________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૮
હું ગર્વ
અ ને
આ નં દ ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
દીન-દલિતો તો ઠીક પણ રાજા-મહારાજાઓ, રાજરાણીઓ અને રાજકુમારો, શ્રીમંતો અને ઋષિપુત્રો, વિલાસીઓ અને સત્તાધારીઓ તેમજ પંડિતો અને અહંમન્યો સુધ્ધાંને એ જાદુ સ્પર્શી ગયો હતો. અને એ જાદુ પણ કેવો?–ભોગનો નહીં પણ તપનો, સંપત્તિનો નહીં પણ ત્યાગનો, વિલાસનો નહીં પણ તિતિક્ષાનો, વાસનાનો નહીં પણ સંયમનો અને સ્વાર્થનો નહીં પણ સમર્પણનો !
સંસારનો ગર્વ તજીને આત્માનો આનંદ એ જ જાણે માનવીનું ધ્યેય બન્યું હતું. આવો હતો પચીસસો વર્ષ પહેલાંનો એ બડભાગી યુગ. એ બડભાગી યુગની આ
પચીસસો વર્ષ પહેલાંનો એ સમય.
સૈકાઓથી બંધિયાર થઈ ગયેલાં ધર્મતીર્થનાં નીર શ્રમણસંસ્કૃતિના અભ્યદયે લોકજીવનમાં વહેતાં કર્યો હતાં. ધર્મમંદિરના દ્વારે પહોંચીને કોઈપણ માનવી એ તીર્થસલિલમાં સ્નાન કરી પાવન થઈ શકતો.
માનવજીવનમાં નવચેતનાનો સંચાર થયો હતો. વેરાન બનેલા ધર્મક્ષેત્રમાં ઠેર ઠેર નવવસંત ખીલી ઊઠી હતી. પવન, પાણી અને પ્રકાશની જેમ ધર્મનો માર્ગ સૌ કોઈને માટે મોકળો બન્યો હતો. જન્મ મોટાઈનો યુગ સંકેલાવા લાગ્યો હતો. સત્કાર્ય કરે તે મોટો અને
જે કરે તે પામે ના નવયુગની ઉષા પ્રગટવા લાગી હતી. તરછોડાયેલી માનવતા આજે નવસ્વરૂપ પામીને આશા અને અભ્યદયના નાદથી નાચી ઊઠી હતી. દીનદુઃખીઓ, દલિતો, પતિતો, તિરસ્કૃત અને સ્ત્રીઓ તો જાણે પુનઃપ્રતિષ્ઠા, પુનઃસંસ્કાર અને પુનર્જીવનનો આનંદ માણવા લાગ્યાં હતાં, માનવી અધમ લેખાતો મટી ગયો હતો. અધમતાનાં કૃત્યો કરે એ અધમ–ભલે પછી એ રાજા હોય કે ક–એ નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા થઈ હતી..
લોકજીવનનાં આદર વધી ગયાં હતાં. લોકભાષાનાં આદર સ્થપાતાં જતાં હતાં. ધર્મોપદેશો અને ધર્મશાસ્ત્રો દેવભાષાને બદલે લોકભાષાની પાંખે ચડીને ચારેકોર પ્રસરી ગયાં હતાં અને ભાનવયોને અજવાળતાં હતાં. ધર્મોના વાદવિવાદને બદલે ધર્મના આચરણનાં મૂલ્ય વધી ગયાં હતાં. “પાળે તેનો ધર્મ” એ મંત્ર સૌને મુગ્ધ બનાવતો હતો.
ન બનવાનું બની ગયું હતું ! ન કલ્પેલું આજે સાચું કર્યું હતું! માનવજીવન મુકિતનો આનંદ અનુભવતું હતું. ગવિતા અને અભિમાનીઓને પોતાનું અંતર તપાસવાનું મન થાય એવું વાતાવરણ સર્જતું હતું. ઘડીભર તો માનવને થતું : “આથી મુક્તિ! આવો આનંદ ! આવું જીવન! આ તે સ્વપ્ન કે સત્ય?
અને એ સત્ય માનવસમૂહો ઉપર જાણે જાદુ કરી જતું. એ જાદુથી કોણ બચે અને કોણ ન બચે? અરે,
દશાર્ણ દેશનો રાજા દશાર્ણભદ્ર ન્યાયી, પ્રજાવત્સલ, શીલસંપન્ન અને ધર્મપ્રેમી હતો. લોકકલ્યાણ માટે પ્રજાનું પાલન અને આત્મકલ્યાણ માટે ધર્મનું પાલન-એ બે ચક્રો ઉપર એનો જીવનરથ ચાલતો હતો. એ સંતોષી હતો, સુખી હતો અને શાંતિનો ચાહક હતો. ભગવાન મહાવીરના ધર્મોદ્ધારને મંત્ર એને પણ કામણ કરી ગયો. એ ભગવાન મહાવીરનો પરમ ઉપાસક અને પરમ ભક્ત બની ગયો. ભગવાનના ધર્મ પ્રત્યે એ અંતરની આસ્થા ધરાવતો; અને ભગવાનના જીવનની, એમના ઉપદેશની અને એમના ધર્મોદ્ધારની વાતો તે ખૂબ ભક્તિપૂર્વક સાંભળી રહેતો. કોઈ શ્રદ્ધાળુ ભગવાનનાં દર્શન કર્યાની કે એમના શ્રીમુખે ધર્મશ્રવણ કર્યાની વાત કરતું અને રાજા દશાર્ણભદ્રનું હૃદય ગગદિત થઈ જતું, લાગણીના ભારથી દ્રવી જતું–જાણે માખણનો પિંડ જ જોઈ લ્યો!
રાજાને અહોનિશ થયા કરતું : “જ્યારે ભાગ્ય જાગે અને જ્યારે ભગવાનનાં પવિત્ર ચરણોથી આ ભૂમિ પાવન થાય, એમનાં દર્શનથી આ નેત્રો કૃતાર્થ થાય, એમની વાણીથી આ કર્ણ ધન્ય બને અને એમના ચરણરજથી આ જીવન કૃતકૃત્ય થાય!” ચાતક મેઘની રાહ જુએ એમ રાજા દશાર્ણભદ્રનું અંતર ભગવાનના આગમનની