________________
જૈન યુગ
ડિસેમ્બર ૧૯૫૮
સમકિતધારી સુલસા
પ્રભુ અંબાને કહે છે “અંબડ ! તમે રાજગૃહી નગરીમાં જાઓ છો, ત્યાં શ્રાવિકા સુલતાને મારા ધર્મલાભ પહોંચાડજે.”
“પ્રભુ! આજ્ઞા શીરે ધરું છું” અબડે કહ્યું.
અંબડ ચકિત થઈ રસ્તામાં વિચારે છે કે “સુલસા, આહ! તુલસા તે એવી કઈ સાધ્વી સ્ત્રી હશે કે જેને પ્રભુ પણ ધર્મલાભ પહોંચાડે છે?”
એ તાપસની આંખમાં કાંઈક કર્મશતા આવી વસી.
પણ જોઉં તો ખરો કે સુલસા પોતાના ધર્મમાં કેટલી અડગ છે?” એમ વિચારી રાજગૃહીમાં બ્રહ્માનું સ્વરૂપ વિકવ્યું.
નગરના નરનારીઓ એ ચોમુખી બ્રહ્માને વાંદવા ટોળાબંધ જાય છે. આખું ગામ જાય છે, સિવાય સુલતા! બાજીમાં—પહેલી બાજીમાં તાપસ હારે છે. હવે બીજો પ્રોપસીન-કૃષ્ણનો અવતાર લે છે! બીજે દિવસે પણ એજ સ્થિતિ! ત્રીજે દિવસે પણ કંઈ નવું જ રૂપ ધારે છે. છતાં હારે છે! જબરજસ્ત ગુલાંટ ખાય છે. નિરાશ થાય છે! આખર ચોથે દિવસે “અરિહંતનું સ્વરૂપ છું” એમ મનાવી પાસા ફેંકે છે. આખું ગામ ત્યાં જઈ ચડ્યું છે.
સલસા ઘેર બેઠી વિચારે છે કે “અત્યારે પ્રભુ એકજ અરિહંત છે.” પુરજનોમાં કોઈ બાકી નથી, સિવાય સુલતા!
બસ! પ્રભુએ જેને ધર્મલાભ કહેવડાવ્યા, તે આ જ સુલસા. પોતાના ધર્મમાં અડગ રહીને જ ધર્મ પાળનાર તે આ સુલતા-ચાલ જાઉં. એ સુલતાના દર્શન કરી હું પણ પાવન થાઉં.” તાપસ આખરે હારી બેઠો. બાદ સુલતાને ઘેર સ્વામીભાઈ તરીકે જતાં સુલતાએ તેનું સુંદર સ્વાગત કર્યું.
સુલતાદેવી ! પ્રભુએ આપને ધર્મલાભ કહેવડાવ્યા છે! મને માફ કરજો કે આ ધર્મલાભ હું આપને ચાર દિવસ મોડા પહોંચાડી શક્યો. આપનું ધર્મ પ્રત્યે કેટલું નિશ્ચળપણું છે તે જોવા-આપને ખબર હશે કે ત્રણ ત્રણ, ચાર દિવસથી હું ખેલ ખેલી રહ્યો હતો ! આખર હું હાર્યો, આપ જીત્યાં !
મારી પણ વંદના પ્રભુના ધર્મલાભ સાથે સ્વીકારો.” અબડે ઉમેર્યું.
દેવી ગૃહમાં જાય છે. “ઉભા રહો, ફરીવાર દર્શન દેતા જાવ.” તાપસ આનંદ પામતો જીવનની ધન્ય પળોને ભેટ્યો હોય તેમ પુનઃ દર્શન કરી ત્યાંથી હસતો હસતો પલાયન થયો!
- બંસી