________________
જૈન યુગ
નવેમ્બર ૧૯૫૮
એચ. દલાલ, બાર ઍટ-લૉ એ મુંબઈના શિક્ષણ પ્રધાનને કોન્ફરન્સનું પ્રતિનિધિ મંડળ ધાર્મિક શિક્ષણની બાબતમાં મળ્યું તેની વિગતો દર્શાવી હતી. શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ સાહિત્ય પ્રચાર અંગે નિમાયેલી સમિતિની સભાની કાર્યવાહી અંગે વિગતો રજૂ કરી તાત્કાલિક એકાદ-બે પ્રકાશનો હાથ ધરવા સૂચવ્યું. શ્રી પ્રાણજીવનદાસ હ ગાંધીએ સાહિત્ય પ્રચારની બાબત પર વિશેષ પ્રકાશ પાડી કોન્ફરન્સને એ દિશાની પ્રવૃત્તિ અંગે કાયમી યોજના કરવા વિનંતિ કરી. બાદ શ્રી મોહનલાલ દી. ચોકસીએ મુંબઈમાં અન્યત્ર શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષના કાર્ય અંગે એશ્લોયમેન્ટ બૂરો આદિ યોજવાની જે હિલચાલ ચાલુ છે તે તરફ ધ્યાન ખેંચ્યું. તે ઉપરથી એ બાબત કાર્યવાહી સમિતિમાં વિચારવા પ્રમુખશ્રીએ કહ્યું.
બાદ પ્રમુખશ્રી મોહનલાલભાઈ એ જણાવ્યું હતું કે કૉન્ફરન્સ કાર્યાલયમાં મુખ્ય મંત્રી નીચેના દિવસે અને સમયે જનતા અને સ્થાયી સમિતિના સંપર્કમાં રહેવાના હેતુથી હાજર રહેશે.
બુધવાર : બપોરના ૨ થી ૩ વાગ્યા સુધી શનિવાર : બપોરના ૩ થી ૫ વાગ્યા સુધી બાદ શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહે જણાવ્યું કે કાર્યવાહી સમિતિએ પોતાના આગામી કાર્યક્રમની યોજના રજૂ કરવી ઇષ્ટ થઈ પડશે. તેથી જનતાને સંતોષ થશે. શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરીએ સાધર્મિક વાત્સલ્ય અંગે ન્હાનું-મોટું નવીન કાર્ય શરૂ કરવાની સૂચના કરી. શ્રી ભગુભાઈ પોપટલાલ શાહે મુંબઈમાં સોળ ભાઈઓએ લીધેલી પ્રતિજ્ઞા વિષે ઉલ્લેખ કરી કોન્ફરન્સ એ કાર્યમાં સહાયભૂત થવા જણાવ્યું હતું.
બાદ શ્રી છોટુભાઈ એન. શાહે મુંબઈમાં ચાલતી ઉદ્યોગગૃહની પ્રવૃત્તિ વિષે કેટલીક સ્પષ્ટતા કરવા જણાવ્યું. પ્રમુખ શ્રી મોહનલાલભાઈએ કહ્યું કે તેની પ્રવૃત્તિ સ્વતંત્ર સમિતિ દ્વારા ચાલુ છે. શ્રી મોહનલાલ દી. ચોકસીએ અગાઉ આ અંગે કોન્ફરન્સ દ્વારા થયેલ કાર્યવાહીની કેટલીક હકીકતો પેશ કરી હતી. બાદ પ્રમુખશ્રીએ કોન્ફરન્સની તા. ૬-૭-૧૯૫૬ની સ્થાયી સમિતિમાં થયેલ ઠરાવ મિનિટબુકમાંથી વાંચી સંભળાવ્યો હતો. શ્રી પુંજાલાલ એન. શાહે આ પ્રશ્ન અંગે કૉન્ફરન્સની પરિસ્થિતિની સ્પષ્ટતા કરી હતી. શ્રી રમણલાલભાઈ એન. પરીખે બંધારણની પરિસ્થિતિ વિચારવા સૂચવ્યું. બાદ શ્રી લીલાવતીબહેન દેવીદાસે
કહ્યું કે ઉદ્યોગગૃહનું વાર્ષિક ખર્ચ ૪૫ હજાર ઉપર થવા જાય છે અને કૉન્ફરન્સ સર્વ સ્થિતિ તપાસી રૂા. દસહજારની ગ્રાંટ આપવા નિર્ણય કરેલ છે. બાકીની જવાબદારી ઉદ્યોગગૃહની સમિતિની છે અને તે જે વિશાળ દષ્ટિકોણથી કાર્ય કરે છે તેથી પરિચિત રહી એમાં સૌ સહાયભૂત અને પ્રયત્નશીલ થવા આગ્રહભરી વિનંતિ કરી હતી. શ્રી છોટુભાઈ શાહ અને શ્રી ભગુભાઈએ કેટલીક બાબતોનો નિર્દેશ કર્યા બાદ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે ઉધોગગૃહની પ્રવૃત્તિ અંગે બંધારણીય પ્રશ્ન કાર્યવાહી સમિતિની આગામી સભામાં વિચારીશું. બાદ શ્રી ફુલચંદ શામજીએ કહ્યું હતું કે કૉન્ફરન્સ એક
ખ્યાતિ પામેલી સંસ્થા છે અને એનાં કાર્યને વિક્સાવવા આપણે સર્વ દષ્ટિએ વિચારવાનું રહ્યું. બાદ શ્રી રતિલાલ દીપચંદ દોશીએ ઉદ્યોગગૃહના બંધારણની નકલો બની શકે તો સભ્યોને આપવા સૂચના કરી હતી.
છેવટે શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે જણાવ્યું હતું કે આપ સર્વે અને કોન્ફરન્સના કાર્યને વેગ આપવાના શુભ આશયથી એકત્ર થયા છો. આપના દિલમાં જે પવિત્ર ભાવના વસી રહી છે તેને અનુરૂપ કાર્યવાહી કરવા આપણે પ્રયત્નશીલ છીએ પરંતુ કેટલાક વખતે અમુકવ્યક્તિઓ પાસેથી હોટ ફંડની આશા રાખવામાં આવે છે તે દિશામાં અમોએ કેટલાક પ્રયત્નો કર્યા છે અને જુદા જુદા પ્રવાસ દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના પણ વિચારી છે. કોન્ફરન્સનું કાર્ય વિશેષ સુવ્યવસ્થિત કરી અધિવેશન તુરત મેળવવા કાર્યવાહી સમિતિ ઉત્સુકજ નહિ પણ પૂર્ણ પ્રયત્નશીલ છે પણ મહારા અંગત મંતવ્યાનુસાર એકલા મુંબઈ ઉપરજ કૉન્ફરન્સના કામનો બોજો રહે તે ક્યાં સુધી ઠીક છે તે આપ વિચારશો. એની પ્રવૃતિ ભારતવર્ષના દરેક દરેકે મોટા શહેર કે ગામડામાં પ્રચાર પામવી જોઈએ. એક એક જૈન ભાઈબહેન એનાં કાર્યમાં રસ લેવા ઉપરાંત ઉત્સાહ પ્રગટાવે એવી યોજના આપણે કરવી ઘટે. અમુક જ વ્યક્તિઓ કે અમુકજ શહેર ઉપર કૉન્ફરન્સનું કાર્ય અવલબે એ આજના લોકશાસનના યુગમાં સુસંગત જણાતું નથી. કોન્ફરન્સને ભારતના જૈનોની અગ્રગણ્ય માર્ગદર્શક સંસ્થા બનાવવી છે. એક રૂપીઆથી માંડી હજારો રૂપીઆ આપનાર એમાં જોડાય તે જોવાનું છે. જૂના અનુભવી કાર્યશીલ કાર્યકરો અને ખાસ કરી શ્રી મોહનલાલભાઈ ચોકસીની પણ એ ભાવના છે કે સંસ્થા સમસ્ત સમાજની બને. કોઈ પણ પ્રસંગે ગ્રુપ પાડવા ન