SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૧૯૩૮. જેન યુગ. ફક્ત સભ્યોને વિચારણા માટે જ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. બેકારી નિવારણની યોજના. [નોટ:– કાનન્સની કાર્યવાહી સમિતિએ જેન સમાજમાં પ્રસરેલી બેકારીના નિવારણ થે બેજના કરવા એક પેટા-સમિતિ નીમી છે. આ સમિતિએ સમગ્ર સ્થિતિની ઉંડા ઉતરી વિચારણા કર્યા પછી એક મુદ્દાસર રિપોર્ટ તૈયાર કરેલ છે જે કોન્ફરન્સની કમિટીના સભ્યના વિચારણાર્થે જ અત્રે રજુ કરવામાં આવે છે. ] જૈન સમાજના ઉથાનના પ્રયાણમાર્ગરૂપે બેકારી નિવારણના પ્રશ્નની વિચારણું અને નિરાકરણની અત્યારે અનિવાર્ય આવશ્યકતા ઉપસ્થિત થઈ છે. અખિલ હિંદ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની વર્કિંગ કમિટીનું તે પ્રત્યે ખાસ લક્ષ ખેંચાયેલ છે અને તેની તા. ૯-૫-૭ ના રેજે મળેલી સભાના ઠરાવનુસાર નિમાયેલી પિટા-સમિતિ તસંબંધે નીચે પ્રમાણે યોજના રજુ કરે છે. જૈન સમાજ મુખ્યત્વે વેપારી કોમ હોઈ તેના મોટા ભાગને સ્વતંત્ર વ્યવસાય વધુ રૂચીકર થઈ પડે એમ સર્વ પરિસ્થિતિ પર ચકકસ લક્ષ રાખતાં સ્પષ્ટ જણાઈ આવે તેમ છે. તેથી સૌથી પ્રથમ સ્વતંત્ર ધંધાવેપાર-રોજગાર માટે કઈ રીતે અને કેટલા અંશે શકયતા સંભવે એ વિચારવાનું છે. તેના અભાવે અમુક વર્ગને નોકરી પણ સહાયત નિવડવા સંભવ છે. આ માટે અનુકલ સાધન અને આર્થિક મદદ આપવાની જરૂર જણાય છે. તેમ થાય તે સમાજના અનેક નિર્વ્યવસાયી ભાઈઓને અને તે દ્વારા તેમના કુટુમ્બને વિકાસમાગે લઈ જવા બહુમૂલ્ય મદદ કરી શકાશે. કે અન્ય સમાજોમાં હોય છે તેમ જૈન સમાજમાં પણ (૧) શિક્ષિત અને (૨) અશિક્ષિત એ પ્રમાણેના બે વર્ગો બેકાર રહેલા છે. શિક્ષીત જેને ખાસ કરીને કોઈ પણ પરીક્ષામાંથી તાન પાસ થઈ ઉઠેલા અને અશિક્ષિત ઉમર લાયક કુટુંબવાલા હોય છે. તે વર્ગો માટે નીચેના ઉપાયે યોજી શકાય:૧. બેકાર જેને માટે આજીવિકા ઉત્પન્ન થાય તેવા ધંધાઓ માટે આર્થિક મદદ કરી અથવા તેવા ધંધાઓ વધારીને. કરી રહેનાર અને નોકરી રાખનાર બંનેનું રજીસ્ટર રાખી એક બીજાને અનુકૂળ મેળ કરાવી આપવાનું ખાતું રાખીને તથા જૈન સંસ્થાઓ, પેઢીઓ વિગેરેમાં જૈનોને રાખવા માટે ભલામણ કરીને. ૩. આ સંસ્થાની સહાયથી નોકરીએ રહેલાઓ પાસેથી બીજા જેને માટે નોકરી શોધી આપવા વિગેરેની મદદ લઈને. ધંધાઓ. ન્હાની મુડીથી થઈ શકે તેવા અનેક ધંધાઓ અત્યારે મહટા ભાગના બેકાર ને સહાયરૂપ થઈ પડે એમ છે. તેમાંના કરી અને House to House Canvassing ( ઘેરઘેર ધંધાર્થે ફરવું ) અત્યારે વધારે પ્રચલિત છે. નીચેની વસ્તુઓની ફેરી માટે આશરે રૂ. ૨૫) થી રૂ. ૧૦૦) સુધીની જે મદદ કરવામાં આવે અને તે રકમ પાછી વસૂલ કરી મદદનું કાર્ય ચાલુ રખાય તે બેકારી નિવારણુના મહત્વના પ્રશ્નના નિરાકરણમાં ઘણી સહાયતા મળી શકે. કાપડ, હોઝિયરી, યઝ, મે, કેલેન્ડર, ચોપડીઓ, કટલરી, કુટસ, હથિયારો (Fool ), ફેટ, કાર્ડ, કકેત્રિી વિગેરે. આ ઉપરાંત કેટલાક એવા પણ ધંધા છે કે જેમાં શિક્ષીત અને અશિક્ષીત બંને વર્ગને સ્થાન છે અને તે દ્વારા સ્વતંત્ર ધંધાઓ સારી રીતે વિકસાવી શકાય તેમ છે. જેનેના આચર વિચાર, માનસિક વલણ, રહેણી કરણી સામાન્ય પ્રજાજન કરતાં ઉચ્ચ છે એ ધ્યાનમાં લેતા તેની વીણ સ્વતંત્ર ધંધા તરફ વધુ આકર્ષશે. તેમને સામાન્ય ધંધાઓ કરતાં જીવનવિકાસના પંથે લઈ જતા ઉદ્યોગે વધુ અનુકૂળ થઈ પડકા સંભવ છે. આજનો હરિફાઈના જમાનામાં ૫ણ કાયદાકારક રીતે કરી શકાય અને આપણી સમક્ષ રહેલા વિકટ પ્રશ્નને ધીમે ધીમે પણ કાયમને માટે નીકાલ લાવી શકાય એ દૃષ્ટિએ નાના ધંધાઓની નોંધ આપવામાં આવે છે:
SR No.536278
Book TitleJain Yug 1938
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy