________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૮
નાકા
જોઈએ. ટીકા વ્યક્તિગત નહિં હોવી જોઈએ અને એ એય લક્ષમાં રાખી જ્યારે દરેક જૈન કે સભાસદ કામ કરવા લાગશે ત્યારે સંસ્થાની સ્થિતિ કેટલી સંગીન અને સુંદર હશે તે આપ સ્વયં ક૯પી લ્યો. મતભેદો અને મનભેદો મૂકી દઈ માત્ર સંસ્થાને આપણું કેન્દ્રબિન્દુ સમાન માનો અને આપ સૌ જે એ પ્રમાણે સહકાર આપતા રહેશો તો સંસ્થાને વધુ પ્રતિષિત બનાવવાનું આપણું ધ્યેય જરૂર પાર પડશેજ. હું અવારનવાર તમારા સંપર્કમાં આવીશ. અધિવેશન બાદ તમારામાંનો એક હું થઈશ. અત્યારે આપના વધુમાં વધુ સહકારની ખાસ જરૂર છે. કદાચ સમય લાગે તો દરગુજર | કરશો. પણ કોન્ફરન્સ આપણી છે અને તેને તન, મન, ધનથી સહાય આપી સમૃદ્ધ બનાવવા કટિબદ્ધ થશો તો ધ્યેયને વિજય અવશ્ય સાંપડશેજ.
શ્રી પુંજાલાલ એન. શાહે કહ્યું કે હાની સરખી શરૂઆત પણ સુંદર ગણાય.બાદ સૌ ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે વિખેરાયા હતા. મુંબઈમાં મળેલી અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ સ્થાયી સમિતિ
કાર્યવાહી સમિતિના આદેશાનુસાર અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ સ્થાયી સમિતિની સભા મુંબઈમાં તા. ૪, ૫ ઑક્ટોબર, ૧૯૫૮ના દિવસોએ શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલના સભાગૃહમાં (૩૮, કવીન્સ રોડ-મુંબઈ) મળી હતી. આ સભામાં ૮૦ સભ્યો હાજર હતા.
પ્રથમ દિવસની બેઠક શનિવાર તા. ૪-૧૦-૧૯૫૮ના રોજ બપોરના ૩-૩૦ વાગે શરૂ થઈ હતી.
શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ (સંસ્થાના પ્રમુખ) પ્રમુખસ્થાને બિરાજયા હતા.
સંસ્થાના મુખ્યમંત્રી શ્રી સોહનલાલ એમ. કોઠારીએ પરિપત્ર વાંચ્યા બાદ અખિલ ભારત જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ મહાસમિતિની મુંબઈમાં તા. ૧૪-૧૫, જુલાઈ, ૧૯૫૬ના રોજ મળેલ બેઠકની મિનીટસ શ્રી માણેકલાલ ડી. મોદી (એસિ. સેક્રેટરી) એ રજૂ કરી હતી તે બહાલ રાખવામાં આવતાં પ્રમુખશ્રીએ તે ઉપર સહી કરી હતી.
પ્રારંભમાં પ્રમુખશ્રીએ જણાવ્યું કે સ્થાયી સમિતિ અધિવેશન બાદ લગભગ સોળ મહીને મળે છે અને તે સમય દરમ્યાન કોન્ફરન્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક આગેવાનો સ્વર્ગસ્થ થયા તેઓને અંજલી સ્વરૂપ ઠરાવ આપ સમક્ષ રજુ કરવા ધારણું છે. તદુપરાંત કેટલાક
વર્ષોથી સમાજમાં પ્રવૃત્તિ રહેલ “તિથિના મતભેદ અંગે આપણી સમાજના અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જે સફળ નિરાકરણ લાવ્યા છે તે અભિનંદનીય છે. તે અંગે આપ સમક્ષ એક ઠરાવ રજુ કરવામાં આવશે તે વિચારી યોગ્ય કરશો.
અત્રે કૉન્ફરન્સના બંધારણ અંગે શ્રીયુત રતિલાલ સી. કોઠારીએ કેટલીક વિગતો જાણવા ઈચ્છા વ્યક્ત કરી જે અંગે ખુલાસા અને સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું.
બાદ પ્રમુખસ્થાનેથી નીચેનો ઠરાવ રજુ થતાં તે સર્વાનુમતે પસાર થયો હતા :૧ શો ક પ્રસ્તા વ
કોન્ફરન્સ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ ધરાવનાર તેમજ ધર્મ અને સમાજના કાર્યોમાં ઉત્સાહથી સેવા આપનાર શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધી (ભાવનગર), શ્રી કકલભાઈ બી. વકીલ (રાધનપૂર), શ્રી ભગવાનદાસ હરખચંદ શાહ (લિંબડી), શ્રી ગુલાબચંદ આણંદજી કાપડીઆ (ભાવનગર), શ્રી ચીમનલાલ મંગળચંદ શાહ (કલકત્તા), શ્રી પુંજાભાઈ દીપચંદ શાહ (અમદાવાદ), લાલા મંગતરામજી જૈન (અંબાલા), શ્રી પનાલાલ માણેકલાલ સોનાવાલા (પાટણ), જગતશેઠ ફતેહચદજી (બરહમપુર–મુર્શિદાબાદ), શ્રી સિદ્ધરાજ ધારીવાલ (લશ્કર), મહારાજ બહાદુરસિંહજી દુગ્ગડ (કલકત્તા), શ્રી જગમોહનદાસ ડાહ્યાભાઈ કોરા (ખેડા), શ્રી ફતેહચંદ લલ્લુભાઈ (પાટણ), શ્રી મંગલદાસ નથુભાઈ ખરીદીઆ (અમદાવાદ), શ્રી મગનલાલ ભુખણદાસ (અમલનેર)ના સ્વર્ગવાસ બદલ અખિલ ભારત જૈન વેતામ્બર કૉન્ફરન્સ સ્થાયી સમિતિની આ સભા અત્યંત દુઃખ પ્રદર્શિત કરે છે અને તેમના આત્માને પરમશાંતિ ઇચ્છે છે.
આ ઠરાવની નકલ સ્વર્ગસ્થના કુટુમ્બીજનોને મોકલવાનું ઠરાવવામાં આવે છે.
-પ્રમુખસ્થાનેથી રજૂઃ ઠરાવ સર્વાનુમતે પસાર. શ્રી કસ્તુરભાઈ લાલભાઈને અભિનંદન સમગ્ર જૈન વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં કેટલાક વર્ષોથી પ્રવર્તી રહેલ ‘તિથિ’ના ઉગ્ર મતભેદ અંગે પૂજય આચાર્ય દેવો તથા મુનિવર્યોનો સંપર્ક સાધી જે સફળ નિરાકરણ લાવવા માટે અથાગ પ્રયત્ન આપણા સમાજના અગ્રણી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ કરી શ્રીસંઘમાં શાંતિ અને ઐક્ય સ્થાપેલ છે તે બદલ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની સ્થાયી સમિતિની આ સભા તેઓશ્રીને અભિનંદન આપે છે અને બાકી રહેલ
"