________________
જેન યુગ
૧૯
નવેમ્બર ૧૯૫૮
પછી તો આનંદનું સ્થાન ગર્વે લઈ લીધું અને રાજાજી ચિંતવી રહ્યા : “ભલા, આવું સ્વાગત વિશ્વમાં કોઈ એ કર્યું હશે ખરું? ના, ના, ખરેખર; મારું આ સ્વાગત અસાધારણ છે, અભૂતપૂર્વ છે, અદ્વિતીય છે, અજોડ છે.”
પળભર તો રાજાજી એવા વિચારમગ્ન બને છે – જાણે એમને ગર્વસમાધિ લાગી ગઈ. પછી પાછા એ વિચારે છે: “કેવું અલૌકિક આ સ્વાગત! આવું તો ન ભૂતો ન ભવિષ્યતિ. આ સ્વાગત અને આ ભક્તિ આગળ તો દેવોય શી વિસાતમાં! ખરેખર, મારું આ સ્વાગત તો વિશ્વમાં અપૂર્વ તરીકે અમર બની જશે અને દેવરાજ ઇંદ્ર કે ચક્રવર્તીના મોંમાં પણ આંગળી નખાવી દેશે !”
ધીમે ધીમે આનંદના સ્થાને ગર્વનો કેફ રાજાજીના અંતરમાં વ્યાપી ગયો. રાજાજીની ભક્તિ જાણે વિભક્તિમાં પરિણમવા લાગી; પણ રાજાજીને એનું ભાન અત્યારે ક્યાંથી હોય?—અને એ રીતે રાજા દશાર્ણભદ્ર પ્રભુના ચરણોમાં આવી પહોંચ્યા, પ્રભુને વંદન કરીને પર્ષદામાં બેઠા.
પ્રભુનાં સાક્ષાત દર્શનનો આનંદ કંઈ ઓછો ન હતો. પણ એ આનંદના ચંદ્રને અત્યારે ગર્વનો રાહુ આભડી ગયો હતો! રાજાના અંતરમાં બજી રહેલી આનંદની મધુર બંસી ઉપર ગર્વના ધડાકાઓ પોતાનું વર્ચસ્વ જમાવી બેઠા હતા.
રાજા પોતાના સ્વાગતની અપૂર્ણતાના ગવિક ખ્યાલમાં મગ્ન બનીને બેઠો હતો, અને તળાવે જઈને માનવી તરસ્યો પાછો આવે એમ પ્રભુદર્શન પછી ધર્મસુધાનું પાન કર્યા વગર પાછા આવવું પડે એવી સ્થિતિ સર્જાતી આવતી હતી. કોઈએ સ્થિતિને નિવારે ?
રાજા દશાર્ણભદ્ર તો હજીય પ્રભુની સમીપ હોવા છતાં ગર્વની માળાના મણકા ફેરવી રહ્યો છે, અને પોતાના સ્વાગતની અપૂર્ણતાના કેફમાં મસ્ત બન્યો છે ! જાણે આનંદરૂપી દૂધના મહાપાત્રમાં ગર્વરૂપી એક બિંદુ પડીને એને નકામું કરી મૂકવાની તૈયારીમાં છે; પણ રાજાને એ વાતનો ખ્યાલ જ નથી.
રાજા વિચારમગ્ન બેઠા છે ત્યાં આકાશ આખું દુંદુભિનાદથી ગુંજી ઉઠે છે. પર્વદા આખી સ્તબ્ધ બનીને જોઈ રહે છે. રાજ દશાર્ણભદ્ર પણ વિચારનિદ્રામાંથી ઝબકી જાય છે અને એ આકાશ તરફ મીટ માંડે છે તે વર્ણવી ન શકાય અને જોતાં જોતાં પણ ધરપત ન થાય એવું સ્વાગત આકાશમાંથી ભૂમિ તરફ આવી રહ્યું છે. દેવરાજ ઇન્દ્રના એક ઐરાવતની શોભા! વિશ્વની સર્વ શોભા એની આગળ નગણ્ય બની જાય ! શી એ મહોત્સવની શોભા ! અને શું અલૌકિક એ સ્વાગત !
આકાશમાં અપાર મેઘ ઊમટયા હોય એમ અસંખ્ય હાથીઓ ઊમટયા છે; અને એક એક હાથીની શોભા ન વર્ણવી શકાય એવી અદ્ભુત, અપૂર્વ અજોડ બની છે. આ તો દૈવી કરામત! એને માનવી શું પામી શકે? શું માપી શકે ? એક જુઓ અને એક ભૂલો. જાણે ફણીધરનું વિષ ઉતારનાર કોઈ ગારડી બનીને આજે દેવરાજ ઈદ્ર ધરતી ઉપર આવ્યા હતા !
રાજા દર્શાણભદ્ર તો આ શોભાની સ્તબ્ધતામાં પોતાના મહોત્સવને જ ક્ષણભર વિસરી ગયા તો પછી એની અપૂર્ણતાનો ગુમાની વિચાર તો મનમાં ટકે જ શાનો? ઇંદ્રના પ્રયોગથી રાજાના અંતરમાં વ્યાપેલું ગર્વનું વિષ ધીમે ધીમે ઊતરવા લાગ્યું.
રાજાને થયું: “રે, હું કેવો ભૂલ્યો! મારા આનંદના ચંદ્રને મેં મિથ્યા ગર્વથી કલંકિત કર્યો ! અને તે પણ જેના નામે અહંકારને ત્યાગીને આત્માનો ઉદ્ધાર કરવાનો હોય એના જ નામે મેં મારા આત્માને મલિન બનાવ્યો!”
રાજાજીનું મન વધુ અંતર્મુખ બન્યું. ધીમે ધીમે એમાં આત્મભાવ અને આનંદની સરવાણી વહેવા લાગી. એમણે પોતાની જાતને જ જાણે પ્રશ્ન કર્યો :
મેં મારા સ્વાગતને અપૂર્વ કહ્યું, અભૂતપૂર્વ કહ્યું, અદ્વિતીય કહ્યું! કેવો હું મૂર્ખ ! ભલા, ક્યા જ્ઞાનના બળે મેં એ ગર્વ ધારણ કર્યો કે આવું સ્વાગત તો ન ભૂતો ન ભવિષ્યતિ ? કયાં મારું અલ્પ જ્ઞાન અને ક્યાં મારી આવી કલ્પનાઓ! ખરે જ, હું પ્રભુચરણ પામ્યા છતાં આખી
દેવોના રાજા ઈંદ્ર આજે સભા ભરીને બેઠા છે. એ વિચારે છે : “ભલા, આજે કુંદન કથિર બનવામાં કાં આનંદ અનુભવે ? સોના જેવો રાજા દશાર્ણભદ્ર આજે જાતને માટીમાં કાં રગદોળે ? શું ગર્વ, અભિમાન અને અહંકારનાં માઠાં ફળ એના ખ્યાલમાં નહીં હોય? એની ભક્તિ અને એનો આનદ આજે સર્વનાશના મુખમાં જવાની તૈયારીમાં છે– શું એનુંય એને ભાન નહીં રહે ? શું જન્મની ભક્તિને પળવારના ગર્વમાં વિલીન થવા દઈ શકાય? ના, ના, આનો ઈલાજ તો કરવો જ ઘટે !” અને દેવરાજ નિશ્ચય કરે છે ભારે અલૌકિક મહોત્સવ સાથે પ્રભુ મહાવીરનાં દર્શને આવવાનો !