SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ માર્ચ ૧૯૫૯ (ગૂજરાત)માં આવી પાતશાહે આપેલ એ ફરમાન. વૃત્તાન્ત સૂરીન્દ્ર આગળ નિવેદિત કર્યો હતો. શ્રીહીરવિજયસૂરિનો સં. ૧૬પરમાં સ્વર્ગવાસ થયા પછી તેમના શિષ્ય પં. વિજયચંદ્રના શિષ્ય ૫. નય શ્લોક ૨૭૩ થી ર૭૫માં ગુરુજીના વચનથી પાતશાહ અકબરે હિંદુ અને છભૂમિમાં પોતાના અધીન આર્ય અને અનાર્ય સર્વ દેશોમાં પ્રત્યેક વર્ષમાં છ મહિના અને છ દિવસ સુધી અમારિ (અહિંસા) પ્રવર્તાવી હતીતેની વિગત આપેલી છે (લે. રમાં જણાવ્યા પ્રમાણે). શ્લો૦ ૨૭૬માં જે જયાકર-વિમુક્તિ સંબંધમાં જણાવ્યું છે કે આ જે જીયા નામનો કર (દંડ) ગૂજરાત વગેરે દેશોમાં પ્રસિદ્ધ હતો, આ કર વડે જનપદ (ગૂર્જર-મંડલ) ઉગ-કલેશ પામ્યો હતો. જેમ ક્ષયરોગ ધીમે ધીમે શરીરને ક્ષીણ (દુર્બલ) કરતાં દેહનો ત્યાગ કરાવે છે, એથી દેશ અને લોક ઉદ્વેગ પામે છે. તેમ આ જેyયાકર પણ લોકોને પોતાની અને દેશની ક્ષીણતાદરિદ્રતા કરાવનાર હોઈ તથા દ્રવ્યના અભાવથી, દેવાની અશક્તિથી જલદીથી પોતાના પુરને-નિવાસનગરને પણ તુજાવનાર થઈ ભયકર નીવડ્યો હતો. જેમ તીર્થકરની દેશના વડે શ્રેયના અભિલાષી વડે સંસાર તજાય છે, તેમ આવા આ જે થાકરને સૂરિ (હીરગુરુ)ના વચનથી મહીશક્ર-પતશાહ અકબરે વિમુક્ત કર્યો હતો સર્વ દેશોમાં નિવાર્યો હતો, * “નિ:તિર્મમર્મધિય વારૈવ વાવર્તિ, मुक्त्वा तत्र च भानुचन्द्रविबुधाधीशं गुरूणां गिरा। श्रीमदृवाचक शान्तिचंद्रगणिने याख्यायि साहेः पुरः, शिष्टिः स्याद् यदि वः प्रयामि तदहं नन्तुं गुरूनुत्सुकः॥ प्रहलादेन ततो गुरून् प्रति निजात् पार्थात् स जेजीयका मारीणां फुरमानढोकनकरः सन्देशवाचो वहन् । श्रीमत्सूरिसितांशुशासनकृपाकोशानिशश्रावण च्छेकः प्रैपि नृपेण वाचकवरः शान्त्यादिचन्द्राभिधः ॥ येनोवेगमवापितो जनपदः स्वक्षीणताकारिणा, तूर्ण त्याजयता निज पुरमपि प्राणिव्रजान् यक्ष्मवत् । शम्भार्देशनया भवस्तनुमतेवाशंसुना श्रेयसे, जेजीयाख्यकरो व्यमोचि च महीशक्रेण सूरेगिरा ॥ भूभृकूकुद एष जेजियकर-व्यामुक्त्यलंकारितां, योऽमारिं स्वकुमारिकामिव मुदा पूर्व प्रदाय प्रभोः । निःशुल्कां पृथिवीं पुनर्जिनमतं निर्माय नित्योत्सवं, श्रीमसिद्धधराधरं प्रददिवास्तद् यौतके युक्तकृत् ।।" "जेजीयकाख्यो गौर्जरकरविशेषस्तन्मोचनयुक्तामारीणां फुरमानं स्वनाममुद्राऽङ्कितलेखः स एव ઢીને પ્રખ્યતં.” " सूरहीरगुरोगिरा वाङ्मात्रेण स गूर्जरादिजनपदप्रसिद्धो जेजीया इत्याख्या यस्य तादृङ्नामा करो दण्ड एव महीशન મૂકીન સાન્નિા -જોવ નિવારિતઃ 1... येन जेजीयाभिधकरेण जनपदो गूर्जरमण्डलमुवेगं क्लेशमवापितो नीतः । किंभूतेन ? स्वस्य देशस्यात्मनः क्षीणताया दारिद्यस्य कारिणा करणशीलेन । पुनः किं कुर्वता ? प्राणिवजान् जननिकरान् निजमपि पुरं स्वकीयमपि निवासनगरं तूर्ण द्रविणाभावाद् दातुमशक्ततया शीघ्रं त्याजयता મોવતા !” "जेजीयाख्यो यः करो जन-दण्डस्तस्य या व्यामुक्तिનન” ત્યાં ગ્લો ૨૭૭થી ૨૭૯માં જણાવ્યું છે કે પં. ભાનુચંદ્રજી અત્યન્ત હિમની શીત-પીડા સહીને પણ કાશ્મીરના માર્ગમાં ભૂષણરૂપ દયોજન (૪૦ કોશ પ્રમાણ) જયનલિંકા નામના સરોવરમાં, વહાણમાં નૌકા વિહારમાં વિહરતા પાતશાહ અકબરને હીરસૂરિજી ગુરુજીના સંદેશ વચનથી પ્રેરાઈને મળ્યા હતા અને શત્રુંજયગિરિની યાત્રા કરવા ઇચ્છતા લોકોને તે સમયે જે કર આપવો પડતો હતો, તેને મૂળથી જ મુક્ત કરાવવા તેમણે વિજ્ઞપ્તિ કરી હતી. કવિએ શ્લોક ૨૮૦માં જણાવ્યું છે કે યુક્ત કરનાર આ શ્રેષ્ઠ પાતશાહે, જેણે પહેલાં કુમારિકા જેવી અમારી (અહિંસા-જીવદયા)નું પોતાની જેજિયા નામના કર-મોચનથી અલંકૃત કરેલી પ્રભુ (હીરવિજયસૂરિ)ને હર્ષથી પ્રદાન કર્યું હતું તેણે પૃથ્વીને શુલ્ક (દાણ-જકાત)થી રહિત કરીને, જિન-મતને નિત્ય ઉત્સવવાળો કરીને તેના દાયજામાં-પહેરામણીમાં શ્રીસિદ્ધગિરિ (શત્રુંજય પર્વત)ને કરરહિત કરી અર્પણ કર્યો હતો. * હીરસૌભાગ્ય મહાકાવ્ય સર્ગ ૧૪, શ્લો. ર૭૦, ૨૦૧, ૨૭, ૨૮૦. હીરસૌભાગ્ય–વૃત્તિ સર્ગ ૧૪, સ્લો ૨૭૧, ૨૭૬, ૨૮૦
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy