________________
જૈન યુગ
ડિસેમ્બર ૧૯૫૮
ગુરૂઘેલો ગતમ! પ્રભ ઉપર એ ગૌતમને એવો રાગ થયો છે કે તેનાથી પળભર વિખૂટો પડતો નથી. પ્રભુ વિચારે છે કે ખુદ ગૌતમના હાથે દીક્ષા જેઓએ લીધી છે તેઓ તુરત કેવળ જ્ઞાન પામે છે. અને આ ગૌતમ–મારો વડેરો ગણધર શા માટે નહિ ? એક જ કારણ, તે મારા પર હદ ઉપરાંતનો રાગી બન્યો છે. મારા પરના રાગથી આ ભવિ ગૌતમ કેવળજ્ઞાન નહિ પામે જરૂર–આ માટે કાંઈ ઉપાય યોજવો જોઈએ.”
પ્રભુનો નિર્વાણકાળ નજીક આવ્યો. “ઈન્દ્રભૂતિ ગૌતમ, પેલા દેશમાં બ્રાહ્મણને પ્રતિબોધવા જા.”
ગૌતમ પ્રતિબોધવા જાય છે ને આ બાજુ પ્રભુ દેશના આપી નિવણ પામે છે. બીજી બાજુ ગૌતમ બ્રાહ્મણને પ્રતિબોધી પાછા ફરે છે. દેવતા-વિમાનો રસ્તામાં આમતેમ જતાં જોઈને ગૌતમ વિચારે છે “શું પ્રભુ નિર્વાણ પામ્યા?”
આકુળ બનીને આવી જોયું તો પ્રભુ નિર્વાણ પામ્યા છે. કલ્પાંત કરે છે “કેટલા સ્વાર્થી ? પ્રભુ, તમે આ શું કર્યું? મોક્ષની આટલી બધી ઉતાવળ? મને છેવટે મળ્યા પણ નહિ ? અરે, હવે મારા પ્રશ્નોના ઉત્તર કોણ આપશે ? મારુ દુ:ખ કોણ દૂર કરશે?” મહાવીર, મહાવીર ઉચ્ચારતા ગૌતમ વિલાપ કરે છે. વિલાપ કરતાં થાકી ગયા.
અચાનક વિચાર આવ્યો. “આ શું? પ્રભુ ! એ તો વીતરાગ ! તેનો રાગ શું? પ્રભુને રાગ શેનો ? રાગ તો મને હતો, પ્રભુને નહિ.”
એકાએક ગૌતમનો પ્રભુ ઉપરનો રાગ ખસે છે. ભ્રાંતિ દૂર થાય છે અને ગૌતમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. દેવતાઓએ ઉત્સવ ઊજવ્યો. ગૌતમના અંતરમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણ કરાવનારા મિત્રો રફર્યા. બાર વરસ આ રીતે કેવળપણું ભોગવી મહાવીરઘેલા ગૌતમ અને મોક્ષે પહોંચ્યા, તેમનો રાગ સાચા ત્યાગના રૂપમાં ફેરવાઈ ગયો.
- બંસી
મધ્યમવર્ગના ઉત્થાનના માર્ગો”
જૈન યુગ ઈનામી નિબંધ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળ તરફથી “મધ્યમવર્ગના ઉત્થાનના માર્ગો ” એ વિષય ઉપર હિંદી, ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં નિબંધો આવકારવામાં આવે છે. તે અંગેની શરતો આ પ્રમાણે છે –(૧) નિબંધ કુલસ્કેપ સાઇઝના કાગળ ઉપર એક બાજુ ચાર હજાર શબ્દોમાં ચોખા અક્ષરે લખાયેલા હોવા જોઈએ. (૨) નિબંધો તા. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૫૦ સુધીમાં રજીસ્ટર્ડ પોસ્ટથી નીચેના સરનામે મોકલી આપવા. (૩) નિબંધો “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળ દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય છેવટનો લેખકને બંધનકર્તા ગણાશે. (૪) પ્રાપ્ત થયેલ નિબંધોની માલીકી વગેરેના સર્વ હક્ક શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના “જૈન યુગ” વ્યવસ્થાપક મંડળના રહેશે (૫) શ્રેષ્ઠ નિબંધ લખનારને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય રૂા. ૧૫૦), રૂ. ૧૦ અને રૂા. ૫૦ ઇનામો આપવામાં આવશે. (3) નિબંધ લખનારે પોતાનું પૂરું નામ, ઠેકાણું ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ ઉપર લખી મોકલવાં. નિબંધો નીચેના સરનામે મોકલવા:–
તંત્રીઓ, જૈન યુગ
C/o શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ ૨