________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૮
બાદ શ્રી મોતીલાલ વીરચંદ શાહે કહ્યું કે કાર્યવાહી સમિતિમાં લગભગ બધા પ્રદેશોનું પ્રતિનિધિત્વ આવી જાય એવી રીતે સભ્યો લેવાયા છે અને થોડા સમયમાં જુદા જુદા પ્રદેશમાં પ્રચાર માટે યોજના કરવાની ધારણા રખાઈ છે. આપ સૌ કાર્ય કરવાની મુશ્કેલીઓ વિચારશો તો જણાશે કે સૂચન કરવા કરતાં અમલ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. છતાં આપણે તો કૉન્ફરન્સને કાર્યક્ષમ બનાવવી છે અને આપ સૌના સહકારથી તે દિશામાં સફળતા મળશે.
શ્રી છોટુભાઈ એન. શાહ કોન્ફરન્સની કાર્યવાહી ઉપર દષ્ટિપાત કરી મુંબઈમાં ચાલતા ઉદ્યોગગૃહ અંગે કેટલીક હકીકત રજુ કરી અને તે અંગે બંધારણીય દૃષ્ટિએ સ્પષ્ટતા કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો.
બાદ શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ જણાવ્યું કે જુદી જુદી સમિતિઓ દ્વારા જે કાર્ય થયું છે તેથી સંતોષ ન માનતાં વધુ સંગીન કાર્ય તરફ પ્રયાણ કરવાની આવશ્યકતા છે. જનતા સહકાર આપવા હંમેશા તૈયાર છે.
શ્રી છોટાલાલ કાલિદાસ શાહ, શ્રી કાંતિલાલ ઉજમલાલ,શ્રી શાંતિલાલ રતનચંદ, શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી, શ્રી વાડીલાલ જીવરાજ શાહ અને શ્રી રાયચંદ ગુલાબચંદ (અચ્છારી), આદિ એ ફંડ એકત્ર કરી કાર્ય વિસ્તારવા અંગેના મંતવ્યો રજૂ કર્યો. બાદ નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતા. મુખ્ય મંત્રીઓનું નિવેદન
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના મુખ્ય મંત્રીઓએ તા. ૪-૧૦-૧૯૫૮ના રોજ અખિલ ભારત જેન વે. કૉન્ફરન્સ સ્થાયી સમિતિ સમક્ષ જે નિવેદન અને હિસાબ રજુ કરેલ છે તેની નોંધ લેવામાં આવે છે.
દરખાસ્ત ઃ શ્રી ધીરજલાલ ટોકરશી શાહ ટેકો : શ્રી રતિલાલ છોટાલાલ શાહ
ઠરાવઃ સર્વાનુમતે પસાર રવિવાર, તા. પ-૧૦-૧૯૫૮ના રોજ રાત્રીના આઠ વાગે સ્થાયી સમિતિની મોકુફ રહેલી બેઠક શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખપદે મળી હતી.
પ્રારંભમાં મુખ્ય મંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે સવારે મળેલ સભામાં રચનાત્મક શિલીએ જે માર્ગદર્શન અને સૂચનાઓ થઈ તેને આવકારી હતી.
બાદ શ્રી છોટુભાઈ એન. શાહે ઉદ્યોગગૃહ અંગે મુંબઈમાં આલતી પ્રવૃત્તિ વિષે કેટલીક વિચારણીય
હકીકતો (બંધારણાદિને સ્પર્શતી) રજૂ કરી. શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆએ ઉદ્યોગગૃહની વિવિધ પ્રવૃત્તિઓ વિષે વિવેચન કરી તેને સહાય અને સહકાર આપવા અપીલ કરી. આ અંગે કેટલીક ચર્ચા ઉપસ્થિત થતાં પ્રમુખશ્રીએ સર્વ વિગતો તપાસી જવા કહ્યું હતું.
અત્રે કોન્ફરન્સના બંધારણ ફેરફાર (કલમ ૫ ની નોંધ નં. ૬) વિષે મુખ્ય મંત્રી શ્રી સોહનલાલ એમ. કોઠારીએ ભૂમિકા રજૂ કરી. કાર્યવાહી સમિતિએ સુચવેલ સુધારો સ્વીકારવા અપીલ કરી. આ અંગે શ્રી પુંજાલાલ એન. શાહ, શ્રી શાંતિલાલ રતનચંદ દોશી, શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી, શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરી, શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી, શ્રી પ્રવીણચંદ્ર શિવજી શાહ, અને શ્રી ફુલચંદ શામજી એ પોતાના દૃષ્ટિબિંદુઓ રજૂ કર્યા હતા. બાદ નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો – ૪ બંધારણમાં ફેરફાર
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના બંધારણની “સભાસદો” શિર્ષક કલમ નં. ૫ ના નીચેની નોંધ નં. ૬ નીચે પ્રમાણે રાખવી –
(૬) મુરબી તથા સભાસદો તરફથી મળેલો લવાજમાં કાયમી નિભાવ ફંડમાં જમા કરવામાં આવશે અને તે રીતે જમા થયેલી રકમના વ્યાજનો જ ઉપયોગ થઈ શકશે.”
દરખાસ્ત ઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ ટેકો : શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
ઠરાવ : ૧ વિરુદ્ધ બહુમતે પસાર બાદ શ્રી હિરાલાલ એચ. દલાલે કૉન્ફરન્સના આત્મ સંશોધન સ્વરૂપ વિવેચન કરી અધિવેશન વખતે માત્ર ઉર્મિશીલ બનવાને બદલે કાર્ય કરવાની તમન્ના સેવવા, દરેકે દરેકે જૈનના શ્વાસોચ્છવાસમાં કૉન્ફરન્સનું કાર્ય વહે તેવી યોજના કરવા, પૂર્વગ્રહો તજી દેવા, અહમભાવ છોડવા, લોકશાહીમાં બહુમતિને માન આપવા, પરસ્પર વિશ્વાસ રાખી કાર્ય કરવા, સહિષ્ણુતા, પ્રેમ અને મમતાથી એક બીજાના હૃદયને જીતવા, માત્ર ઠરાવો કરવા કરતાં અલ્પ પણ યોજનાપૂર્વક કાર્ય ઉપાડવા, સર્વ પક્ષોને સાથે રાખી કાર્ય કરવા, સેવકની ભાષા બોલી શેઠપણાનું માનસ રાખવાની વૃત્તિને તિલાંજલી આપવા વગેરે અનેક મહત્વપૂર્ણ મુદ્દા રજુ કર્યા હતા.
શ્રી રતિલાલ સી. કોઠારીએ જણાવ્યું કે સમાજમાં કામ કરનાર સાચી વ્યક્તિઓને શોધવા પ્રયત્ન કરવા