________________
જૈન યુગ
“ આપ સૌનો અને જનતાનો સાચો ચાહ છે. એને કર્તવ્યદિરાામાં મુકવો એ આપણું કર્તત્ત્વ એક અપવા બીજા કારણને લઈ સ્થાયી સમિતિ ખોલાવવામાં ઢીલ થઈ છે. ઘણું થઈ શકયું નથી તે માટે અમોને અત્યંત દુઃખ થાય છે. આ સર્વે ધ્યાનમાં લઈ આપ માર્ગદર્શન આપશો. ’
હું આપમાંના ઘણા, વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છો. કૉન્ફરન્સ પ્રત્યેની આપની ભક્તિ અમારી મૂડી છે. એ ટકાવી રાખવાની જ નહીં પણ તેમાં વધારો કરવાની શક્તિ અમારામાં જાગૃત થાય તેવી પ્રેરણા જરૂર આપશો. તેમ થશે તો જ આપણા માર્ગે આગળ ધપી શકીશું. આપના આશીર્વાદથી આપણે પ્રગતિ કરીએ, અને આજે મળેલ શુભ અવસરનો લાભ લઈ ઉજ્જવલ ભવિષ્યને આશાજંતુ, મોજસવંતુ અને વાવનું બનાવો વી શાસનદેવને પ્રાર્થના છે. ’
નિવેદનને અંતે ઉપર પ્રમાણે જે માગણી રજૂ કરી છે અને એ માટે સમાજને જે પ્રાર્થના કરી છે તે સમજવા માટે કે તેની ઉપયોગિતા ધ્યાનમાં આવે એ માટે લાંબી ચર્ચાવિચારણાની જરૂર છે જ નહીં; સહજમાં સમજી શકાય અને સ્વીકારી શકાય એવી સાવ સાદી અને સીધી એ વાત છે. કહેવું હોય તો એમ જરૂર કહી શકાય કે કોઈ પણ જાહેર સંસ્થાને માટે પાયાની કે પ્રાથમિક જરૂરિયાત જેવી જ એ વાત છે.
કોઈપણ જાહેર સંસ્થા ત્યારે જ અસ્તિત્વમાં આવી શકે, અને અસ્તિત્વમાં હોય તો ત્યારે જ પ્રવૃત્તિશીલ બની શકે કે ત્યારે એ જે સમાજ કે વર્ગને માટે કામ કરવા ઊભી થઈ હોય તે સમાજ કે વર્ગ તરફથી એને બધી રીતે પૂર્ણ સાથ અને સહકાર, હમેશને માટે, મળતો રહે. અને સમાજની આ સાથ અને સહકાર એટલે એના ઊંચી શક્તિ અને સમજ ધરાવતા, નિઃરવાર્થ અને સેવાપરાયણ આગેવાનોનો સંસ્થા સાથેનો ધનિષ્ટ સંબંધ. આવો સંબંધ જેટલા પ્રમાણમાં વિશાળ અને ગાઢ બનેં તેટલા પ્રમાણમાં કોઈ પણ સંસ્થા પ્રાણવાન બનીને પોતાના ધ્યેયમાં આગળ વધી શકે.
એક ધર, કુટુંબ, ગામ સમાજ કે રાષ્ટ્ર——એમાંથી કોઈની પણ ઉન્નત્તિનો વિચાર કરીએ તો સહેજે સમજી શકાય એમ છે કે સૌને પોતપોતાના કાર્યક્ષેત્રના પ્રમાણમાં જો સેવાપરાયણ અને નિઃસ્વાર્થ કાર્યકરો મળતા રહે તો જ એ ઉન્નતિ સાધી શકે. આવા કાર્યકરો જે તે ક્ષેત્રની વ્યક્તિઓની ડીવાઈ રહેલી શક્તિઓને એકસૂત્રે બાંધીને શક્તિનો ઓધ ઊભો કરી શકે, અને એને કામે લગાડીને એમાંથી નવસર્જનનું નવનીત ઉત્પન્ન કરી શકે.
૩
ડિસેમ્બર ૧૯પ૮
એટલું તો ચોક્કસ જ છે કે, આપણે ત્યાં જાહેર સંસ્થાઓ જેટલા પ્રમાણમાં છે એટલા પ્રમાણુમાં સમગ્ર નિઃસ્વાર્થ અને સેવાની તમન્નાવાળા નહેર કાર્યકરો મળી શકતા નથી. કદાચ એમ પણ બન્યું હોય કે આપણે ત્યાં છેલ્લાં ૧૦-૧૫ વર્ષ દરમ્યાન નવી નવી જાહેર સંસ્થાઓ સારા પ્રમાણમાં સ્થપાઈ અને એ સંસ્થાઓને પૂરેપૂરી સંભાળી શકે એવા નવા નવા કાર્યકરો પૂરતા પ્રમાણમાં મળતા ન હ્યા; પરિણામે મોટા ભાગના એના એ કાર્યકરોને માથે અનેક સંસ્થાઓની દેખરેખ જ નહીં, એનો વહીવટ સંભાળવાનું કામ પણ આવી પડયું. વળી દરેક વ્યક્તિની પોતાની શિક્ત અને સમયની પણ એક ચોક્કસ મર્યાદા હોય જ છે, એટલે અમુક હદ સુધીની જવાબદારી તો એ સારી રીતે ઉઠાવી શકે અને અદા પણ કરી શકે છે, પણ જ્યારે એના ઉપર ગા ઉપરાંતનો બોજો આવી પડે છે ત્યારે એ પોતે પણ એમાં અટવાઈ ય છે, અને સંસ્થાના વહીવટને તો એથી સોસવું જ પડે છે. એ ગમે તેમ હોય, પણ અત્યારે આપણા સમાજમાં નહેર કાર્યકરોની છે. એટલું તો ચોક્કસ
ત
આપણે ત્યાં પ્રવર્તતી કાર્યકરોની આ અન અથવા જૂના અને કસાયેલા કાર્યકરો પણ, ઈચ્છા હોવા છતાં, સમાજસેવા માટે પૂરતો સમય આપી શકતા નથી, એમ થવાનું કારણ કંઈક આ રીતે પશુ વિચારી શકાય. આપણો સમાજ છે. મુખ્યપણે વૈપારી સમાજ ગણુાય છે; અને મધ્યમવર્ગમાં એની ગણતરી થાય છે. એટલે એની આજીવિકાનો મુખ્ય આધાર નોકરી કે વેપાર ઉપર છે, અને અમુક અંશે એ હુન્નર ઉદ્યોગોને પણ ખેડે છે પણ છેલ્લાં દસ-પંદર વરસમાં સ્થિતિ બહુ બદલાઈ ગઈ છે.
સ્વરાજ્ય આવ્યા પહેલાં અથવા તો બીજું વિશ્વયુદ્ધ થયું તે પહેલાં નોકરીમાં અને ખાસ કરીને વેપારમાં તેમ જ ઉદ્યોગમાં જે પ્રકારની નિરાંત અને નિશ્ચિતતા દેખાતી હતી, અને એક વખત બધું વ્યવસ્થિત કરી દઈ એ તો બધું આપમેળે ચાલને ચીલે ચાવ્યા કરે એવી સ્થિતિ પ્રવર્તતી હતી, એવું હવે સ્યું નથી. હવે તો વેપાર અને ઉદ્યોગોની આસપાસ નવા નવા કાયદાઓ અને નવા નવા નિયંત્રણોનાં એટલાં બધાં જાળાં ગૂંથાઈ ગયો છે, અને ગૂંથાતાં જાય છે કે જેથી નાના સરખા વેપાર કે ઉદ્યોગમાં પણું સતત જાગૃતિ અને ખરદારી રાખવી પડે છે; તો પછી મોટા વેપાર કે મોટા ઉદ્યોગોનું પૂછ્યું જ શું ? અને આ માટે દરેક વેપારીને અને ઉદ્યોગપતિને