________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૮
નિશ્ચિતપણે કહી શકાય કે જે આધ્યાત્મિક ઝોક વેદોમાં ન હતો તે તેના અંતિમ પરિશિષ્ટમાં દાખલ થયો તેનું મૂળ અન્યત્ર શોધવું જોઈએ અને તેની શોધ કરીએ તો તે વખતનું જૈન અને બૌદ્ધ સાહિત્ય તેનું પ્રમાણુ ઉપસ્થિત કરે છે. આ રીતે જોતાં શ્રમણ સાહિત્યની એક શાખા જૈન સાહિત્યની જે એક મુખ્ય વિશેષતા છે તે બીજી કોઈ નહિ પણ તેની આધ્યાત્મિકતા છે.
વેદોમાં તત્ત્વદષ્ટિએ જોઈએ તો અનેક દેવોનો સમન્વય છેવટે એક દેવમાં કરવામાં આવ્યો છે અને તે દેવને વિવિધ નામે પોકારી શકાય છે એમ કહેવામાં આવ્યું છે અને એ પણ નિષ્કર્ષ છે કે જગતના મૂળમાં કોઈ એક જ વસ્તુ છે. આ વસ્તુ તે ઉપનિષત્કાળમાં બ્રહ્મ અથવા આત્માને નામે ઓળખાઈ. બ્રહ્મ તો ઠીક પણ એ વસ્તુ તે આત્મા છે એવી માન્યતાનું મૂળ પણ અધ્યાત્મવાદમાં શોધવું જોઈએ. અર્થાત વિવિધ દેવો અને બ્રહ્મનું સ્થાન આત્માએ લીધું અને આત્માને જ ઉપાસો, એનું જ શ્રવણમનન કરો આદિ કહેવામાં આવ્યું. આ વસ્તુ અધ્યાત્મવાદની સૂચના જ નથી આપતી પણ તેનું તે કાળે કેટલું મહત્ત્વ હતું એ પણ સિદ્ધ કરી આપે છે.
શ્રમણ સાહિત્યની વિશેષતા એ છે કે તેમાં તત્વદષ્ટિએ એક નહિ પણ અનેક અને તે પણ આત્મા અને જડ અથવા ચેતન અને અચેતન એમ બે વસ્તુઓ માનવામાં આવી છે. વેદ અને વેદાંતમાં અદ્વૈત છે તે આમાં દૈત છે; અને દૈતમાં જે આત્મા છે તેનું જ મહત્ત્વ છે. આ હકીકત જૈન સાહિત્યના પાને પાને સિદ્ધ કરી શકાય છે. આત્માના આ મહત્વના કારણે જ શ્રમણ સાહિત્ય એ આધ્યાત્મિક સાહિત્ય છે અને એ અધ્યાત્મની અસરનું પરિણામ ઉપનિષદોની વિલક્ષણ રચનામાં રપષ્ટ થાય છે. એટલે જૈન સાહિ. ત્યની પ્રાથમિક વિશેષતા તેના અધ્યાત્મવાદમાં છે એમ કહી શકાય.
એ અધ્યાત્મવાદની આસપાસ જ જૈન સાહિત્યમાં વિવિધ વિષયોના ગ્રંથો રચાયા છે. જીવશાસ્ત્ર, ભૂગોળ કે ખગોળનો આધ્યાત્મિકતા સાથે શો સંબંધ છે એમ કોઈ પૂછી શકે છે; પણ એ જીવશાસ્ત્ર હોય કે ભૂગોળ યા ખગોળ શાસ્ત્ર હોય પરંતુ તેના નિરૂપણનો પ્રસંગ કે અવસર સમગ્રભાવે જીવ અથવા આત્માની જે વિવિધ સાંસારિક અવસ્થાઓ છે તેના ભલાબૂરા કર્મને અંગે
થાય છે અને જીવ ઉત્તરોત્તર વિકાસ કરતો યાં ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એ સ્થળો માં કેવાં છે એ પ્રસંગને લઈને જ જીવશાસ્ત્ર, ભૂગોળ કે ખગોળ જેવા વિષયો જેને દેખીતી રીતે અધ્યાત્મશાસ્ત્ર સાથે કશો જ સંબંધ ન દેખાય છતાં વ્યવસ્થિત રૂપે નિરૂપવામાં આવ્યા છે, અને જૈનદષ્ટિકોણથી સમગ્ર ભાવે વિશ્વરચનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગમે તે વિષયનું શાસ્ત્ર હોય પણ છેવટે તેનો સંબંધ જીવના-આત્માના મોક્ષશાસ્ત્ર સાથે સ્વતઃ જોડાઈ જાય એવી એકસૂત્રતા સમગ્રભાવે જૈન સાહિત્યમાં છે. જીવનો બંધ અને મોક્ષ, સંસાર અને નિર્વાણ—એનું ચિત્ર રજૂ કરી જીવની રુચિ સંસારથી હટાવી મોક્ષાભિમુખ કે નિર્વાણાભિમુખ કરવી એ જૈન સાહિત્યની નાનીમોટી કૃતિનું ધ્યેય છે. એ ધ્યેયથી જે બહાર હોય તેને જૈન સાહિત્યની કોટિમાં સ્થાન ન હોઈ શકે–પછી ભલે તે જૈન આચાર્યની કૃતિ હોય. જૈન આચાર્ય લખે એટલે તે જૈન સાહિત્યમાં સમાવિષ્ટ ન થઈ શકે, પણ જૈન ધર્મ અને દર્શનને અનુકૂળ પદ્ધતિથી જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તો જ તે ગ્રંથ જૈન સાહિત્યની સંતાન પ્રાપ્ત કરી શકે છે.
આ દૃષ્ટિએ જોતાં જેન આચાર્યોએ રચેલા ચરિતગ્રંથો એ જૈન પુરાણુની સંજ્ઞા પામ્યા, અને તેમાં વૈદિકોના રામાયણ-મહાભારત અને બીજાં અનેક કથાનકો આવ્યાં છે, છતાં તે ગ્રંથો વૈદિક એટલા માટે જ ન કહેવાય કે તેમાં કથાતંતુમાં થોડું કે અધિક સામ્ય હોવા છતાં તેની દાર્શનિક કે ધાર્મિક પૃષ્ઠભૂમિ એ વૈદિક રહી નથી પણ શ્રમણ અથવા તેની એક દશન કે ધર્મની પૃષ્ટભૂમિ પર રચવામાં આવી છે. આ કારણે જ જૈન રામાયણ એ રામચરિત છતાં તે વામી.કે રામાયણની જેમ સમાનભાવે વેદિકોને માન્ય થઈ ન શકે એ સ્વાભાવિક છે અને એ જ કારણે તે જૈન રામાયણ એવા નામથી પ્રસિદ્ધ થાય છે. આ જ વસ્તુ વિવિધ કાવ્યો કે મહાકાવ્યો વિશે પણ કહી શકાય. એટલે કે કથા કે કાવ્યવસ્તુ એકનું એક હોવા છતાં પૃષ્ઠભૂમિના ભેદને કારણે તેના જૈન-જૈનેતર એવા ભેદ પડી ગયા.
આવી જૈન પૃષ્ઠભૂમિના આધારે રચાયેલ સાહિત્ય તે જૈન સાહિત્ય છે અને તેની વિશાળતા અને વિવિધતાનો ખ્યાલ હજી વિદ્વાનોને પણ આવ્યો નથી. પરિચય જ જયાં નથી ત્યાં તે વિશેના અભ્યાસગ્રંથો કે મનનદ્વારા નિષ્પન્ન સ્વતંત્ર ગ્રંથો આધુનિક કાળને અનુરૂપ ક્યાંથી