SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ડિસેમ્બર ૧૯૫૮ શત્રુઓનો નાશ કરનારને નમસ્કાર થાઓ, એ અર્થ જાણ્યા પછી, પોતાના અંતરંગ શત્રુઓનો ઘટાડો કરવા તરફ લક્ષ્ય સદાય જાગૃત રહે તો જ એ જ્ઞાન સફલ છે. સૂત્ર તેમજ તેના અર્થનો બોધ એ તો જ્ઞાનનું સ્થલ શરીર છે. પરંતુ તે પ્રમાણેનો જીવનનો ઉચ્ચવ્યવહાર એ જ્ઞાનનો પ્રાણ છે–આત્મા છે. દ્રોણાચાર્યે એક વાર પાંચેય પાંડવોને બોર્ષ મા કુર! ક્ષમાં રૂ!” આટલું પદ અભ્યાસ માટે આપ્યું. પાંચેય પાંડવો પૈકી ધર્મરાજા-યુધિષ્ઠિર સિવાય ચારેય પાંડવો થોડા થોડા સમયને આંતરે એ પદ તેમજ તેનો અર્થ તૈયાર કરી ગુરુજી પાસે બોલી ગયા, ધર્મરાજા તો બે કલાક ચાર કલાક થયા યાવત્ સાંજ પડવા આવી છતાં ઉભા ન થયા. ગુરુજીને ગુસ્સો આવ્યો અને ધર્મરાજાના ગાલ ઉપર જોરથી એક તમાચો લગાવી દીધો. મુખ ઉપર હર્ષ અને પ્રસન્નતાની રેખાઓ જેને પ્રગટ થઈ છે એવા ધર્મરાજાએ ગુરુના ચરણોમાં માથું ઢાળી દીધું અને બોલ્યા કે કૃપાળુ ગુરુદેવ-હવે પાઠ બરાબર તૈયાર થઈ ગયો. દૃષ્ટાન્તનો ભાવ તમો સહુ સમજી શક્યા છો– વધારે વિવેચનનો સમય પણ નથી. ટૂંકમાં એટલુંજ કે જન્મ-જરા, મરણ અને શોક-સંતાપ વગેરે દુઃખોનો જે નાશ કરનાર છે, જ્યાં એકાંત કલ્યાણ અને અનંત શાંતિ રહેલ છે એવા પરમધામને જે ખેંચી લાવનાર છે. દેવેન્દ્રો દાનવેન્દ્રો અને નરેન્દ્રોના વિશાળ સમુહે પણ જેનું ઘણું ઘણું અર્ચન પૂજન કરેલ છે એવા પવિત્ર સર્વોત્તમ ધર્મના સારભૂત-નિમળ ગ્રુતજ્ઞાનની આરાધનામાં જરાય પ્રમાદ ન કરશે. એ શ્રુતજ્ઞાનની આરાધના આપણું સહુકોઈને, અંતરાત્મામાં અનુપમ પ્રકાશ પ્રગટાવવા સાથે પરમશાંતિના ધામમાં પહોંચાડવા સમર્થ બનો! એજ આજના મંગલ પ્રસંગે શુભ ભાવના ! ચિત્ર પરિચય આ અંકમાં આપેલ ચિત્રમાં એક અજ્ઞાત કે અલ્પ- જ્ઞાત શિલ્પાકૃતિ છે. આ જાતનાં શિલ્પ પટ્ટકો આપણે ત્યાં જૂજ પ્રમાણમાં મળે છે, કારણ કે તેની આવશ્યકતા અમુક પ્રસંગ પૂરતી જ હતી. ઉપર આપેલી શિલ્પાકૃતિ ગુજરાત–પાટણને એક જૈન મંદિરમાંની છે. આરસપાષાણના આ શિ૯૫૫ટ્ટકમાં વર્તમાનકાળના ચોવીસે તીર્થકરોની ચોવીસ માતાઓની, કોતરીને ઉપસાવવામાં આવેલી ચોવીસ મૂર્તિઓ છે. પ્રત્યેક માતા પોતાના ઉસંગ-ખોળામાં ડાબા ઢીંચણ ઉપર પોતપોતાના તીર્થકરપુત્રોને લઈને બેઠેલાં છે. આપણે ત્યાં ધ્યાનમાર્ગની વ્યવસ્થિત સાધના અને પરંપરા ઘણા સમયથી ક્ષીણ થઈ હોવાથી પ્રસ્તુત શિલ્પ બનાવવાનો શો હેતુ હશે? તેનો ખ્યાલ એકાએક તો ભાગ્યે જ આવી શકે ! પરંતુ તેનો આછો ખ્યાલ ગાર વિવાર નામની એક જૈનકૃતિનો એક ટૂંકો ઉલ્લેખ આપી જાય છે. પ્રસ્તુતકૃતિમાં ધ્યાનમાર્ગના ચોવીસ ભેદો જણાવતાં પરમમાત્રા નામનો વશમો ભેદ-પ્રકાર બતાવ્યો છે, તેમાં “ કલીકરણ વલય દોરવાનું કહ્યું છે. ત્યાં તીર્થંકર “માતૃવલયું” બનાવવાનું કહ્યું છે, મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે. એક અપ્રસિદ્ધ જૈન શિલપાકૃતિ “વરસ્પરાવોવનવ્યપ્રવીમાનુન્યસ્તતીર્થરમાતૃવના” –જેમણે પોતાના બાળકોને ડાબા ઢીંચણ ઉપર બેસાડેલા છે અને પરસ્પર અવલોકન કરવામાં જેઓ વ્યગ્ર છે તેવો ચોવીસ તીર્થંકરની માતાઓને ચિંતન માટેનું વલય. સંસૂચન અને પ્રાર્થના ચિંતન-ધ્યાન, એ યોગમાર્ગના યમનિયમાદિ અષ્ટાંગો પિકીનું સાતમું અંગ છે. ધ્યાનમાર્ગના ઉપાસકોએ ધ્યાનમાર્ગના અવલંબનાર્થે આવા શિલ્પોને જન્મ આપ્યો હોય તેમ લાગે છે. આજે તો ધ્યાનમાર્ગની વિશિષ્ટ ઉપાસનાનો ભૂતકાલિક પ્રવાહ અતિમંદ પડી ગયો છે. કારણ કે જૈન શ્રી સંઘમાં યોગમાર્ગની પરંપરા જ અટકી ગઈ છે અને આ કારણે તો યોગમાર્ગના શાસ્ત્રોનું પઠન-પાઠન, ચિંતન પણ સાવ નબળું પડ્યું છે, પરિણામે યોગ સાધના પ્રાયઃ નામશેષ બની છે. જૈન શ્રીસંઘમાં યોગસિદ્ધિસાધકો પણ હોવાજ જોઈએ એ કામ નિર્દભત્યાગી, પરવેરાગી અને સાચા અધ્યાત્મી મુનિપુંગવો ધારે તો જરૂર કરી શકે, અને મૃતપ્રાય:દશા ભોગવતી આ અસુપયોગી ને અત્યાય શાખાને નવચેતન બક્ષીને મુક્તિ માર્ગની એક મજબૂત શાખાનું સંરક્ષણ કરી શકે ! – મુનિશ્રી યશોવિજયજી
SR No.536282
Book TitleJain Yug 1958
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1958
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy