SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ. તા. ૧-૧-૧૯૩૮ FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, શ્રીમાન કાન્તિલાલ ઇશ્વરલાલ મેરખીઓને રાધનપુરની જૈન પ્રજા તરફથી અપાયેલ માનપત્ર. સ્વધર્મનિષ્ઠ બંધુ શ્રીમાન કાતિલાલ ઈશ્વરલાલ મોરપીઆ. રાધનપુર અને તેની આસપાસના પ્રદેશમાં વસતા વિદ્યાર્થિઓને જ્ઞાનનાં સાધનો પુરા પાડવાના આશયથી સવા લાખ રૂપીઆ જેટલી ગં'નવર ૨કમ કાઢીને આપના સ્વર્ગસ્થ પિતાશ્રીના શુભ સ્મરણ નિમિત્ત “શ્રી મારેખીઆ ઈશ્વરલાલ જૈન બેડીંગની આપે સ્થાપના કરી છે, જેના ઉદઘાટન પ્રસંગે અત્રે એકત્ર થયેલા અમે રાધનપુર નિવાસી જૈન બંધુઓ આપનું અન્તઃકરણપુર્વક અભિનંદન કરીએ છીએ. સાધારણ સ્થિતિમાંથી આપબળે આગળ વધી અનેક જનસેવાની ઉપયોગી પ્રવૃત્તિઓમાં ઉદાર કાળે આપી જે યશ અને કીર્તિ આપે આટલી નાની ઉમરમાં સંપાદન કર્યો છે તે માટે અમે રાધનપુરી બંધુઓ આપના વિશે અત્યન્ત માન અને પ્રેમની લાગણી અનુભવીએ છીએ. કેળવીના ક્ષેત્રમાં આપને ઉદાર હાથ માત્ર રાધનપુરની ટ્રેન પ્રજા પુરતે સંકોચી નહિ રાખતાં અખિલ હિંદના જેનેના લાભ મળે તે માટે પીઆ પચ્ચીસ હજારની નાદર રકમ જૈન સમાજનું નેતૃત્વ ધરાવતી શ્રી જૈન “વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સ હસ્તક સેપી જેનેની પ્રાથમિક કેળવણીને આપે ભારે વેગ આપે છે. તદુપરાન શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂપીઆ દશ હજારની રકમ આપીને તથા તાજેતરમાં જયલી શ્રી અંબાલા આત્મારામ જૈન કેલેજને રૂપીઆ અગીઆર હજારની સુન્દર રકમ ભેટ ધરીને ઉચ્ચ કેળવણી પ્રત્યેની આપની તિવ્ર લાગણી અને સહાનુભૂતિ આપે પુરવાર કરી છે, જે માટે આ જૈન સમાજ આપને ભારે રૂણી છે. અનેક જૈનેતર સંસ્થાએ તેમજ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ પણ આપની ઉદાર આર્થિક સહાય દ્વારા વિવિધ પ્રકારે પોષણ પામી રહી છે. આ રીતે આપની ઉદાર ભાવના વતનવાસી જૈન બંધુએથી માંડીને અખિલ હિંદની સમગ્ર જનતાના કલ્યાણકાર્ય સુધી પહોંચવાનું મનાય ધરાવે છે એ ખરેખર અભિનન્દના અને અનુકરણીય છે. જૈન ધર્મ પ્રત્યેની આપની શ્રદ્ધા જાણીતા છે. આપનો સી જીવનવ્યવહાર જૈન ધર્મના મૂળ સિદ્ધાન્ત અનુસાર ધડવાનો આપ સતત પ્રયત્ન સેવે છે અને મુંબઈનું જીવન અસાધારણુ થવસાય તેમજ ઉપાધિઓથી ભરેલું હોવા છતાં આપ સામાયિક, પૂજ વિગેરે ધર્મનિયમનું નિયમિત અનુ પાલન કરીને સમજીવનને ઉજજવલ બનાવી રહ્યા છે. ધર્મક્રિયાનાં સાધને પુરા પાડવાની દિશામાં પણ આપનાથી બનતું કરવા આપ ચુક્યા નથી. રાધનપુર જૈન શાળાને રૂપીઆ વીશ હજારની ઉમદા ભેટ ધરી ધાર્મિક ક્રિયા કરનારાઓને આપે જે ઉત્તેજન આપ્યું છે તે રાધનપુરની જૈન પ્રજા કદિ વિસરી શકે તેમ છે જ નહિ. જીવદયાના વિવિધ ક્ષેત્રમાં પણ આપને ઉદાર હાથ હરહંમેશને માટે લંબાતે રહ્યો છે. અપંગ ઢોર પ્રત્યેની દયાથી પ્રેરાઈને તેઓને દુકાળમાં પડતી ઘાસચારાની મુશ્કેલી દૂર કરવા માટે રાધનપુરની અંદર બીડ ખરીદ કરવા માટે આપે રૂપીઆ દશ હજારની ઉદાર રકમ અર્પણ કરી છે. આપના નિવાસસ્થાને વીલે પારની પ્રજાને પણ આપ વિસરી ગયા નથી. ત્યાં વસંતી પ્રજાનાં સુખ, શાન્તિ અને અને પોષક “ઈશ્વલાલ પાકને નામે ઓળખાતું સુન્દર ઉધાન વાલે પારલેની જનતાને બક્ષીસ કરીને આપે ત્યાંની પ્રજાને આભારમુગ્ધ બનાવી છે. આપને અંગત પરિચય એટલે જ મધુર અને પ્રીતિજનક છે. આપની પાસે કોઈ પણ સારા કાર્ય માટે મદદ માંગવા આવનાર કદિ પણ નિરાશ થઝને પાછો ફર્યો નથી. ધર્મ, સમાજ તથા દેશહિતનાં કાર્યોમાં આપની ઉદારતા જગનહેર છે. મુંબઈના અનેક નહેર સંસ્થાઓમાં આપ સેવાભાવથી રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે. જેનેના નહેર જીવનમાં આપને હીસે દિનપ્રતિદિન વધતા જાય છે. એક ગૃહસ્થ તરીકે આપનું જીવન સૌજન્ય અને નમ્રતાથી ભરેલું છે; એક મિત્ર તરીકે આપને નિખાલસ સરળ સ્નેહભાવે સુવિદિત છે; એક વ્યાપારી તરીકે મુંબઈની શેરબજારના દલાલમંડળમાં આપનું મુબારક નામ પ્રથમ પંકિતએ શોભે છે, જે માટે અમે રાધનપુરની જેમ મને ખરેખર ખુબ મગરૂર છીએ. અન્તમાં આપ સુસમૃદ્ધ અને દીર્ધાયુ બનો અને દેશ, સમાજ તેમજ ધર્મને આપના તન, મન અને ધનને નિરન્તર અનેકવિધ લાભ આપતા રહે એજ અમારા અન્તરની અભિલાષા, આશિષ અને પ્રાર્થના !! રાધનપુર. રાધનપુરની જેન પ્રજા તરફથી. તા. ૨૫-૧૨-૧૯૩૭, સહી-અંગ્રેજીમાં પ્રમુખ, (દિવાન, રાધનપુર સ્ટેટ ). કંકાકાકકકકકકકકકકકકકકકકકકારFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF
SR No.536278
Book TitleJain Yug 1938
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy