________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૮
જોવાની) મુદ્રાદ્વારા નમ્રતાનો જે ભાવ સૂચિત કર્યો છે તેથી, અને મુખાકૃતિને ધ્યાનસ્થ બતાવી, મુખારવિંદ ઉપર અખૂટ શાંતિ, વિનીતભાવ અને લાવણ્યપૂર્ણ તેજસ્વિતાનું જે દર્શન કરાવ્યું છે તેથી મૂર્તિ રમ્ય અને દર્શનીય બની ગઈ છે. મૂર્તિ નિહાળતાં ત્યાગજીવનની સ્વયંકુરિત શાંતિનાં આપણને સહસા દર્શન થાય છે.
મૂર્તિમાં મસ્તકથી પાદ સુધી વસ્ત્રપરિધાન અને ડાબા ખભે ઊનની કંબલ નાખીને ચકોર કળાકારે જૈન સાધ્વીજીની વેષભૂષાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. પગની બંને બાજુએ બે ઉપાસિકાઓને પણ બતાવી છે.
ચિવ નં. ૨ઃ સાવજની પાષાણુમાં કોરી કાઢેલી બેઠી મૂર્તિ
આ મૂર્તિ સવસ્ત્ર છે. પ્રવચન કે ગણધર મુદ્રા જેવો ખ્યાલ આપતી ભદ્રાસન ઉપર સ્થિત છે. ડાબા હાથમાં મુખવસ્ત્રિકા છે, જમણો હાથ ખંડિત થઈ ગયો છે, તે છતાં તેનો જેટલો ભાગ છાતી પર દેખાય છે તે ઉપરથી લાગે છે કે શિલ્પીએ હાથમાં માળા આપી હોય. તેમનું રજોહરણ–ઓઘો પ્રાચીનકાળમાં શ્રમણોની મૂર્તિઓમાં બહુધા જે રીતે બતાવાતું તે રીતે અહીં પણ મસ્તકના પાછલા ભાગમાં બતાવેલ છે.
મૂર્તિમાં પારિપર્ધકો તરીકે કુશળ શિપીએ ચાર રૂપઆકૃતિઓ બતાવી છે. આ પારિપાર્શ્વકો સાવી નહિ પણ ગૃહસ્થ શ્રાવિકાઓ છે, પણ દર્શાવે ડાબી-જમણી બાજુની એક એક આકૃતિ ખંડિત થઈ ગઈ છે. છતાં એમ લાગે છે કે ચારેયને કળાકારે કંઈને કંઈ કાર્યરત બનાવી સેવા અને ઉપાસનાનો એક ભાવવાહી આદર્શ રજૂ કર્યો છે. એમાં જે બે આકૃતિઓ અખંડ દેખાય છે તેમાં એક ઊભી ને બીજી બેઠી છે. ઊભી આકૃતિ કોઈ સાધન ઉપર ઊભા રહીને પોતાનાં પૂજ્ય સાધીજીની વાસક્ષેપથી પૂજા કરતી હોય તેમ લાગે છે. શિ૯પીએ તેની ઊભવાની પદ્ધતિ ખૂબ જ
આકર્ષક અને વિનયભાવભરી બતાવી છે. મુખ ઉપર પૂજા અને ભક્તિનો ઉો ભાવ વ્યક્ત કર્યો છે. તેને સવસ્ત્ર બનાવી મૂર્તિમાં ઉત્તરીય–વસ્ત્ર જે ખૂબીથી નાખ્યું છે તે શિલ્પકળાના ગૌરવમાં સવિશેષ ઉમેરો કરે છે. એ કૃતિ કોઈ અગ્રણી ભક્તશ્રાવિકાની સંભવે છે. સાધ્વી મૂર્તિના પલાંઠી વાળેલા ડાબા પગ નીચે, ઘૂંટણિયે પડેલી જે ઉપાસિકા બતાવી છે તેના ઉપર શિલ્પીએ આંતર ભક્તિભાવ અને પ્રસન્નતાનું મનોરમ દશ્ય બતાવ્યું છે. મૂર્તિ ઉપર તીર્થકરની એક પ્રતિમા પણ ઉપસાવી કાઢી છે.
આ શિલ્પનું સમગ્ર દર્શન એટલું આકર્ષક અને ભાવવાહી છે કે જેથી આપણે પ્રાપ્ય સાધીમૂર્તિશિલ્પમાં અને સર્વશ્રેષ્ઠ તરીકે સહેજે બિરદાવી શકીએ. ચિત્ર નં ૩: સાવજની જિનમૂર્તિધારી મૂર્તિ
સાધ્વીજીની આ મૂર્તિ પોતાના મસ્તક ઉપર રહેલી સ્વઆરાધ્ય જિન પ્રતિમાને નમસ્કાર કરવા ભદ્રાસન પર પ્રવચન (3) મુદ્રાએ હાથ જોડીને બેઠેલાં હોય તેવો ભાવ રજૂ કરે છે. તેઓ સવસ્ત્ર છે. તેમની ડાબી બાજુએ દીક્ષિત અવસ્થા સૂચક અને અહિંસા ધર્મના પ્રતીક સમાન રજોહરણ–ઓધો દેખાય છે, જેની દાંડી હાથના કાંડા ઉપર થઈને ઠેઠ ઉદર ભાગને સ્પર્શેલી છે. ડાબા હાથની કોણી નીચે લટકતો વસ્ત્રનો છેડો દેખાય છે. આનું શિલ્પકામ પૂલ પદ્ધતિનું ગ્રામીણ ઢબના મિશ્રણવાળું છે.
જનતાની અજ્ઞાનતાને કારણે માતર તીર્થની આ મૂર્તિ “શ્રી ગૌતમ સ્વામીજીએ ભગવાન મહાવીરને મસ્તક ઉપર ધારણ કર્યા છે” એ રીતે જ વર્ષોથી ઓળખાતી ને પૂજાતી હતી. પણ બે વરસ પર ત્યાં જવાનું થતાં એવો ભ્રમ દૂર કરી એ પ્રતિમાજી બાજુમાંથી ઉઠાવી સનમુખ પધરાવવા સૂચન કર્યું હતું.
SEશ્રી
NETE
S
*
AN
:.
*
15
:
તા
.