________________
જૈન યુગ
२०
નવેમ્બર ૧૯૫૮
ભીંત ભૂલ્યો !” અને ધીમે ધીમે રાજાજીના અંતરમાંથી ગર્વનું વિષ સર્વથા દૂર થઈ ગયું. અને દેવરાજ ઈદ્રનો પ્રયોગ સફળ થયો !
પછી તો રાજાએ વિચાર્યું. “ આજે મેં અપૂર્વ કાર્ય કર્યાનો ગર્વ કર્યો. એ ગઈ તો ભલે નાશ પામ્યો, પણ હવે મારા જીવન માટે તો મારે કંઈક અપૂર્વ કાર્ય કરવું જ રહ્યું. તો જ મારું આ જીવન અને પ્રભુદર્શન કૃતાર્થ થાય.” અને રાજા દશાર્ણભદ્ર સદાને માટે ભગવાનના ચરણમાં પોતાનું સ્થાન સ્વીકારી લીધું. એમના અંતરમાં આનંદ આનંદ વ્યાપી ગયો.
દેવરાજ ઈન્દ્ર અને સમસ્ત પર્વદા રાજા દશાર્ણભદ્રના આ અપૂર્વ કાર્યને પ્રશંસી રહ્યા, અભિનંદી રહ્યા, વંદી રહ્યા!
ઇદ્ધની અપાર ઋહિ જોઈ રાજા દશાર્ણભદ્રનો ગર્વ ગળી ગયો અને દશાર્ણભદ્રનો ત્યાગ જોઈને ઈંદ્રદેવ અચરજ અનુભવી રહ્યા. અને કોઈ કવિએ એ પ્રસંગની પ્રશસ્તિ ગાઈ કે:દેશ દશારણનો ધણી, રાય દશાર્ણભદ્ર અભિમાની રે! ઈંદ્રની અદ્ધિ દેખી બુઝિયો, સંસાર તજી થયી જ્ઞાની રે !
–મદ આઠ મહામુનિ તરાએ
UT
સો ની નાં જ વ લાં તપશ્ચર્યાના તેજથી પ્રકાશતા કોઈ એક મહાતપરવી સાધુ ભાસખમણના પારણે પ્રખર મધ્યાહ્ન સમયે ગામમાં વહોરવા નીકળે છે. અચાનક એક સોનીનાં ઘરમાં આવી “ધર્મલાભ” બોલે છે.
“પધારો! પધારો! અમ આંગણાં આજે પાવન કર્યા, ગુરુજી ! પધારો!” સોનીએ સ્વાગત કર્યું.
ઘરમાંથી મોદક લાવી સાધુને વહોરાવે છે. “સાહેબ! પધારજેએમ બોલી સોની પોતાના કામ ઉપર બેસવા જાય છે ત્યાં એરણ ઉપર મૂકેલા પેલાં જવલાં દેખાતાં નથી.
શકા! બસ, આ કામ સાધુનાં જણાય છે ! “ સાધુજી! આમ સાધુવેશ પહેરી ગામના ઘર લુટો છોને! ઘોળે દિવસે ધાડ પાડો છે ને? લ્યો લાવો મારાં જવલાં, જે હજુ હમણાં જ અહીં પડ્યાં હતાં!” સોનીએ નિર્લજ્જતાથી આરોપ મૂકતાં કહ્યું.
સાધુ શું જવાબ આપે ?
“હું ! બડો ઉઠાવગીર જણાય છે” સોની બોલ્યો “નહીં ચાલે ગુછ લુચ્ચાઈ ચાલો લાવો નહિતર આ સોનીનો માર ખાવો પડશે” બોલી સાધુને ઉનાળાના પ્રચંડ તડકામાં ઉભા રાખી હાથ પગ બાંધી દીધાં.
પ્રકૃતિદેવીની આંખોમાંથી અશ્રુની ધારા ચાલી. પાષાણમાં પાષાણ-શીલા સમાન હૈયાં પીગળી ગયાં, તડકામાં હાડકાં ફટફટ કરતાં ફૂટવા લાગ્યાં અને ચામડી તટતટ તૂટવા લાગી.
સોની હજુય તેને મારવા જાય છે.
બીજી બાજુ ક્ષમાથી ભરપુર એ યોગીની આંખો હસી રહી છે! બોલે છે કે “સોનીનો શો દોષ? આપણું જ કર્મનો દોષ !” ધન્ય મુનિ મેતારજ મુનિ ! કે જે સામાને દોષિત ગણવા કરતાં પોતાનો જ દોષ જેવા લાગ્યા. આમ કરવાથી તેમને થોડા કલાકમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેહથી મુક્તિ થઈ મોક્ષપુરી સીધાવી ગયા.
બાદ સોનીની સ્ત્રી બહારથી આવી લાકડાની ભારી ઘર આગળ લાવી પટકે છે. ત્યાં પાસે બેઠેલું કૌચ પક્ષી ગેબકી ઉઠયું અને ગળી ગયેલાં જવલાં ચરકી કાઢ્યાં.
સોની ઝંખવાયો. “કેટલો હું અધમ ? નિર્દોષ સાધુને આટલી બધી તકલીફ આપી, ને સાધુ પણ કેવા કે આટલો પ્રહાર કરવા છતાં પણ ચૂપ! ધન્ય મુનિ ! મારે માટે વૈરાગ્ય જ હોય.” એજ સાધુના ઓધા ને મુહપતિ એ સોનીના અગે શોભી નીકળ્યાં. તે પણ તરી ગયો. ધન્ય મુનિ–મેતારજ !
બંસી
તડકામના હજુય થી ભરપુતારજન
ધારા.
ને મારી લા લા