SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જે ન શ્વેતા ૨ કૉન્ફરન્સ કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ (કોન્ફરન્સ કાર્યાલય દ્વારા) કાર્યવાહી સમિતિની સભા કાર્યવાહી સમિતિની સભા ગુરુવાર, તા. ૩૦-૧૦-૧૯૫૮ના રોજ સવારના નવ વાગે શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ (પ્રમુખ)ના નિવાસસ્થાને (ભારતીયભવન, નેતાજી સુભાષ રોડ મુંબઈ) મળી હતી.' સાત સભ્યો ઉપસ્થિત હતા. (૧) આ સભામાં તા. ૧૯-૧૦-૧૯૫૮ ની કાર્યવાહી સમિતિની કાર્યનોંધ બહાલ રાખવામાં આવ્યા બાદ (૨) શ્રી જૈન વેતામ્બર કૉન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ દ્વારા ઉદ્યોગગૃહની ચાલતી પ્રવૃત્તિ વિષે બંધારણાદિની પરિસ્થિતિ વિચારી સર્વાનુમતે નીચે પ્રમાણેનો ઠરાવ (અ) શ્રી અખિલભારત જેન કે. કૉન્ફરન્સ સ્થાયી સમિતિમાં પસાર કરવા માટે રજૂ કરવા ઠરાવવામાં આવ્યું હતું :– - (અ) શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ ફંડનો ઉદ્દેશ અમલી બનાવવા કોન્ફરન્સ પોતાની જુદી સંસ્થા સ્થાપે અથવા એવા ઉદેશવાળી જૈન કે બીજી સંસ્થા કે જે જૈનો અને બીજી કોમના લાભાર્થે કામ કરતી હોય તેને ફત જૈનોના લાભ માટે વાપરવાની શર્ત મદદ આપી શકે તેમ ઠરાવવામાં આવે છે. (બ) શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ શ્રાવક શ્રાવિક ક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ સંચાલિત ઉદ્યોગગૃહની પ્રવૃત્તિ માટે કૉન્ફરન્સ સંવત ૨૦૧૪ માં આપેલી રૂા. દશ હજારની ગ્રાંટને આ સભા બહાલી આપે છે. (૩) કૉન્ફરન્સ દ્વારા “એપ્લૉયમેન્ટ” બ્યુરો રાખવા અંગે વિચારણા થતાં આ બાબત કેટલા અંશે વ્યાવહારિક બની શકે તેની તપાસ કરવા મંત્રીઓને સૂચવવામાં આવ્યું હતું. (૪) શ્રી સાહિત્ય પ્રચાર યોજના સમિતિ તરફનો તા. ૨૭–૧૦–૧૮નો રિપોર્ટ રજૂ કરવામાં આવતાં સર્વાનુમતે નીચે પ્રમાણે કરાવવામાં આવ્યું હતું. શ્રી સાહિત્ય પ્રચાર યોજના સમિતિના કન્વીનર શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહ તરફથી પ્રાપ્ત થયેલ નિવેદન (તા. ૨૭–૧૦–૧૮) રજૂ થતાં તે સમિતિએ જે ઉપયોગી અને કોન્ફરન્સના કાર્યને વેગ આપનારી ભલામણ કરી છે તે બદલ આભાર માનવા ઠરાવવામાં આવ્યું. વિશેષમાં ઉક્ત સમિતિના નિવેદનમાં દર્શાવ્યાનુસાર હાલ તુરત “છાત્રાલયો અને છાત્રવૃત્તિઓ” નામનું પુસ્તક કૉન્ફરન્સ તરફથી પ્રકટ કરવાનું કાર્ય તે જ સમિતિને સેંપવા ઠરાવવામાં આવે છે. રિપોર્ટમાં દર્શાવેલ બીજી બાબતો વિચારણીય હોઈ બીજી સભામાં રજૂ કરવા મુખ્ય મંત્રીઓને સૂચવવામાં આવે છે.” બાદ પ્રમુખશ્રીનો આભાર માની સભા વિસર્જન થઈ હતી. “ ન્યુ ઇડિયા રીડર્સ થર્ડ ” વિષે ન્યુ ઇડિયા રીડર્સ થર્ડ (ડૉ. ઉમરાવ બહાદૂર અને પ્રો. એસ. જે. બી. માથુર, જયપૂર કૃત)ના “એ વિઝિટ ટુ માઉન્ટ આબુ ” શીર્ષક પાઠ ૨૩ માં દેલવાડાના જિનાલયો વિગેરે અંગે કેટલીક ભૂલભરેલી અને ગેરરસ્તે દોરવનારી વિગતો અપાઈ હતી. એ બાબતમાં તા. ૭ ઑક્ટોબર, ૧૯૫૮ ના રોજ લેખકોને પત્ર લખવામાં આવતાં નીચે પ્રમાણેનો તા. ૨૯-૧૦-૧૯૫૮નો જવાબ શ્રી એસ. જે. બી. માથુર (જયપુર) તરફથી મળેલ છે – To The Chief Secretary, Shri Jain Swetamber Conference, Godiji Building, 20, Pydhoni, Kalbadevi, Bombay 2. Dear Sir, I beg to acknowledge your kind letter with thanks. The lesson in question was written by Dr. Umrao Bahadur and I have already referred to him to quote his source from where he drew the wrong, information which was used in the last edition of the said book. I was
SR No.536282
Book TitleJain Yug 1958
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1958
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy