________________
જૈન યુગ
નવેમ્બર ૧૫૮
જોઈએ અને સમાજના કાર્યમાં બધા સમાન કક્ષાએ છે એમ મનાવું જોઈએ. તેમણે રતલામ પ્રકરણ અંગે કેટલીક ઉપયોગી વિગતો રજુ કરી હતી. તદુપરાંત રાજકારણમાં જેનોએ ખાસ ભાગ લેવા સૂચના કરી હતી. બાદ નીચેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો – ૫ રતલામ જિનાલય પ્રકરણ
રતલામના જિનાલય પ્રકરણ અંગે મધ્યપ્રદેશ સરકારે મુનિ શ્રી મનકવિજયજી ઉપર જે વૅરન્ટ અયોગ્યરીતે બજાવેલ છે તે પ્રત્યે શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ વિરોધ દર્શાવે છે અને એ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા કાર્યવાહી સમિતિને સૂચવે છે.
–પ્રમુખસ્થાનેથી રજૂઃ ઠરાવ સર્વાનુમતે પસાર બાદ શ્રી કેશરીચંદ જેસંગલાલ, શ્રી પુંજાલાલ એન. શાહ, શ્રી રતિલાલ છોટાલાલ શાહ, શ્રી છોટુભાઈ એન. શાહ, શ્રી કાંતિલાલ વીરચદ (માલેગામ) આદિએ પિટાસમિતિઓની પુનરરચના વગેરે અંગે વિધવિધ સૂચનાઓ કરી હતી. શ્રી ધીરજલાલ ટોકરશી શાહે એને અનુમોદન આપી સંસ્થાને વેગ આપવા સૂચના કરી. શ્રી વરધીલાલ વમળશા શેઠ, શ્રી વાડીલાલ જીવરાજ શાહ, શ્રી મગનલાલ ભગવાનજી શાહ, શ્રી દીપચંદ મગનલાલ શાહ, શ્રી શાંતિલાલ રતનચંદ દોશી અને શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી આદિ સભ્યોએ કાર્યવાહી એક જ સ્થળે કેન્દ્રિત કરવા કરતાં તેની જૂદા જુદા સ્થળોએ વહેંચણી કરવા સૂચવ્યું.
બાદ શ્રી મોહનલાલ લલ્લચંદ શાહે સભ્યોની સૂચનાઓ ઉપર કાર્યવાહી સમિતિમાં વિચાર કરવા જણાવ્યું હતું. આજના રાજનૈતિક ક્ષેત્રમાં કૉન્ફરન્સની જરૂરીઆત વિષે બે મત નથી અને તેથી તેને પુષ્ટ બનાવવા માટે સૌના સહકારની અપેક્ષા રહે છે તે દષ્ટિએ વખતોવખત સર્વ સભ્યોના સંપર્કમાં રહેવા પ્રયત્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બાદ શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, બહારગામથી આવેલા સભ્યોનો મુખ્યમંત્રી શ્રી જયંતિલાલ રતનચંદ શાહે આભાર માન્યો. પ્રમુખશ્રીનો આભાર માનવાની દરખાસ્ત શ્રી કશરીચંદ જેસંગલાલે કરી જેને શ્રી છોટુભાઈ એન. શાહે ટેકો આપ્યો. તે મંજુર કરી “પ્રભુ શ્રી મહાવીરની જય” ધ્વની વચ્ચે બેઠકની પૂર્ણાહુતિ થઈ.
ધાર્મિક અભ્યાસ એકીકરણ શ્રી જૈન શ્વેતામ્બર ધાર્મિક એકીકરણ સમિતિ દ્વારા તા. ૧૮ અને ૧૯, ઓકટોબર, ૧૯૫૮ શનિ-રવિવારના દિવસોએ શ્રી. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ કાર્યાલયમાં શ્રી. પ્રસન્નમુખભાઈ સુરચંદ બદામી, બાર-ઍટલોના પ્રમુખપદે એક સંમેલન યોજાયું હતું જે વખતે શ્રી જૈન
તાઅર એજ્યુકેશન બોર્ડ, મુંબઈ, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, મુંબઈ શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ, પુના શ્રી રાજનગર જેન
. મુ. ધા. ઈ પરીક્ષાલય, અમદાવાદ અને અન્ય શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમ જ આ વિષયમાં રસ લેનાર કેટલાક ગૃહસ્થો ઉપસ્થિત હતા. આ સમેલનમાં નીચે પ્રમાણેના ઠરાવો થયા છે – ઠરાવો ૧લો :
ધાર્મિક શિક્ષણના અભ્યાસ અને પ્રચારના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ધાર્મિક શિક્ષણમાં રસ લેતા સજજનોની આ સભા એવો ઠરાવ કરે છે કે-જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજની દરેક ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં એક સરખો ધાર્મિક અભ્યાસક્રમ હોવો જોઈએ તેમ સ્વીકારે છે. ઠરાવ રોઃ
ધાર્મિક અભ્યાસક્રમ એકીકરણ સંમેલનની આ સભા કરાવે છે કે જૈન કવે. મૂર્તિ. સમાજની શિક્ષણ સંસ્થા
ઓમાં સરખો ધાર્મિક અભ્યાસ કરાવી શકાય તે માટેની રૂપરેખા તૈયાર કરવા તથા પાઠ્ય પુસ્તકોનું સૂચન કરવા અને તે અંગેનું તમામ કામકાજ કરવા નીચેના ૨૧ સભ્યોની એક સમિતિ વધારાના સાત સભ્યો નીમવાની સત્તા સાથે નીમવામાં આવે છે. આ સમિતિએ મોડામાં મોડા એક વર્ષમાં ધાર્મિક અભ્યાસની રૂપરેખા તૈયાર કરવી.
શ્રી જૈન . એજયુકેશન બોર્ડ, જૈન શ્રેયસ્કર મંડળ, જૈન ધાર્મિક શિક્ષણ સંધ, જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ, રાજનગર ધા. ઈ. પરીક્ષા સંસ્થા આ પાંચે સંસ્થાઓને દરેકના ત્રણ ત્રણ પ્રતિનિધિ (૧૬) શ્રી પ્રસન્નમુખભાઈ સુરચંદ બદામી, (૧૭) શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી (૧૮) શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા (૧૯) શ્રી અમૃતલાલ કાલિદાસ (૨૦) શ્રી રતીલાલ દીપચંદ દેસાઈ (૨૧) શ્રી મોતીલાલ વીરચંદ ઃ (કન્વીનર) શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી. તદુપરાંત ઠરાવ નં. ૩ અને ૪ સમિતિની ભવિષ્યની કાર્યવાહીની રૂપરેખાને લગતા છે.