________________
જૈન યુગ
ડિસેમ્બર ૧૯૫૮
અને સર્વ
પ્રકારનું નામ જાણપણે થાય છે. ફકના
અંશે અવશ્ય અન્ય રાષ્ટ્રી ફી
તલવાર નીચે
પ્રકારે થઇ છે. એ જ્ઞાન પ્રકાશ-વડે લોકઅલોકના સૈકાલિક ભાવોનું પ્રત્યક્ષ જાણપણું થાય છે. સંપૂર્ણ અને સર્વશુદ્ધ પ્રકાશનું નામ કેવળજ્ઞાન છે, જે આત્મા એ સ્થિતિએ નથી પહોંચ્યો પરંતુ હજુ જ્ઞાનાવરણ વગેરે કર્મોથી ઢંકાયેલો છે, તે આત્માને પણ હમણાં જણાવ્યું તે પ્રમાણે જ્ઞાનનો અનંતતમ અંશ સદાય ખુલ્લો છે.
જ્ઞાનનો એ અંશ પોતાના સ્વરૂપમાં નિર્મળ જ છે. ગંગાજળની નિર્મળતા જ્ઞાનના એ અંશની સ્વાભાવિક નિર્મળતા પાસે કાંઈ જ ગણતરીમાં નથી. અને જેટલા અંશે એ જ્ઞાન ખુલ્લું છે. તેટલા અંશે તે આત્માને જાણવામાં–માનવામાં અને વર્તનમાં અવિપર્યાસ એટલે કે યથાર્થપણું હોય છે. પરંતુ એક વાત ખાસ સમજવાની અને ધ્યાનમાં રાખવાની છે કે એ જ્ઞાનના અંશની સાથે કામ-ક્રોધ રાગ-દ્વેષ વગેરે મોહના અંશનું મિલન પણ અનંત કાળથી થયેલ હોવાથી, એ જ્ઞાન, સ્વરૂપે નિર્મળ હોવા છતાં મલિન બની ગયું છે. જ્ઞાનમાં વિકાર પ્રગટ થયો છે. અને એ કારણે તે તે પદાર્થના બોધમાં, માનવામાં અને આચરણમાં જે અવિપર્યાસ હોવો જોઈએ તેને બદલે વિપર્યાસ અનુભવાય છે.
વસ્તુતઃ સુખ અને શાંતિ આપણુ આત્મમંદિરમાં જ છે ધન-દોલત બાગ-બગીચાકે આલિશાન ઈમારતમાં નથી. એમ છતાં ધન દોલતમાં સુખ મનાયું છે. અને તેની પ્રાપ્તિ માટેનો જ જે પુરુષાર્થ ચાલી રહ્યો છે તે જ્ઞાનનો વિષય છે. એવા વિપર્યાસવાળા જ્ઞાનને જ્ઞાન નથી ગણવામાં આવતું કિંતુ અજ્ઞાન ગણવામાં આવે છે. કોઈ પણ શુદ્ધ સનાતન ધર્મમાં વધુ શાસ્ત્રાભ્યાસ અથવા વધુ ડીગ્રીઓની પ્રાપ્તિ એ જ્ઞાનનું સાચું માપક યંત્ર નથી કહ્યું. પરંતુ ઓછું કે વધુ જે જ્ઞાનથી, વાસ્તવિક રીતે અવિકારી ભાવે જીવન જીવતાં આવડે તેને જ સાચુ જ્ઞાન કહેલ છે. ઓછું કે વધુ જે જ્ઞાન આત્માના કામક્રોધ રાગ વગેરે વિકારોને પુષ્ટ કરે તે જ્ઞાન જ્ઞાન, નથી પણ કુજ્ઞાન-કુત્સિત જ્ઞાન છે-જે માટે મહર્ષિઓએ કહ્યું
હોય તો રાગ-દ્વેષ વગેરે ભાવ અંધકાર ક્યાંથી હોઈ શકે? એટલે કે ન જ હોઈ શકે.
આજના યુગમાં વિજ્ઞાને ખૂબ પ્રગતિ કર્યાનું કહેવાય છે. મારા બંધુઓને હું પૂછું છું કે એ વિજ્ઞાનની કહેવાતી પ્રગતિથી દેશને સાચી શાંતિ કેટલી પ્રાપ્ત થઈ છે? રશિયા અમેરિકા સામે અને અમેરિકા રશિયા સામે ડોળા કાઢી રહ્યું છે. જેની અસર અન્ય રાષ્ટ્રો ઉપર પણ ઓછા વધુ અંશે અવશ્ય થાય છે. સહુ ભજ્યની તલવાર નીચે જીવન જીવી રહ્યા છે. આજના વિજ્ઞાનનો આ નતી છે. આ વિજ્ઞાન ખરી રીતે વિશિષ્ટ જ્ઞાન નથી; પણ વિનાશક જ્ઞાન છે. આપણા વિદ્યાર્થીઓ વ્યાવહારિક શિક્ષણમાં બી. એ., એલએલ. બી, અથવા એમ. એ. સુધી વિદ્યાભ્યાસ કરે, તેનો કોઈ વિરોધ કરે તો તે અવાસ્તવિક છે. પરંતુ એટલું તો જરૂર ધ્યાનમાં લેવું જોઈએ કે એ વિદ્યાભ્યાસની પાછળ ધનપ્રાપ્તિ અને સન્માનસત્કારનું જ ધ્યેય સિદ્ધ થતું હોય તો તે વિદ્યાભ્યાસ બરાબર નથી. એ વિદ્યાભ્યાસની સાથે એવો વિદ્યાભ્યાસ પણ થવો જોઈએ કે જે વિદ્યાભ્યાસ આપણને જીવન જીવતાં શીખવે, જે વિદ્યાભ્યાસથી ઉમાદ દૂર થવા સાથે મળેલી તન-મન અને ધનની શકિતઓનો સદુપયોગ થાય અને વિદ્યાભ્યાસના ફળ સ્વરૂપે સ્વ-૫ર હિતકારક ત્યાગ વૈરાગ્ય તેમજ ક્ષમાસંતોષની દિવ્ય જ્યોતિનો પ્રકાશ પ્રગટે-“જ્ઞાનસ્થ વિરતિ, તેમજ ના વિદ્યા યા વિમુત્ત' ઈત્યાદિ આપ્ત કે મહર્ષિ વચનો આ પવિત્ર આશયથી જ ઉચ્ચારાયાં છે.
શ્રી જૈન વે. મૂ. કૉન્ફરન્સ હસ્તક લગભગ પચાસ વર્ષથી ધાર્મિક શિક્ષણના વિષયમાં કામ કરી રહેલ જૈનશ્વેતાંબર એજ્યુકેશન બોર્ડનું ધ્યેય પણ હમણાં જણાવ્યું તે પ્રમાણે આત્માના દિવ્ય પ્રકાશને પ્રગટ કરવા સાથે વ્યક્તિ-સંઘ-અને રાષ્ટ્રના સાચા અભ્યદય માટેનું છે. પરંતુ ખેદની વાત છે કે આવા અતિ ઉત્તમ પ્રસંગોમાં આપણી અભિરુચિ દિનપ્રતિદિન ઓસરતી જાય છે. અને આજના વિશિષ્ટ પ્રસંગે દષ્ટિગોચર થતી મર્યાદિત હાજરી એ તેનો પુરાવો છે. ટીકા કે ટકોર નથી કરતો પણ હમણાં થોડા સમય પહેલાં પાલીતાણા-શ્રી યશોવિજય ગુરુકુળને સહાય માટે સ્નેહસંમેલન જેવો પ્રસંગ ભારતીય વિદ્યાભવનમાં યોજાયો હતો. મનોરંજન કાર્યક્રમની ત્યાં વ્યવસ્થા હતી. અને હજાર ઉપરાંત પ્રેક્ષકોની હાજરી હોવા સાથે મારા જાણવા મુજબ આ એકજ પ્રસંગમાં લગભગ-પચાસ હજારનું ફંડ થયું હતું. જ્યાં ધાર્મિક
तज्ज्ञानमेव न मवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोस्ति शक्तिः दिनकर-किरणाग्रतः स्थातुम् ॥
અર્થાત જે જ્ઞાન પ્રાપ્ત થયા બાદ રાગાદિવિકારોનું જોર વધતું હોય તો તે જ્ઞાન જ નથી. સુર્યનાં કિરણ જો પ્રગટ હોય તો તેની સામે શું અંધકાર કી શકે ? અર્થાત્ આત્મામાં શુદ્ધ અવિકારી જ્ઞાનનું સાચું કિરણ જે પ્રગટ