવેરાનો મુખ્ય ઉદ્દેશ હતો ” આવો દંડ આપીને પણ આર્યપ્રજાએ પોતાના ધર્મની રક્ષા કરી હતી. આવો તદ્દન અસહ્ય જીજીયા વેરી થોડો વખત ચાલીને બંધ થઈ જવા પામ્યો હતો; એમ પણ નહોતું. ખલીફ ઉમરે આ જીયારાને ત્રણ વિભાગોમાં મુકરર કર્યો હતો. મનુષ્યદીઠ વાર્ષિક ૪૮, ૨૪ અને ૧૨ દરહામ (“દરહામ” એ તે વખતના નાણું વિશેષનું નામ છે.) અને ઈ. સ. ના ચૌદમા અને પંદરમા સૈકામાં પણ ફિરોજશાહ તુગલકે ધનવાન ગણતા ગૃહસ્થોના ઘરમાં જેટલાં ઉમર લાયક મનુષ્યો હોય, તે દરેક મનુષ્ય દીઠ વાર્ષિક ૪૦, સામાન્ય સંપત્તિવાળા ગૃહસ્થ પાસેથી મનુષ્ય દીઠ ૨૦, અને દરિદ્રી પાસેથી મનુષ્ય દીઠ ૧૦ ટાંક “ જીજીયા વેરા' રૂપે લેવાનું ઠરાવ્યું હતું. ત્યાંથી આગળ વધીને તપાસીએ તો આપણાં પ્રસ્તુત કાળમાં એટલે સોળમા સૈકામાં પણ આ જીયા વેર હયાત હતો.”
ઉપર્યુક્ત પુસ્તકમાં પૃ. ૫૬માં જણાવ્યું છે કે “આ છયા વેરાની ઉત્પત્તિ ભારતવર્ષમાં ક્યારથી
થઈ હતી; તેનો ચોક્કસ સમય જે કે નિર્ધારિત નથી કરી શકતા, તો પણ તેની ટૂંકી માહિતી આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ ગયા છીએ. પ્રસિદ્ધ ઇતિહાસકાર વિસેન્ટ સ્મિથને પ્રમાણે ફીરોજશાહે નાખેલો કર અકબરના વખત સુધી ચાલુ રહ્યો હતો.” તે પુસ્તકના પૃ. ૧૪૫માં–
શાંતિચંદ્રજીએ ઉપર્યુક્ત જીવદયાનાં ફરમાનો મેળવવા ઉપરાન્ત “ જીજયાવેરો ' બંધ કર્યાનું પણ ફરમાન મેળવ્યું હતું.' પૃ. ૧૬૩માં હીર વિ. ના કાર્યોમાં તથા “ ગુજરાતમાંથી “જીજયાવેરો' દૂર કરાવ્યો” એ જ પુસ્તકમાં ચર્ચાસ્પદ ફકરો પૃ. ૫૬માં છે કે –
તેની (અકબરની) આ દયાળવૃત્તિને પરિણામે જ તેણે રાજયની લગામ હાથમાં લીધા પછી આઠમે વર્ષે
યાત્રા વેરાના નામે લેવાતો કર પોતાના રાજ્યમાંથી દૂર કર્યો હતો. અને નવમે વર્ષે આ વેરો પણ કાઢી નાખ્યો હતો. (ઈ. સ. ૧૫૬૨) આ બન્ને કરોથી પ્રજાને ઘણું જ કષ્ટ ઉઠાવવું પડતું હતું.”
મારા ધારવા પ્રમાણે આ છેલ્લા ફકરાથી પ્રેરાઈને પ્રો. કે. હિં. કામદારે આ લેખ–પ્રારંભમાં દર્શાવેલ કથન કર્યું જણાય છે; પરંતુ મળી આવતાં અને ઉપર જણાવેલાં તે જ સમયનાં પ્રમાણ વાંચતાં વિચારતાં સ્પષ્ટ જણાય છે કે આચાર્ય શ્રીહીરવિજયસૂરિ અને અને તેમના વિદ્વાન શિષ્યોના સમાગમ થયા પછી, તેમની સદુપદેશભરી પ્રેરણાથી અકબરે યાત્રા-વેરા અને જીજીઆર બંધ કર્યા હતા. એથી છેલ્લા ફકરામાં જણાવેલ વર્ષ, સન વાસ્તવિક લાગતું નથી. વિક્રમસંવત ૧૬૩૯ અર્થાત ઈસવીસન ૧૫૮૩ અથવા તે પછીનું વિ. સંવત ૧૬૪૫=ઈસ્વીસન ૧૫૮૮ લગભગનું એ વર્ષ હોવું જોઈએ. ફારસી પરથી અંગ્રેજી અને તેના ભાષાંતરકારોએ કંઈક સમજ ફેરથી જૈનોને બદલે બૌદ્ધો અને હિંદુઓને જણાવ્યા છે, તેમ આમાં પણ હીઝરીસાલ તથા સન સંવત લખવા સમજવામાં ગેરસમજ થઈ લાગે છે. પાતશાહ અકબરની દયાળવૃત્તિ સંવત ૧૬૩૯માં આચાર્ય શ્રીહીરવિજયસૂરિ જેવા પરમ દયાળુ સન્તોના સમાગમ પછી ખીલી જણાય છે, તેના પરિણામે ઉપર જણાવેલાં જનહિતનાં, પ્રાણિ–હિતનાં સત્કાર્યો થયાં હતાં એમ માનવું ઉચિત લાગે છે.
સૂરીશ્વર અને સમ્રાટ' પુસ્તકના પૃ. ૩૮૮-૩૮૯ માં પરિશિષ્ટ ઘમાં સને ઈલાહી ૫૫ના ફરમાન નં. ૪નો