SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ નવેમ્બર ૧૯૫૮ જે ન સાહિત્ય શ્રી દલસુખભાઈ માલવણિયા શત્રુઓનો સંહાર કરો. શત્રુઓ ઉપર વિજય કરતી અને આગળ ધપતી પ્રજાનું તાદશ ચિત્ર વેદો પૂરું પાડે છે. મુનિઓ અને યતિઓનો સંહારક ઈદ્ધ અને નગરોનો નાશ કરનાર ઈદ્ર એ પ્રજાનો માન્ય મોટો દેવ છે. એ ધુમકકડ પ્રજાને ભૌતિક સંપત્તિમાં રસ છે. સ્થિર થયેલી પ્રજાની જેમ તેને આધ્યાત્મિક સંપત્તિની કલ્પના પણ નથી. વેદો એ એક કાવ્યનો રસાસ્વાદ કરાવી શકે છે પણ તે સ્કૂલ રસાસ્વાદ જ આપી શકે છે. સૂક્ષ્મ અને સ્થાયી આનંદ કે આસ્વાદ તેમાંથી મળી શકે તેમ છે નહિ. સાહિત્યના સંપ્રદાયદષ્ટિએ વિભાગો કરવા એ ક્યાં સુધી ઉચિત છે એ પ્રશ્ન બાજુએ રાખી જૈન અને જૈનેતર સાહિત્યનો ભેદ કઈ બાબતોમાં છે તેનો આપણે વિચાર કરીએ. પ્રાચીનતાનો વિચાર કરીએ તો જૈન સાહિત્ય કાલની દૃષ્ટિએ વૈદિક સાહિત્યની અપેક્ષાએ નવું છે. પણ જેમ વૈદિકોએ વેદોને અપૌરુષેય માની અનાદિ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમ જૈનોએ પણ કહ્યું છે કે મૃત દ્રવ્ય દષ્ટિએ અનાદિ છે; કેવળ પર્યાય દૃષ્ટિએ તે તે કાળના તીર્થકરોએ નવું નવું રૂપ આપ્યું છે. દેશની દૃષ્ટિએ વિચારીએ તો વેદોની રચના ઉત્તરમાં થઈ છે અને જૈનાગમોનો ઉપદેશ પૂર્વ ભારતમાં બિહારમાં થયો છે. પણ તેની અંતિમ ઉપલબ્ધ સંકલના અને લેખનમાં પશ્ચિમ ભારતે મહત્વનો ભાગ ભજવ્યો છે. વૈદિક સાહિત્ય એ કૃતિ છે અને જૈન સાહિત્ય શ્રત છે. આ દૃષ્ટિએ બમાં લેખની પ્રધાનતા નથી પણ ઉપદેશની પ્રધાનતા છે. વેદોની સંકલના એ એક ઋષિનો ઉપદેશ નથી પણ અનેક કવિઓ અથવા ઋષિઓની રચનાઓનો સમાવેશ તેમાં છે; જ્યારે આગમના મૌલિક અંગગ્રંથો કેવળ એક ભગવાન મહાવીરના ઉપદેશોની સંકલના મનાય છે. આ દૃષ્ટિએ તેની વિશેષ સમાનતા બૌદ્ધ ત્રિપિટક સાથે છે. તે પણ એક ભગવાન બુદ્ધના જ ઉપદેશની સંકલનાનું ફળ છે. જૈન આગમ પ્રાકૃત ભાષામાં છે, ત્યારે વૈદિક મૃતિ સંસ્કૃત ભાષામાં નિબદ્ધ છે. વૈદિક ઋતિ અધિકાંશ દેવોની સ્તુતિરૂપ છે જ્યારે જૈન શ્રત વિશે તેમ નથી. તેમાં તે આચરણ સંબંધી ઉપદેશને મુખ્ય સ્થાન છે. વેદોની જેમ જૈન શ્રત પણ ગદ્યપદ્ય ઉયરૂપે ઉપલબ્ધ છે. આ બધી તુલના તો જેનજેનેતરની બાહ્ય દષ્ટિએ થઈ. વેદ વાંચતાં એક વસ્તુ જે સામે તરી આવે છે તે એ છે કે જીવનમાં તરવરાટ અનુભવતી એક ઉત્સાહી પ્રજાનું તે સાહિત્ય છે. જીવનસાંસારિક જીવનથી દૂર ભાગતી પ્રજાનું ચિત્ર વેદમાં નહિ મળે, પણ ભૌતિક સંપત્તિની પાછળ પડેલી પ્રજાનું દર્શન તેમાં થાય છે. ઋષિઓએ દેવોની સ્તુતિ કરી છે કે અમને ગાયો આપો, સંતાન આપો, જમીન આપો, ધન-ધાન્ય આપો, અમારા એ જ વેદોના પરિશિષ્ટ રૂપે રચાયેલ સાહિત્ય જે વેદાંત કે ઉપનિષદોના નામે પ્રસિદ્ધ છે તે વાંચતાં એક જુદી જ જાતનું ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે. તેમાં ભૌતિક સંપત્તિના આગ્રહને બદલે વિરતિનો નવો સૂર સંભળાય છે. વૈદિક યજ્ઞયાગોને ફૂટી નૌકાની ઉપમા આપવામાં આવી છે અને સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે એ કાંઈ તારી શકશે નહિ. તરવા માટે તો કોઈ બીજો જ ઉપાય લેવો જોઈએ અને તે આત્માની ઓળખ છે. વિદ્વાનોને પ્રશ્ન થયો છે કે અચાનક આ નવો મોડે ક્યાંથી એ વૈદિક સાહિત્યમાં આવ્યો? આ પ્રશ્નનું સમાધાન શ્રમણોની વિચારપરંપરામાં મળી રહે છે એમ તેમણે નક્કી કર્યું છે. શ્રમણોની પરંપરાનું અસ્તિત્વ વેદગત યતિ મુનિ આદિ શબ્દો દ્વારા તો સિદ્ધ થાય જ છે ઉપરાંત વૈદિક આર્યોના આગમન પહેલાંની ભારતની જે સભ્યતા સિંધુ સભ્યતાને નામે ઓળખાય છે તેના અવશેષોમાં મળી આવતી ધ્યાનમુદ્રાવાળી મૂતિઓથી પણ સિદ્ધ થાય છે. એટલે વિદ્વાનોનું માનવું છે કે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાના સમન્વયકાળમાં ઉપનિષદો રચાયા; એટલે તેમાં નવી વિચારધારા પ્રવિષ્ટ થાય એ સંભવિત છે. તે જ પ્રમાણે એ જ કાળના શ્રમણ સાહિત્ય-જૈન અને બૌદ્ધ સાહિત્યમાં–પણ એ સમન્વયનાં પ્રમાણ મળી આવે છે. આદર્શ ત્યાગીની સંજ્ઞા સાચો બ્રાહ્મણ અને આદર્શ ધાર્મિક પુરુષની સંજ્ઞા આર્ય, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા-એ બધું બ્રાહ્મણ-શ્રમણના સમન્વયની સૂચના આપી જાય છે, એટલે એ વસ્તુ
SR No.536282
Book TitleJain Yug 1958
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1958
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy