________________
શ્રુત જ્ઞાનનો મહિમા
આચાર્ય શ્રી વિજયધર્મસૂરિશ્વરજી
* નમો સ્ત્ર છે जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुखलविसालसुहावहस्स । को देवदाणवनरिंदगणच्चियस्स,
धम्मस्स सारमुवलब्म करे पमाय? ॥ અનંત ઉપકારી શ્રીગણદેવ વિરચિત “પુકવરવી જેનું યથાર્થનામ “શુતda” છે અને જેમાં, શ્રુતજ્ઞાનનો મહિમા વર્ણવાયો છે તે સૂત્રની આ ત્રીજી ગાથા છે. શ્રતજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાન પૈકી વિશિષ્ટ જ્ઞાન છે. સ્વ-પરપ્રકાશક પણીની અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ શ્રતજ્ઞાનને ઋષિ-મુનિઓએ ઉચ્ચકોટિનું ગયું છે. અનંતકાલના અજ્ઞાન અંધકારનો વિનાશ કરવાની આ શ્રુતજ્ઞાનમાં શક્તિ છે. મુમુક્ષુ આત્માઓને અંતરંગ પ્રકાશ પ્રગટાવવા માટે સૂર્યસમું આ શ્રુતજ્ઞાન છે. અતિ ચપલ ઈન્દ્રિયો અને મનને અકુશમાં રાખવા સાથે સન્માર્ગમાં પુનિત પંથે પ્રયાણ કરાવનાર પણ આ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન એ ત્રીજુ દિવ્ય નેત્ર છે.
વિશ્વવર્તી કોઈપણુ જીવાત્મામાં અભ્યાધિકતયા-જ્ઞાનનો અવશ્ય સભાવ હોય છે. કોઈપણ જીવાત્મા એવો નહિં પ્રાપ્ત થાય કે જેનામાં વ્યક્ત કિંવા અવ્યક્તપણે જ્ઞાનનો અનંતમો અંશ વિદ્યમાન ન હોય! જ્ઞાન એ આત્માનું અવિનાભાવિ લક્ષણ છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જ્યાં આત્મા નથી ત્યાં જ્ઞાન નથી. જ્યાં જ્ઞાન નથી ત્યાં આત્મા નથી. સંસૂત્રમાં એ જ વાતનું સમર્થન કરતાં જણાવેલ
" सव्वजीवाणं पि य णं अक्खरस्स अणंतो भागो णिच्चुग्घाडिओ हवइ, जइ सोवि आवरिजा जीवो अजीवत्तणं पाविज्जा" –સર્વજીવોને અક્ષરનો (જ્ઞાનનો) અનંતમો ભાગ અવશ્ય ખુલ્લો હોય છે. જે એ અનંતમો અંશ...પણ દબાઈ જાય તો તો જીવ અજીવ થઈ જાય.
વાસ્તવિક રીતે તો વિશ્વનો કોઈપણ જીવાત્મા પરમાત્મ સ્વરૂપ છે. એના મૂળ સ્વભાવમાં અનંત જ્ઞાન અનંતદર્શન-અનંત ચારિત્ર અને અનંતવીર્ય આજે પણ વિદ્યમાન છે. પરંતુ જેમ જીવ અનાદિ છે તેવો તેની સાથે કર્મસંયોગ પણ અનાદિ છે. આ કર્મસંયોગના કારણે એ આત્માના અનંત જ્ઞાનાદિગુણો દબાઈ ગયા છે. એમ છતાં એ આત્માના અનંત જ્ઞાનનો યતકિંચિત અંશ તો સદાય અનાવૃત છે-ખુલ્લો છે. સૂર્ય ઉપર ગમે તેટલાં ઘનઘોર વાદળાં છવાઈ જાય છતાં દિવસના ભાગમાં રાત્રિ જેવો અંધકાર નથી જ થતો. સૂર્યની અમુક પ્રભા ખુલ્લી રહેવાના કારણો દિવસ અને રાત્રિનો ભેદ જેમ અવશ્ય
ખ્યાલમાં આવે છે, તેજ પ્રમાણે ગમે તેટલાં પ્રબળ કર્મોનું આવરણ આત્મા ઉપર વિદ્યમાન હોય છતાં અમુક અંશે ખુલ્લી રહેલી જ્ઞાન પ્રભાથી જીવ-અને અજીવનો ભેદ સદાય વ્યવસ્થિત બન્યો રહે છે. જીવ તે ત્રણેય કાળમાં જીવજ છે અજીવ તે ત્રણેય કાળમાં અજીવ જ છે.
જન્મ અને મરણ એટલે આત્માનું સર્જન અને આત્માનો સંહાર સમજવાનો નથી. વર્તમાન શરીરમાં રહેવાની મુદત પૂર્ણ થવા સાથે સંસારી આત્માને એ શરીરના વિયોગ થવો એનું નામ મરણ છે તેમજ એ સંસારી આત્માને અન્ય શરીર અને તેવાં સાધનાનો સંયોગ થવો તેનું નામ જન્મ છે. આત્મા સ્વયં જન્મતો પણ નથી અને મરતો પણ નથી. એ તો ત્રણેય કાળમાં અજર અમર છે.
કોઈ પણ આત્મા સર્વથા જ્ઞાનરહિત નથી હોતો એ નિશ્ચિત થયું. કર્મોના આવરણથી જે આત્મા સર્વથા રહિત હોય તે આત્માનો જ્ઞાન પ્રકાશ-સંપૂર્ણ અને સર્વ
[ જૈનતત્વજ્ઞાનના પરમાભ્યાસી, દ્રવ્યાનુયોગ નિષ્ણાત જાણીતા જૈનાચાર્ય પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે, કા. સુદિ. દિ. બારસ, તા. ૨૩-૧૧-૫૮ રોજ શ્રી જૈન . એજ્યુકેશન બોર્ડના વાર્ષિક પારિતોષિકોત્સવ પ્રસંગે રોચક, મનનીય અને હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું, વાંચકોને અતિ ઉપયોગી હોઈ તેની નોંધ અહીં રજૂ કરવામાં આવી છે. તંત્રીઓ, “જૈનયુગ.”].