________________
જૈન યુગ
૧૦.
નવેમ્બર ૧૯૫૮
પ્રશ્નનું પણ પૂજ્ય આચાર્યાદિના સહકારથી બને તેટલું જલદી નિરાકરણ લાવવા વિનંતિ કરે છે. ભવિષ્યમાં તેઓશ્રી સમાજશ્રેયના આવા અનેક કાર્યો પાર પાડવા માટે સવિશેષ શક્તિશાળી અને દીર્ધાયુથી થાઓ એવી શાસનદેવને પ્રાર્થના કરે છે.
સમાજના અન્ય ગૃહસ્થોએ શ્રીમાન શેઠ કસ્તુરભાઈને આ પરત્વે જે સહકાર આપ્યો છે તેની પણ આ સભા સહર્ષ નોંધ લે છે.
-પ્રમુખસ્થાનેથી રજુ: હરાવ સર્વાનુમતે પસાર બાદ સંસ્થાના મુખ્યમંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે જુન-જુલાઈ, ૧૯૫૭માં મળેલ કૉન્ફરન્સના વીસમા અધિવેશનથી અત્યારપર્યન્ત કોન્ફરન્સના ઠરાવો અને અન્ય કાર્યો અંગે થયેલ કાર્યવાહી દિગ્દર્શક મંત્રીઓનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું તેમજ ઑડિટ થએલ હિસાબ રજૂ કર્યો. શ્રી કાંતિલાલ કોરાને સુવર્ણચંદ્રક
અને સંસ્થાના મુખ્યમંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે જણાવ્યું કે કોન્ફરન્સની કાર્યવાહી સમિતિમાં શ્રીયુત કાંતીલાલ ડા. કોરા, એમ. એ. ને “જૈનયુગ”ને વિવિધ પ્રકારે સમદ્ધ બનાવવાની વિશિષ્ટ સેવાઓ બદલ સુવર્ણચંદ્રકા એનાયત કરવા નિર્ણય કરવામાં આવેલ છે તે નિવેદન કરતાં મને હર્ષ થાય છે. આપ સે તે વાતને અનુમોદન આપશો. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા એક વર્ષથી શ્રીયુત કોરા જે રીતે કોન્ફરન્સના આ કાર્ય માટે અમૂલ્ય સેવાઓ અપ રહ્યા છે તે અભિનંદનીય છે. “જૈનયુગ” વ્યવસ્થાપક મંડળના સભ્યો શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, જે. પી. અમોને ઉત્સાહ અને માર્ગદર્શન આપી રહ્યા છે તે ખરેખર અભિનંદનીય છે. એમનો સર્વદેશીય સહકાર આ પ્રવૃત્તિને વેગ આપવામાં ખૂબ નિમિત્તરૂપ છે. તદુપરાંત શ્રી સૌભાગ્યચંદ્રજી સિંગી, એમ. એ. પણ આ કાર્યને વિકસાવવા માટે જે સુંદર સહકાર આપી રહ્યા છે તેની આભાર સહ નોંધ લેવી ધટે છે.
પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે જણાવ્યું કે જેનયુગ”ની સાહિત્યાદિ વિષયક રસથાળ સમગ્ર ભારતમાં એકી અવાજે પ્રસંશા પાત્ર બનેલ છે. શ્રી કાંતિલાલ કોરાએ આ કાર્ય માટે જે રીતે સેવા આપે છે તે અભિનંદનીય હોઈ કાર્યવાહી સમિતિના નિર્ણયાનુસાર આજે સુવર્ણ ચંદ્રક અર્પણ કરવા જે સુઅવસર પ્રાપ્ત થયેલ છે તેને સી વધાવી લેશો. શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ પણ શ્રી કોરા જેવા મુંગાસેવકની કદર થાય તે યોગ્ય જ છે એમ જણાવ્યું. શ્રી સોહનલાલજી એમ. કોઠારી
પણ સમર્થનનો સૂર પુરાવ્યા.
અત્રે શ્રી કાંતિલાલ ડા. કોરાને પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના શુભહસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. | બાદ શ્રી રૂઘનાથભાઈ જીવણભાઈએ પાટણવાવમાં નિકળેલ પ્રતિમાજી વિગેરે અંગે કાર્યવાહી ચાલુ રાખવા સૂચના કરી હતી. સંસ્થાના ઉપ-પ્રમુખ શ્રી ફુલચંદ શામજીએ એ અંગે કોન્ફરન્સ દ્વારા ચાલતી કાર્યવાહી વિસ્તૃતપણે દર્શાવી હતી.
બાદ પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે કોન્ફરન્સના કાર્ય અંગે વિધાયક પદ્ધતિ સ્વીકારી તેને સર્વ વ્યાપી સંસ્થા બનાવવા વિજ્ઞપ્તિ કરી હતી.
સભ્યોને વિચારણાર્થે મંત્રીનું નિવેદન છપાવીને મળે તે સૂચન શ્રી જીવરાજ ભાણજી શાહ અને બીજા કેટલાક સભ્યો તરફથી મળતાં પ્રમુખશ્રીએ તે સાઈકલૉસ્ટાઈલ કરી આપવા અનુમતિ દર્શાવી હતી. વિશેષમાં ભવિષ્યમાં મંત્રીનું નિવેદન છપાવી સભામાં સભ્યોને આપવાની પદ્ધતિ રાખવા મંત્રીઓને સૂચન થયું હતું. બાદ સભા રવિવાર તા. ૫-૧૦-૧૯૫૮ ઉપર મુલતવી રહી હતી.
અખિલ ભારત જૈન . કોન્ફરન્સ સ્થાયી સમિતિની બીજા દિવસની બેઠક રવિવાર તા. ૫-૧૦-૧૯૫૮ ના રોજ સવારના ૯ વાગે શ્રી મોહનલાલ લલ્લચંદ શાહના પ્રમુખપદે શ્રી શકુંતલા કાંતિલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલના સભાગૃહમાં મળી હતી.
પ્રારંભમાં સભ્યોને મુખ્યમંત્રીના નિવેદનની સાઈકલોસ્ટાઈલ કરેલી નકલો વહેંચવામાં આવી હતી.
બાદ શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહે જણાવ્યું કે અધિવેશન બાદ ઘણા લાંબા સમયે સ્થાયી સમિતિ મળે છે. કોન્ફરન્સના કાર્ય અંગે મુખ્યમંત્રીઓએ રજુ કરેલ નિવેદન ઘણી વિચારણું માંગી લે છે. સંસ્થા માટે જેણે અનેક ભોગો આપ્યા તેઓને સ્થાન રહ્યું નથી એથી પરિસ્થિતિ વિકટ બની લાગે છે. સમાજ વધુ નક્કર કાર્યવાહીની આશા રાખે છે અને તે માટે સર્વ પ્રકારે સહકાર આપશે એવી ખાત્રી અસ્થાને નથી.
અત્રે શ્રી પુંજાલાલ એન. શાહે નિવેદનમાં દર્શાવેલ કેટલીક બાબતો અંગે ખુલાસો પૂછ્યા હતા જે મુખ્યમંત્રીએ આપ્યા હતા. બાદ શ્રી જેઠાલાલ લક્ષ્મીચંદ, શ્રી રતિલાલ રામચંદ્ર દોશી, શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરી, શ્ર સૌભાગ્યચંદ્રજી સિંગી અને શ્રી ભગુભાઈ આદિ સંગીન યોજના રજુ કરવા જણાવ્યું હતું.