SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૨૨ માર્ચ ૧૯૫૯ માતાને પુત્ર ઓળખતાં વાર ન લાગી : “મળ્યો, છેવટે મારો પુત્ર મને મળ્યો ! વત્સ અરણિક !” અને એની આંખો માતૃવાત્સલ્યનાં અમી વર્ષાવીને પ્રણમતા પુત્રનો અભિષેક કરી રહી. એનું ગાંડપણ ક્યાંક ચાલ્યું ગયું. એનું બહાવરાપણું પણ અદશ્ય થઈ ગયું! એ સંપૂર્ણ સ્વસ્થ બનીને પુત્રને નીરખી રહી, એનાં અંગોને પંપાળી રહી : માર અરણિક ! દેવનેય દુર્લભ એવું માતા-પુત્રનું એ મિલન જેમણે નિહાળ્યું એ ધન્ય બની ગયા. માતા અને પુત્ર જાણે મૌન વાણીમાં વાતો કરી રહ્યાં. એક તરફ સાધ્વી માતા હતી, બીજી તરફ ભાભર માનુની હતી! એક તરફ ધગધગતી ધરતી હતી, બીજી તરફ શીતલા અર્પતી હવેલી હતી! એક તરફ વેરાગી શ્રમણ જીવનનાં આકરાં તપ, ત્યાગ અને સંયમ હતાં, બીજી તરફ સસારનાં સર્વ સુખ, વૈભવ અને વિલાસો હતા ! અરણિક વિમાસી રહ્યો. કયે મારગ જવું? માતાને કે માનુનીને? પણ કહોર માર્ગ એને ચતો ન હતો. અજાણતાં જ એનાથી બાલી જવાયુંઃ હું કાયર છું રે, મારી માવડી! ચારિત્ર ખાંડાની ધારો” માડી! માડી! મને ક્ષમા કર ! ચારિત્રની ખાંડાની ધાર ઉપર ચાલવાનું મારું ગજું નથી! ભદ્રા તો સાંભળી જ રહી? મારો અરણિક આ શું કહી રહ્યો છે ? આવો કાયર બની ગયો ? પણ હવે વાણીનું કામ ન હતું. સાધ્વી ભદ્રાએ છેલ્લી નજર અરણિક ઉપર સ્થિર કરી. એ નજરમાં જાણે વિદ્યુતની વેધક શક્તિ ભરી હતી. એમાં શું શું ભર્યું હતું! એમાં અપાર વેદના ભરી હતી, અમાપ કરણ ભરી હતી અને અસીમ શિક્ષા ભરી હતી! એ દષ્ટિ અરણિકના અંતરને સ્પર્શી ગઈ અને એ માતાની ચરણરજ માથે ચડાવીને એની સાથે ચાલી નીકળ્યો! એ દિવસે માતૃત્વનો અપૂર્વ વિજય થયો! શરમ અને પશ્ચાત્તાપનાં આંસુ સારતા અરણિકને આશ્વાસન આપતાં સાવી ભદ્રા બોલ્યાં : “વત્સ ! આત્માને અજવાળવાનો મારગ તારાથી તજાય ખરો ? તારા પિતાને તો સંભાર! ક્યાં તારો ધર્મ અને જ્યાં તું?” “વ! તુજ ન ઘટે રે ચારિત્રથી ચુકવું, જેહથી શિવસુખ સાજી !” અરણિક શરમાઈ ગયો. એની વાણી જાણે સિવાઈ ગઈ. સુંવાળપને માર્ગે ચાલવા ટેવાઈ ગયેલું મન સંયમ- જીવનની કઠોરતાના વિચારથી વિહ્વળ બની ગયું. પણ માતાને શું જવાબ આપવો? S : છેક -: છે.' (ક : *
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy