________________
જૈન યુગ
અને નૈતિક સંસ્કારોનો રસથાળ આપણી નવી પ્રજાને નિરંતર પીરસાતો હોય એવી સંસ્થાઓ માટે પચાસ હજાર નહિં પરંતુ તેથી પણ વધારે ફંડ થાય તેમાં કોઈનોય વિરોધ વાજ્રખી રીતે ન હોય. પરંતુ વ્યાવહારિક શિક્ષણ તરફ જેટલો ઝોક અપાય છે, તેની પાછળ તન-મન અને ધનની જે શક્તિઓ ખર્ચાય છે તેનો શતાંશ પણ જેનાથી જીવનનું ઘડતર થાય એ ધાર્મિક કિંવા આધ્યાત્મિક શિક્ષણ માટે નથી અપાતો એ દુઃખની વાત છે.
આજના યુગમાં માતાપિતાઓને પોતાનું સંતાન યોગ્ય વયનું થયું તેને શિક્ષણ આપવા માટે અવશ્ય લક્ષ્ય હોય છે. પરંતુ સંતાનને સારા ઘરની કન્યા મળે, અમારો પુત્ર અમારી પેઢી ધમધોકાર ચલાવે અથવા ધંધા-વ્યાપારમાં ખૂબ કુશળતા મેળવી જગતમાં સારામાં સારી નામના મેળવે; પ્રાયઃ આ ધ્યેય સિવાય ભાગ્યેજ તેના આત્માના હિત માટેનું ધ્યેય હોય છે.આપણા આર્યાવર્તમાં પ્રાચીનકાળમાં શિક્ષણ આપવાની પ્રણાલિકા ઘણી સુંદર હતી. બાળક અભ્યાસ યોગ્ય બને એટલે એને ગુરુકુળ વાસમાં સમર્પણ કરવામાં આવતું. એ બાળકને એ પવિત્ર સ્થળે ભાષા જ્ઞાન-ગણિત-ઇતિહાસ વગેરે અનેક વિષયોનું શિક્ષણુ મળતું પરંતુ તે બધાય શિક્ષણની સાથે ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણની
પ્રધાનતા હતી.
- દરવર્ષે શ્રીપાલચરિત્ર બે વાર શ્રવણુકવાનો પ્રસંગ આવે છે. એ ચરિત્રમાં રાજા પ્રજાપાલની બન્ને પુત્રીઓસુરસુંદરી તથા મયણાસુંદરી વિદ્યાગુરુપાસે અધ્યયન કરીને રાજાની સભામાં આવતાં રાજા-પ્રજાપાલે, પરીક્ષા · પ્રસંગે ગણિતના ઇતિહાસ ભૂગોળના તેમ જ વ્યાકરણના પ્રશ્નો નથી પૂછ્યા. પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ “ પુત્તેěિ રુધ્મક્ ટ્ ’એ સમસ્યાનું પદ રજૂ કરેલ છે. અર્થાત્ ‘પુણ્યથી શું મળે’ એ પૂછ્યું. ભણતર તેનું નામ કહેવાય કે જેની પાછળ જીવનમાં ગણતર, ધડતર, રળતર, અને
વળતર પ્રાપ્ત થાય.
જૈન વે. એજ્યુકેશન બોર્ડની માફક, જૈન શિક્ષણસંઘ, શ્રી યશોવિજય જૈન પાઠશાલા, મ્હેસાણા, તત્ત્વજ્ઞાન વિદ્યાપી, પુના વગેરે અનેક સંસ્થાઓ ધાર્મિક શિક્ષણના ક્ષેત્રમાં આજે કામ કરી રહેલ છે. એ બધી સંસ્થાઓનું ઉદાર ભાવે એકીકરણ થાય ધોરણના વિભાગ સાથે એક સરખો પાઠ્યક્રમ વ્યવસ્થિત બને અને વિદ્યાર્થીઓ
૧૧
ડિસેમ્બર ૧૯૫૮
સંસ્થાના સંચાલકો ઉપરાંત હરકોઈ માતા-પિતા–પોતાના સંતાનનું આત્મિક હિત લક્ષ્યમાં રાખી ધાર્મિક અભ્યાસ માટે અભિરુચિ ધરાવે તો આજે જે પરિસ્થિતિ છે તેમાં ઘણી સુધારણા થાય. જે અવસરે ચોમેર જડવાદનો પવન જોર શોરથી ફૂંકાતો હોય એવા અવસરે આત્માના વિકાસમાં અનન્ય સહાયક ધાર્મિક–આધ્યાત્મિક શિક્ષણ માટે સહુ કોઈ એ પોતાની સમગ્ર શક્તિનો ભોગ આપવા તૈયાર રહેવું જોઈ એ.
ધાર્મિક શિક્ષણના વિષયમાં કોઈ કોઈ વાર · અર્થવિનાનું સૂત્ર જ્ઞાન એ નિરર્થક છે. પોપટિયું જ્ઞાન છે' એવા શબ્દ પ્રયોગ દ્વારા સૂત્રના અભ્યાસ માટે અનાદર ઉભો કરવામાં આવતો હોય તો તે વાત ઘણી જ અનુચિત છે. રચનાની અપેક્ષાએ પ્રથમ અર્થ અને પછી સૂત્ર, પરંતુ આપણા જેવાઓને અભ્યાસ માટે તો પ્રથમ સૂત્ર અને પછી અર્થ એજ ઉચિત માર્ગ છે. સૂત્રવિના અર્થની વાતો એ પાયા વિનાની ઈમારતો છે. સૂત્ર કંઠસ્થ હોવા સાથે અર્થજ્ઞાન આપવામાં આવશે તો તે ખોધમાં સ્થિરતા હશે. સૂત્રવિનાનું અર્ધજ્ઞાન સ્થિતારવાળું નહિ હોય. અમારા દાદા ગુરુ અમારી નાની વયમાં તે તે પ્રકરણ ગ્રન્થોની ગાથાઓ કંડસ્થ કરવાની અમોને ફરજ પાડતા, અને કંઠસ્થ કરેલી ગાથાઓનો અર્થ એ ઉપકારી ગુરુદેવો વિહાર દરમ્યાન ચાલતા ચાલતા અમને સમજાવતા એનો લાભ કેટલો અમારા જીવનમાં થયો છે તેનો અહીં શી રીતે વર્ણવ થાય ! સૂત્રની સાથે અર્થજ્ઞાન અવશ્ય હોવું જોઈ એ. સૂત્ર-અને અર્ધ એ ઉભયજ્ઞાન જેટલું આત્માના હિત માટે થઈ શકે તેટલું હિત એકલા સૂત્ર જ્ઞાનથી થવાનો સંભવ પ્રાયઃ ઓછો હોય એ વાતમાં કોઈનો વિરોધ ન હોય. પરંતુ અર્થ જ્ઞાનના ઓઠા નીચે સૂત્રના અભ્યાસ તરફ અનાદર થાય તે તો આત્મા મારે ભયંકર વસ્તુ ગણાય. અર્થ તરફનો સદ્ભાવ હોવા છતાં સંયોગવશાત્ અર્થનો ખ્યાલ હોય તો પણ . સૂત્રના અક્ષરો એ સર્વોત્તમ મંત્રાક્ષરો છે. કર્મઝેરનું નિવારણ કરવાની તે સૂત્રના અક્ષરોમાં અજબ શક્તિ રહેલી છે. શ્રદ્દાસંપન્ન આત્માઓ તેનો અનુભવ કરી શકે છે. એક વાત એ પણુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે સૂત્ર તેમજ અર્થજ્ઞાન પ્રાપ્ત કરવાની જેટલી જરૂર છે. તેનાંથી અધિક`તે સૂત્ર-અર્થના જ્ઞાનને અંતરમાં પરિણમાવવાની જરૂર છે અને તેમ થાય તોજ તે જ્ઞાન ખરાખર છે, નમો અરિહંતાળ એટલું પદ કંઠસ્થ થવા ખાદ્દ અંતરંગ