SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ નવેમ્બર ૧૯૫૮ વળી, અત્યારના ઝડપી, દોડધામવાળા અને સમયની તંગીવાળા સમયમાં તે તે વિષયને લગતાં પુસ્તકો વસાવવાં અને વાંચવાં, એ મોટા ભાગની જનતાને માટે શક્ય હોય એમ નથી લાગતું. એટલે સામાન્ય જન. સમૂહના હાથમાં, જુદા જુદા વિષયોને લગતી સામગ્રી સરળ, સુંદર અને સુવ્યવસ્થિત રૂપમાં ટૂંકાણમાં રજૂ કરી શકે એવાં સામયિકો નિયમિત રીતે આવતાં રહે એ ખૂબ જ ઈચ્છવા યોગ્ય છે. જનતા તો આજે ગાગરમાં સાગરનાં દર્શન કરાવી શકે એવી જ સામગ્રી ઝંખી રહી છે. અને આ કામ સામયિકો સિવાય બીજું કોણ વિશેષ સફળતાપૂર્વક કરી શકે એમ છે ? આ જ વાત એક બીજી રીતે પણ વિચારવા જેવી લાગે છે. સામાન્ય જનસમૂહની રુચિ કોઈપણ વિષયને લગતાં પુસ્તકો વાંચવા તરફ એકાએક જાગે અને એમની જિજ્ઞાસા એમ ને એમ તીવ્ર બને, એ વાત પણ બનવા જોગ નથી. આ માટે તો એમની સમક્ષ જુદાજુદા વિષયોને સ્પર્શતી સામગ્રી સંક્ષિપ્ત રૂપમાં અને રોચક શૈલીમાં રજૂ થાય, એ જ ખરો ઉપાય છે. એટલે જે એકવાર સામયિકોની સંક્ષિપ્ત અને મુદ્દાસરની સામગ્રી દ્વારા એમની જિજ્ઞાસાને જાગ્રત કરવામાં આવે તો સંભવ છે કે આગળ જતાં એમની એ જિજ્ઞાસા ગ્રંથવાચન તરફ આગળ વધે; અને તેઓ રસપૂર્વક જુદાજુદા વિષયોનું ચિંતન-મનન કરવા પ્રેરાય. હોવાની સાથોસાથ એની પ્રતિષ્ઠા અને મહત્તાનાં પણ સૂચક બને છે.” અત્યારના સમયમાં સામયિકોની આટલી ઉપયોગિતા અને મહત્તા સ્વીકારાયેલી હોવા છતાં, આપણે ખેદપૂર્વક એ કટુ સત્યનો સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી કે અખૂટ સાધનસામગ્રી હોવા છતાંય આ ક્ષેત્રમાં આપણે ખરેખર દરિદ્ર છીએ; અને એ દરિદ્રતાને દૂર કરવા માટેનો સમર્થ પ્રયત્ન થવો હજુ બાકી છે. અને આ બાબતમાં વિશેષ ખેદ તો એટલા માટે થાય છે કે એક બાજુ જનતાના મનનું આકર્ષણ કરે, એની જિજ્ઞાસાને જાગ્રત કરે અને એના ચિત્તને આલાદ આનંદ આપે અને સાથેસાથે જૈન સંસ્કૃતિની ગરિમાનો ખ્યાલ આપી શકે એવી ધર્મ, તત્વજ્ઞાન, શિલ્પ, સ્થાપત્ય, કળા, ઈતિહાસ કે સાહિત્ય જેવા વિષયોને લગતી વિપુલ સામગ્રી આપણે ત્યાં ભરી પડી છે, ફક્ત એને સરળ અને રોચક શૈલીમાં જનતા સમક્ષ રજૂ કરવાની જરૂર છે. સાહિત્યના ક્ષેત્રે પિસો પણ આપણે પુષ્કળ ખરચીએ છીએ; છતાં આવી અનિવાર્ય જરૂરિયાતને ન્યાય આપવામાં થોડા ઉદાસીન છીએ. આ તો તે સાધને અને છતી શક્તિએ આપણે નિષ્ક્રિય બનીને બેઠા હોઈએ એવું લાગે છે! અમને લાગે છે કે જૈનસંઘે એની આ ઉદાસીનતા અને નિષ્ક્રિયતા વિના વિલંબે દૂર કરવી જોઈએ; અને વહેલામાં વહેલી તકે જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગોનો સમયે સમયે પરિચય કરાવી શકે એવાં સમૃદ્ધ બે–ત્રણ, અરે, છેવટે એકાદ પણ સામયિક પ્રગટ થાય એ માટે જરૂરી બધી સગવડ ઊભી કરવી જોઈએ. આશરે દોઢેક વર્ષ પહેલાં કોન્ફરન્સના મુખપત્ર તરીકે “ જૈન યુગના પુનઃ પ્રકાશનનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એની પાછળ કોન્ફરન્સના પ્રચારની સાથોસાથ મુખ્યત્વે આ દૃષ્ટિ જ રહેલી હતી. જૈન સંરકૃતિનો સર્વાગીણ ખ્યાલ આપી શકે એવું સમૃદ્ધ અને આધારભૂત માસિક પત્ર જે કૉન્ફરન્સ તરફથી પ્રગટ કરવામાં આવે તો તે કૉન્ફરન્સને માટે શોભારૂપ અને જૈન સંઘને માટે સર્વથા ઉચિત લેખી શકાય. છેલ્લા બાર મહિનાથી કૉન્ફરન્સ તરફથી પ્રગટ કરવામાં આવતા “જૈન યુગ”ના સંપાદનની પાછળ અમારી મુખ્યત્વે એ જ દૃષ્ટિ રહી છે કે “જૈન યુગ” ઉપરાંત ધર્મ, સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કળા, ઇતિહાસ કે સાહિત્ય જેવા વિષયોને લગતો કોઈપણ નવો મુદ્દો કોઈ વિદ્વાન કે વિચારકના ખ્યાલમાં આવે તો એટલામાત્રથી એને ગ્રંથસ્થ કરી લેવો બરાબર ન ગણાય; એને ગ્રંથસ્થ કરતાં પહેલાં એ મુદ્દા પ્રત્યે તે તે વિષયના જાણકાર વિદ્વાનોનું તેમજ એમાં રસવૃત્તિ ધરાવતા વિચારકોનું ધ્યાન જાય એ જરૂરી છે. અને આ કાર્ય કરવા માટે પણ પ્રતિહાસંપન્ન સામયિકો અનિવાર્ય થઈ પડે છે. આમ અનેક દૃષ્ટિએ વિચારતાં આજના યુગમાં કોઈપણ ધર્મ, સમાજ કે રાષ્ટ્રને માટે સામયિકો એ અનિવાર્ય અંગરૂપ બની ગયાં છે. લોકમાનસની કેળવણી માટે તેમ જ કોઈપણ વિચારના પ્રચારને માટે પણ સામયિકો એટલાં જ અગત્યનાં છે. એટલે એમ કહી શકાય કે સમૃદ્ધ સામયિકો એ તો કોઈ પણ ધર્મ, રાષ્ટ્ર કે સમાજની સાહિત્યરૂચિ અને સંસ્કારિતાનાં સૂચક
SR No.536282
Book TitleJain Yug 1958
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1958
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy