SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ માર્ચ ૧૯૫૯ વિજયના શિષ્ય કુંવરવિજય કવિએ તે સમયની ગૂજરાતી ભાષામાં શ્રીહીરવિજયસૂરિસલોકો નામની ૮૧ કડીની સક્ષિપ્ત કૃતિ રચેલી છે, તેમાં સૂરિજીના સદુપદેશથી પાતશાહ અકબરે જે સત્કાર્યો કર્યા, તેની યાદીમાં પણ જીજીઆ-કરમુક્ત કર્યાની નોંધ છે. જાનું રહિમ મેરા મહિલા આયા, જબ મિ તેરે દીદાર પાયા; પેસકસી તબ પુસ્તક કેરી, અકબર કીધી તાંમ ઘણેરી. ભી કછુ માંગો ભણે નરિદ, ચીંતીને જંપે હીરસૂરિંદ, સરોવર ડાબર નામે ઉદાર, રોજ ઘાલે જિહાં જાલ હજાર. તિહાં ન ઘાલે જલન કોઈ હજરતિ હમકું ભાંગ્યા દ્યો સોઈ અકબરિ દીધી તિહાં કરી છાપ, તિહાં કિણ ટાયો પાપનો વ્યાપ રાખે ચોમાસોં ગુરુ ગુણખાણી, દિન પ્રતિ નિસુણિ હીરજીની વાણી; ગુરૂ પ્રતિબોધે અકબર ભૂપ, જીવ-દયાનો કહી સરૂપ. બાન મેલાવા કરી ઉપગાર, જીવ છોડાવ્યા લાખ હજાર; ગાય ન મારિં કોઈ દેસ-મઝારિ, વરતાવી મહિના છની અમારિ, સબલ ઘણુ કર જીજી આ-નામ, તે પિણ મુંકાવ્યો તિહાં તિણ કામ; શેત્રુંજે તીરથ ગિરનારે જેહ, અવિચલ મુગતા કરાયાં તેહ. જીવ જલાવી ચડીઆ ઘણેરી, જીભ કઢાવી ચિકલા કેરી; સેર સવા જે તોલ બત્રીસ, અકબર ખાતો જે નિસ-દીસ. તે પિણ ટાલ્યો દે ઉપદિસ, અકબર શ્રાવક કીધાં વિશેસિં; જગમાંહે હીરજી ! તે જસ લીધો, અકબર “જગ-ગુરૂ' બિરૂદ જ દીધો. ” –જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય-સંચય પૃ. ૨૦૧, કડી ૬૭ થી ૭૪. પ્ર. જૈન આત્માનંદ સભા, ભાવનગર. એ જ સમયમાં એ જ પ્રમાણે સૂરિજીના શિષ્ય વાચક કલ્યાણવિજયના શિષ્ય * કવિ જયવિજયવિજયજીએ વિજયસેનસૂરિના આધિપત્યમાં “શ્રીહીરવિજયસૂરિ– પુણ્યખાણિ” એ નામની ૨૩ કડીની સજઝાય રચેલ છે, તેમાં પણ આવો ઉલ્લેખ મળે છે “વચન સુણી ગુરૂ હીરનાં, તૂઉ નર-નાહ; બિરૂદ જગતગુરુ થાપીઉં, મનિં ધરી ઉછાહ. જીવ અમારિ ખમાસની એ, હમ્બર સર ગુરૂ દીધ, ગાય-બલદ-વધ ટાલીયા, મહિલી મહિષ પ્રસિદ્ધ. મૂકાવ્યા કર જીયા, બહુ બંધ છોડાવ્યા; શત્રુંજય મુગત કરી, કુરમાન અણાવ્યાં. હીર-સમાન સૂરીસ એ, દુઓ નિ હોસઈ કોઈ ” હીરવિજ્યસૂરિ પુણ્યખાણિ સજઝાય કડી ૧૨, ૧૩ જેન એ. ગૂ. કાવ્ય-સંચય, પૃ. ૨૦૮ જૈ. આ. સભાથી પ્ર. એ જ પ્રમાણે તેમના સમકાલીન કવિરાજ હવાણંદના શિષ્ય પં. * વિવેકહ “શ્રીહીરવિજયસૂરિ–નિર્વાણ સ્વાધ્યાય નામના ૨૨ કડીના કાવ્યમાં સં. ૧૬૫૬માં લિ. પ્રતિમાં પણ આવો ઉલ્લેખ મળે છે– “જિણિ જિનધર્મ જગાવિઉ, ગો-વધ નિત્યઇ વારિ, વરસ પ્રતિ ખટમાસની, વરનાવી જીવ-અમારિ રે. -જગગુરૂ ગાઈઈ. માન્યઉ અકબરશાહિરે. જિણિ છોડાવ્યો ઓ જીજિઉં, મુકાયું જગ દાંણ, બંદી લાખ મેહલાવીઆ, ઈમ કીધાં જગત્ર આશાન રે. જગ” -- શ્રીહીરવિજયસૂરિ નિર્વાણ, કડી ૫, ૬ જેન એ. ગૂ. કાવ્ય-સંચય પૃ. ૨૦૩ જૈ. આ. સભા, ભાવનગર પ્ર સુપ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે ખંભાતમાં સં. ૧૬૮૫ માં રચેલા શ્રીહીરવિજયસૂરિરાસમાં તેમનાં સત્કાર્યોમાં જજીઆ કર મૂકાવ્યાનો પણ ઉલ્લેખ છે– “હીરવિજયસૂરિનો કહું રાસ, ભણતાં ગણતાં પચે આશ; સુણતાં હોએ જયજયકાર, હરમુનિ મોટો ગણધાર. જિણે પ્રતિબોધ્યો અકબર મીર, ગળી પિયે તે મોગલનીર; અમારી-પહહ વજડાવ્યો જિણે દંડ દાણ મુકાવાં તિ. જજીઓ ધૂમો પુંછી જેહ, ઉંબર વરાડ મુકાવ્યો તેહ; શત્રુંજગિર સો મુગતો કરે, શત્રુજ ગિરનારે સંચરે.” -ઢાળ ૧લી, કડી ૧-૩ “હીર કહે તુહ ભલા સુજાણ, છોડ પુછી જજીઆ-દાણ; અકર અન્યાય તીરથ મ્યુકે, તે કિમ હોઈ પાતશા થયું કહે પાતશા છોડ્યા સબ, કચ્છ ભી માંગો જગગુરૂ! અબ્દ; હીર કહેબોહોત તુમ દીઆ, કોઈનકરે તે તમહિં કીઆ.” –સં. ૧૯૭૨માં દે. લા. પુ. ફં. પ્ર. આનંદકાવ્ય મહોદધિ મૌ. મું, પૃ. ૩, ૧૩૮. * “હીરજીનો ચેલો વલીના વખાણો, નામે વિજયચંદ્ર પંડિત જાણો; નયવિજય પંડિત જગીસ, તસ સીસ કુંઅરવિજય કવીસ. ૮૦” -હીરવિજયસૂરિ-સલોકો કે “સિરિકલ્યાણવિજય વાચક–પતિ, દીઠઈ મન મોહઈ. તાસ સીસ જયવિજય ભણઈ એ, પુર મનહ જગીસ; સિરિવિજયસેન સૂરીસર, પ્રતાપ કોડિ વરીસ ૨૩” t “ઈએ શ્રીવીર-શાસન જગન્ન ભાસન શ્રીહીરવિજય સુરીસર, જસ શાહિ અકબર-દત્ત છાજઈ બિરૂદ સુદર “ જગપુરો '; જસ પટ્ટ પ્રગટ પ્રતાપી ઉગ્ય શ્રી વિજયસેન દિવાકરો, કવિરાજ હરષાણંદ પંડિત વિવેકહર્ષ સુહકરો. ૨૨”
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy