________________
જૈન યુગ
(૫) શ્રી શ્રાવક શ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ ફંડની પ્રવૃત્તિ ઉપ-પ્રમુખ અને મુખ્યમંત્રીઓએ કાર્યવાહી સમિતિની અગાઉની સભાના નિર્ણયાનુસાર કરવી.
(૬) ‘જૈનયુગ 'ના ગ્રાહકો વધારવા વગેરે વિષે વિચારણા થતાં કાર્યવાહી સમિતિમાં ઉપસ્થિત સભ્યોએ સારી સંખ્યામાં ગ્રાહકો નોંધાવવા વચન આપ્યાં. તદુપરાંત સ્થાયી સમિતિના સભ્યોને ગ્રાહકો નોંધવા વગેરે માટે વિનંતીપત્ર પાઠવવા મંત્રીઓને સૂચવાયું હતું.
(૭) કૉન્ફરન્સનું આગામી અધિવેશન માર્ચ, ૧૯૫૯ સુધીમાં મેળવવા રાવ્યું અને તે માટે કેટલીક પ્રવૃત્તિ કલકત્તામાં કરવા પ્રમુખશ્રીએ કહ્યું હતું.
(૮) પ્રવાસ દ્વારા પ્રચાર અને પ્રાંતિક સમિતિઓ રચવા વિગેરે અંગે કેટલીક વિચારણા થઈ હતી. સાહિત્ય પ્રચાર યોજના સમિતિ
કાર્યવાહી સમિતિની તા. ૧૯-૧-૫૮ની સભામાં નિમાયેલી સાહિત્ય પ્રચાર યોજના સમિતિની સભા તા. ૨૫-૧૦-૧૯૫૮ના રોજ કૉન્ફરન્સ કાર્યાલયમાં શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (કન્વીનર) દ્વારા બોલાવવામાં આવી હતી જે વખતે પાંચ સભ્યો ઉપસ્થિત
હતા.
સમિતિએ કૉન્ફરન્સના વીસમાં અધિવેશનના ચોથા ઠરાવ ઉપર પૂરતી ચર્ચા વિચારણા કરી હાલના સંયોગોમાં કૉન્ફરન્સ માટે કેવું સાહિત્ય પ્રકાશન યોગ્ય છે. તેનો પૂરતો પરામર્શ કરી તાત્કાલિક અમલમાં આવી શકે એવી યોજના કરી કાર્યવાહી સમિતિ ઉપર તા. ૨૭–૧૦૫૮ના રોજ એક રિપોર્ટ મોકલેલ છે. ધાર્મિક શિક્ષણ અંગે મુંબઈ સરકારના શિક્ષણપ્રધાનને મળેલું પ્રતિનિધિ મંડળ
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના વીસમા અધિવેશનમાં ધાર્મિક શિક્ષણ અને સરકારી નીતિ વિષે એક ઠરાવ થયો હતો તે અંગે મુંબઈ સરકારનાં શિક્ષણ ખાતા સાથે શ્રી જૈન શ્વેતાંમ્બર કૉન્ફરન્સ તરફથી પત્રવ્યવહાર થતાં પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપવામાં આવ્યો હતો તે અનુસાર કૉન્ફરન્સ તરફથી એક પ્રતિનિધિ મંડળ તા. ૧૩-૧૦-૫૮ ના રોજ શિક્ષણપ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ને મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં નીચેના આ સભ્યો હતા—
(૧) શ્રી હિરાલાલ હાલચંદ દલાલ, ખાર. એટ. લૉ (૨),, ચીનુભાઈ લાલભાઈ શેઠ, સોલીસીટર
૭
શ્રી જીવરાજ ભાણજી શાહ, જે. પી.
મોહનલાલ દીપચંદ ચોકસી
33
(પ),,
(૬)
"3
નવેમ્બર ૧૯૫૮
23
પ્રાણજીવનદાસ હ. ગાંધી
સોહનલાલ મ. કોઠારી (કૉન્ફરન્સના મૈત્રી) આ પ્રતિનિધિમંડળે ગ્રાન્ટને લગતા જે નિયમો ધડેલ છે તેથી ધાર્મિક શિક્ષણમાં ઉત્પન્ન થતી અગવડો વગેરે ઉપર ચર્ચા કરી હતી અને શિક્ષણપ્રધાને તે ધ્યાનથી સાંભળી યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું. આ સંબંધમાં કાર્યવાહી આગળ ચાલુ છે.
22
ધીરજલાલ ટોકરસી શાહ
ફતેહચંદ ઝવેરભાઈ શાહ
શ્રી કૉન્ફરન્સના નવા પેટૂનો
(૧) શ્રી વીપીનચંદ્ર મેધજીભાઈ શાહ, નૈરોબી (ર) શ્રી અનંતકુમાર મેઘજીભાઈ શાહ, નૈરોખી (૩) શ્રી વાધજીભાઈ પેથરાજ શાહ, મોમ્બાસા
સ્થાયી સમિતિના સભ્યોની અવિધિસર સભા
કૉન્ફરન્સની પ્રવૃત્તિઓ અંગે વિચારવિનિમય કરવા વગેરે માટે રવિવાર, તા. ૨૬-૧૦-૧૯૫૮ના રોજ બપોરના ત્રણ વાગે કૉન્ફરન્સ કાર્યાલયમાં મુંબઈના અખિલ ભારત જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ. સ્થાયી સમિતિના સભ્યોની એક અવિધિસરની સભા યોજવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી. મોહનલાલ લલ્લુચંદ શાહ (પ્રમુખ) અને શ્રી ફુલચંદ શામજી (ઉપ-પ્રમુખ) હાજર હતા.
પ્રારંભમાં શ્રી મોહનલાલ લલ્લુચંદ શાહે જણાવ્યું કે અખિલ ભારત સ્થાયી સમિતિ પ્રસંગે સભ્યોએ દર્શાવેલ ઈચ્છા અનુસાર આ સભા યોજવામાં આવી છે અને તે સમિતિ મળ્યા બાદ થયેલા કામકાજની માહિતી મુખ્યમંત્રી આપરો.
શ્રી જયંતિલાલ રતનચંદ શાહ (મુખ્યમંત્રી) એ અખિલ ભારત સ્થાયી સમિતિની મુંબઈની એક ખાદ કાર્યવાહી સમિતિની એકમાં થયેલ કામકાજની વિગતો (જે આ અંકમાં કૉન્ફરન્સ કાર્યાલયની પ્રવૃત્તિ નોંધમાં અપાયેલી છે) રજૂ કરી હતી, જેમાં જૂદી જૂદી સમિતિઓ, કાર્યવાહી સમિતિના નવા નિમાયેલ સભ્યો, નવા પેટ્રન, એજ્યુ. મિનિસ્ટરને મળેલ પ્રતિનિધિમંડળ, પ્રવાસ અને પ્રચારની યોજના વિગેરે વિગેરે બાબતોનો સમાવેશ થતો હતો. બાદ શ્રી હિરાલાલ