________________
જેન યુગ
ડિસેમ્બર ૧૯૫૮
હમેશાં કંઈક ને કંઈક ચિંતા અને વિચારણા કરતા જ રહેવું પડે છે. પરિણામે, એને જાહેર સેવા કરવાની ભાવના હોવા છતાં, પરિસ્થિતિ એની ભાવનાને સફળ બનવા દેતી નથી. જેનો વેપાર કે ઉદ્યોગ જેટલો મોટો એટલા પ્રમાણમાં એની જળોજથી વધારે સમજવી.
એક બાજુ કાર્યકરોની આવી અછત અને એ અછતનાં કારણે કંઈક આવાં છે, ત્યારે બીજી બાજુ સમાજની સ્થિતિ આર્થિક અને બીજી મુશ્કેલીઓને કારણે એવી તો જટિલ અને ભીંસભરી છે કે સમાજની બધી જાહેર સંસ્થાઓએ અને ખાસ કરીને કૉન્ફરન્સ જેવી સમાજ સેવાને વરેલી મોટી સંસ્થાએ ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ ઝડપથી પોતાની કાર્યપ્રવૃત્તિને વિસ્તારવી જોઈએ ત્યારે સવાલ ઊભો થાય છે કે પરિસ્થિતિની આ વિષમતાને કેવી રીતે દૂર • કરી શકાય અને આવી સંસ્થાઓને પ્રગતિશીલ અને પ્રવૃત્તિથી ધમધમતી કેવી રીતે બનાવી શકાય ? આ તો કંઈક એવી વિચિત્ર સ્થિતિ ઉભી થઈ ગઈ છે કે જયારે પાણીની માંગ વધી રહી છે ત્યારે જ પરબને ચાલુ રાખનારા ઓછા થતા દેખાય છે!
આ બધી તો તાત્વિક એટલે કે વસ્તુસ્થિતિને સમ- જવા પૂરતી વિચારણા થઈ. પણ એથી કંઈ અત્યારની વિષમ સ્થિતિનો ઉકેલ જ આવી જાય; અથવા તો આવી સ્થિતિ જોઈને આપણે નિરાશ કે હતાશ થઈને, નિષ્ક્રિય બનીને બેસી જઈએ, એ પણ બરાબર નથી. અત્યારે આપણી પાસે જે કંઈ શક્તિ અને સગવડ હોય એને સંગઠિત કરીને આપણે કામે લાગવું જોઈએ, અને કૉન્ફરન્સ જેવી સમાજનું સંગોપન અને સંવર્ધન કરી શકે એવી સંસ્થા મારફત સમાજની સેવા કરવામાં લાગી જવું જોઈએ.
સારા કાર્યમાં મુશ્કેલીઓ તો આવ્યા જ કરે, પણ એવી મુશ્કેલીઓને વટાવી જઈને કાર્યમગ્ન બનવામાં જ આપણા પુસ્વાર્થની પરીક્ષા થઈ શકે. પણ આ બધું સારી રીતે તો ત્યારે જ બને કે જ્યારે આપણને આપણું કાર્યમાં સમાજ તરફથી જોઈતો સહકાર મળતો ' રહે. અત્યારે કાર્યકરોને સમય અને શક્તિ આપવામાં, ઉપર વર્ણવી તેવી મુશ્કેલી છે એ સાચું હોવા છતાં, કાર્યકરોને મેળવ્યા વગર આપણે ચાલે એમ નથી. એટલે અમે સમાજને હાદિક વિનંતી કરીએ છીએ કે તેઓ કૉન્ફરન્સને પોતાથી બને તેટલો વધારેમાં વધારે સાથ આપે.
કૉન્ફરન્સ તો આખા દેશ માટેની સંસ્થા છે, એટલે એના કાર્યકરો પણ આખા દેશમાંથી મળવા જોઈએ; અને ઠેરઠેર એનાં નાનાં મોટાં કેન્દ્રો ચાલવાં જોઈએ. ઉપરાંત, આપણે ત્યાં જેઓ નિવૃત્તિ જીવન ગાળતા હોય એવા, સમાજસેવાની સૂઝ, સમજ અને શક્તિ ધરાવતા મહાનુભાવો અને ઊછરતી પેઢીના નવજુવાનો પણ આ દિશામાં ઘણું કરી શકે.
આ બધું કહેવાની મતલબ એ છે કે સમાજની સેવા માટે કૉન્ફરન્સને પ્રવૃત્તિશીલ રાખવાની અત્યારે વધારેમાં વધારે જરૂર છે. સમાજ બહારના અને અંદર અંદરના પણ એવા કેટલાય સવાલો રોજ-બ-રોજ ઊઠતા જ રહે છે કે જેમાં શક્તિશાળી જાહેર સંસ્થા જ યોગ્ય માર્ગદર્શન આપી શકે. અને સંસ્થાને પ્રવૃત્તિશીલ રાખનારી મુખ્ય શકિત તો એના કાર્યકરો જ છે. તેથી અમે દેશમાં જુદા જુદા ભાગોમાં વસતા, સમાજસેવાની ધગશ ધરાવતા. ભાઈ-બહેનોને ભારપૂર્વક કહીએ છીએ કે આપ કૉન્ફરન્સને પૂરેપૂરો સાથ આપશો. આપનો સાથ એ જ કૉન્ફરન્સની શક્તિ બનવાની છે. અને શક્તિશાળી કૉન્ફરન્સ જ સમાજની પૂર્ણ રીતે સેવા બજાવી શકવાની છે. સહકાર આ યુગનો જીવનમંત્ર છે. એ સહકાર અમને મળે એવી અમારી પ્રાર્થના છે.
સમાજ જૈન યુગને અપનાવે સ્થાયી સમિતિએ “જેન યુગ”નું પ્રકાશન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને એ રીતે “જેનયુગે ” ગયા અંકથી બીજા વર્ષનો આરંભ કર્યો છે. “જૈનયુગ” સુઘડ છાપકામ દ્વારા રોચક અને ઉપયોગી સાહિત્યસામગ્રી પીરસવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે ઈચ્છીશું કે એનો વાચકવર્ગ વધુ નહીં તો, ઓછામાં ઓછો એટલો વિશાળ તો જરૂર થાય કે જેથી એ પોતાના ખર્ચને પહોંચી વળી શકે અને એનું પ્રકાશન નચિતપણે થતું રહે.
એક સમય એવો પણ આવેલો કે જ્યારે પુરાતત્ત્વ' જેવા ઇતિહાસ અને સંશોધનના ઉચ્ચ કોટીના સામયિકને માત્ર એકસો ગ્રાહકોના અભાવે બંધ કરવું પડયું હતું.
આવો પ્રસંગ “જૈન યુગ” માટે ઊભો ન થાય, એનો એક માત્ર ઈલાજ એ છે કે સમાજ “જૈન યુગ”ને સહર્ષ વધાવી લે; અને એની ગ્રાહક સંખ્યામાં ઝડપથી સારો એવો વધારો થાય.
વિજ ની વિચારણા થાલે કે વસ્તુસ્થિતિને