________________
જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી
અને
જે જીયા” કર-મુક્તિ પં. લાલચંદ્ર ભગવાન ગાંધી
[૩]
(૫) ગુજરાતના મહાન સુપુત્ર પુણ્યશ્લોક આચાર્ય શ્રીહીરવિજયસૂરિજીનું સવિસ્તર ચરિત્ર જાણવા માટે સંસ્કૃત ભાષામાં ૧૭ સગેવાળું ઐતિહાસિક “હીર સૌભાગ્ય’ નામનું મહાકાવ્ય રચી યશસ્વી કાર્ય તેમના સમકાલીન મહાકવિ પં. દેવવિમલગણિએ બનાવ્યું છે. પ્રાચીન પ્રસિદ્ધ મહાકાવ્યો સાથે સ્પર્ધા કરતા એ સ્વોપા કાવ્યના ભાવને વિશેષ સ્પષ્ટ કરતી “સુખાવબોધા' નામની વિસ્તૃત દસહજાર શ્લોક–પ્રમાણવૃત્તિ સાથે રચીને કવિએ એને વિશિષ્ટ ઉપયોગી બનાવ્યું છે. કવિએ એ કાવ્યના પ્રત્યેક સર્ગના અંતિમ શ્લોકમાં પોતાનો પરિચય કરાવતાં પિતા શિવ સાધુ(શાહ) અને માતા સૌભાગ્યદેવીના પુત્ર તરીકે, તથા ગુરુ ૫. સીહવિમલગણિના શિષ્ય તરીકે પોતાને ઓળખાવેલ છે. કવિના ગુરુ સિંહવિમલ ઉપાધ્યાય વિમલહઈ સાથે પાતશાહ અકબરની પહેલાં મુલાકાત કરી આવ્યા હતા, અકબરનો સ્વભાવ, અભિપ્રાય અને બીજી જરૂરી હકીકત પ્રથમથી જાણી આવ્યા હતા, તથા ગુરુજી હીરવિજ્યસૂરિજીના આગમનના સમાચાર આપી આવ્યા હતા.
ઉપર્યુક્ત હીરસૌભાગ્ય મહાકાવ્યને આજથી ૫૮ વર્ષો પહેલાં ઈસ્વીસન ૧૯૦૦માં પોતાની કાવ્યમાલામાં નં. ૬૭ તરીકે પ્રકાશિત કરવાનું શ્રેય મુંબઈ-નિર્ણયસાગર પ્રેસના સંચાલકોને પ્રાપ્ત થયું. તેના સંપાદક વિદ્વાનોને એક જ પ્રતિને આધારે સંશોધન કરવું પડયું હોવાથી તથા જૈનસાહિત્ય, પ્રાકૃતભાષા, પ્રાચીન ગુજરાતી ભાષાનો વિશેષ પરિચય ન હોવાને કારણે વૃત્તિમાં આવેલાં તેવાં અવતરણોમાં ઘણી ખલનાઓઅશુદ્ધિઓ રહી ગયેલી કે થઈ ગયેલી જણાય છે. એથી પદ-છેદ અને પદયોજના કરવામાં ઘણે સ્થળે ખામીઓ જોવામાં આવે છે. એનું વિશુદ્ધ નવીન સંસ્કરણ પ્રકાશિત
થાય—એ છવાયોગ્ય છે. માત્ર જૈનોએ જ નહિ, સર્વ કોઈ જિજ્ઞાસુ-સંસ્કૃત અભ્યાસીઓએ પઠન-પાઠન કરવા યોગ્ય આ શ્રેષ્ઠ મહાકાવ્ય છે. કોઈ ઉત્સાહી અભ્યાસી ધારે તો એનો વિશિષ્ટ અભ્યાસ કરી એના પર મહાનિબંધ લખી પીએચ.ડી. જેવી ડીગ્રી મેળવી શકે-એવી વિવિધ વિશાલ સામગ્રી એમાં ભરેલી પડી છે. એની વૃત્તિમાં વ્યાકરણ, કોશકાવ્ય, સાહિત્ય આદિ વિવિધ પ્રમાણે, અવતરણ સ્થળે સ્થળે ટાંકેલાં છે એમ પ્રાસંગિક સૂચવી શકાય.
પ્રસ્તુતમાં સંબંધ ધરાવતું કથન, એ હીરસૌભાગ્યકાવ્યના ચૌદમા સર્ગમાં મળે છે. ત્યાં “હીરવિજયસૂરિ એ ગુજરાતમાંઅણહિલપુર પત્તન (પાટણ)ને અલંકૃત કર્યું”—એ વર્ણન કર્યા પછી કવિએ શ્લોક ૨૭૦માં છે કે “વાચકવર (ઉપાધ્યાય) શ્રી શાંતિચંદ્રગણિએ શાહ અકબર પાસેથી વિદાય માગતાં કહ્યું કે ગુજીની આજ્ઞાથી, સમસ્ત ઉચિતકર્મમાં કુશળ બુદ્ધિશાળી અને વચન વડે બહસ્પતિ જેવા ભાનુચંદ્ર નામના શ્રેષ્ઠ વિદ્વાનને અહીં ફતેપુરમાં (આપની પાસે) મૂકી ગુરુજી શ્રીહીરવિજયસુરિજીને નમન કરવા ઉત્સુક હું આપની આજ્ઞા હોય તો તે તરફ પ્રયાણ કરું–જાઉં.”
શ્લો૨૭૧માં હીરવિજયસૂરિ-ચંદ્રના આદેશથી કપાસકોશને નિરંતર સંભળાવવામાં ચતુર એ વાચકશ્રેષ્ઠ શાંતિચંદ્રને, પાતશાહ અકબરે એ પછી ઘણા હથી પોતાની પાસેથી ગુરુ શ્રીહીરવિજયસૂરિ પાસે મોકલ્યા હતા. પાતશાહે ગુરુજીને આપવાની પોતાના તરફની ભેટ તરીકે જેયક નામના ગૂજરાતના કરવિશેષને મુક્ત કરવાના અને અમારિ (અહિંસા જીવદયા) ના ફરમાન (પોતાની નામમુદ્રાથી અંકિત લેખ) સાથે તથા પોતાના સંદેશ સાથે તેમને મોકલ્યા હતા. ત્યાં શ્લો. ર૭૨માં સૂચવ્યું છે કે ઉપાધ્યાય શાંતિચંદ્ર પાટણ