________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પfખનૌર – નટિમ્ : એક દષ્ટિક્ષેપ
૮૧
છું. આ પાણિનિગ્રંથ વાંચવાથી લોકવ્યવહારની જાણકારી પણ મળે છે.' સોમદેવે ત્યાર પછી કહ્યું, “૧૧માં શતકનો હું ‘કથાસરિત્સાગર'નો પ્રણેતા છું.’ તેમાં મેં કેટલાંક પાણિનિપ્રશસ્તિ પદ્યો રચેલાં. તેમાં મુનિત્રયપ્રશંસા છે.' પછી ક્રાંજવયે કહ્યું, “૧૯મી સદીનો હું શર્મણ્ય દેશવાસી છું. મહાવિદ્વાન પાણિનિએ સંક્ષિપ્ત પરિમાણી ગ્રંથમાં ગુર્વર્થ પરિપૂર્ણ કર્યો છે.” બોલિક બોલ્યા, “૧૯મી સદીનો હું શર્મણ્યવાસી છું. પાણિનિની શબ્દનિર્માણપ્રક્રિયાથી હું ખૂબ અભિભૂત છું.' મોક્ષમૂલર ભટ્ટે જણાવ્યું, ‘હું ૧૯મી સદીની શર્મણ્યવાસી છું. અષ્ટાધ્યાયી પાણિનિપ્રતિભાનો અમર કીર્તિસ્તંભ છે.' મૌનિયર વિલિયમાંશે કહ્યું, “૧૯મી સદીનો હું ઈગ્લેંડ દેશી છું. પાણિનિ જેવી સૂક્ષ્મદષ્ટિ વિશ્વમાં હજુ સુધી કોઈમાં જોવા મળી નથી.” વ્હાનીએ જણાવ્યું, “૧૯મી સદીનો હું નાગલોક અમેરિકાનો છું. મારું સંસ્કૃત વ્યાકરણનો એક માત્ર આધાર ‘અષ્ટાધ્યાયી છે.” શર્મણ્યવાસી ૧૯મી સદીના કલહોર્નને લાગે છે કે મારું લધુસંસ્કૃતવ્યાકરણ મહાભાગ્યમાં અવગાહનનું ફળ છે. વીસમી સદીના શર્મણ્યવાસી વાક્કરનાગર જણાવે છે કે મારા ભાષાશાસ્ત્રીય સિદ્ધાન્તોનો આધાર “અષ્ટાધ્યાયી' છે, મુગ્ધાનલ કહે છે, “વીસમી સદીનો હું છું. અષ્ટાધ્યાયીનું સાદગ્ય સમગ્ર જગતમાં નહિ મળે.' ૨૦મી સદીના પેરિસ-ફ્રાંસના રેણુ કહે છે કે આ પાણિનિસ્મૃતિનું મહત્ત્વ વેદો જેટલું જ છે.
(૬) ભોજપુરી ભાષામાં ભોજપુરની કેટલીક બાલિકાઓ કૂવે પાણી ભરવા જતાં વાતો કરતી હોય છે. તેમાંથી જણાય છે કે ભોજરાજનાં પાણિનિ-પ્રક્રિયા-વૈદુષ્યથી પ્રભાવિત થઈને વિદ્વાનો અહીં આવ્યા કરે છે. તેમાં ધનપાલ, પદ્મગુમ, ઉબૂટ, કાલિદાસ વગેરે છે. ભોજે પાણિનિવ્યાકરણ વિષે “સરસ્વતીકંઠાભરણ'ની રચના કરી છે. સભામાં પાણિનીયનાટક ભજવાશે. તેમાં ભોજ પોતે અભિનય આપવાના છે.
(૭) ભોજસભામાં સભાસદોને રાજમંત્રી સૂચવે છે કે મહારાજની આજ્ઞાથી તમે પાણિનિપ્રતિભા વિષે કહો. પ્રતિભાવરૂપે ધનપાલ, પદ્મગુમ, ઉબૂટ અને કાલિદાસે પ્રત્યેકે પ્રતિભા ચમત્કૃતિ રૂપે એક એક ઉદાહરણ આપ્યું. આમાં ઉવૅટ નોંધપાત્ર છે. પાણિનિમાં માત્ર લૌકિક નહિ, વૈદિક પ્રયોગ પણ અનાયાસ સિદ્ધ થઈ જાય છે. એ તો મમ્ ૭/૧/૯ મુજબ લૌકિક પ્રયોગ : થાય પરંતુ વૈદિક પ્રયોગ મટ્ટ રૂમ મળે છે. કારણકે વૈદુર્ત છન્દ્રસિ ૭/૧/૧૦ થી પૂર્વસૂત્રનો બાધ થાય છે. વહુને ચેન્ ૭૩/૧૦૩ થી પુત્ર થાય. આથી ફffમ: સિદ્ધ થાય છે. ભોજ પણ મુક્ત કંઠે પાણિનિ પ્રશંસા કરે છે. '
(૮) વિદ્યાલયમાં બાળકો સંસ્કૃતમાં પાણિનિપ્રશંસા ગાતા હોય છે. તેઓ રાજપુરુષ સાથે સંસ્કૃતમાં બોલે છે. રાજપુરુષ સંસ્કૃત જાણે છે પણ બોલી શકતો નથી. તેથી હિન્દીમાં વાતચીત કરે છે. તેનાથી પછીના પ્રસંગની સૂચના મળે છે.
બૌદ્ધરાજની સભામાં સ્વર્ગમાંથી ઊતરી આવેલા વિદ્વાનોને રાજમંત્રી મહારાજાદેશ સંભળાવે છે કે પાણિનિવ્યાકરણને લગતા તમને અભિમત અભિપ્રાય આપો. સૌ પ્રથમ કાશિકાકાર જયાદિત્ય ઊભા થયા. પછી આના બીજા વૃત્તિકાર વામન બોલ્યા. પાંચમી સદીની આવૃત્તિ અંગે એમણે સ્પષ્ટતા કરી કે પાંચ અધ્યાય સુધી જયાદિત્ય અને પછી વામને રચી એમ કહેવું યોગ્ય નથી. સાતમી સદીના જિનેન્દ્ર બુદ્ધિએ કહ્યું કે મેં આના પર જાસગ્રંથ રચ્યો છે. ધર્મકીર્તિએ કહ્યું કે મેં ઈ. ૬૪૦માં મેં રૂપાવતારનામનો પ્રક્રિયાગ્રંથ રચ્યો છે.
દાક્ષિણાત્ય રાજસભામાં સ્વર્ગમાંથી આવીને હરદત્ત પંડિત, ભટ્ટજી દીક્ષિત, વરદરાજ, નાગેશભટ્ટ ઉપસ્થિત રહે છે. હરદત્તે “કાશિકા” પર “મંજરી” લખી છે. ભટ્ટજીએ અષ્ટાધ્યાયી પર “સિદ્ધાન્તકૌમુદી' રચી છે. વરદરાજે લઘુ અને મધ્ય કૌમુદી આપી. નાગેશે “પરિભાપેન્દુશેખર' રચ્યું. સૌએ પાણિનિનો જયઘોષ કર્યો.
(૯) બાલબાલિકાઓ ભારતમાતાની સ્તુતિ કરે છે. ભારતમાતા પ્રસન્નતા વ્યક્ત કરે છે કે મારા અંકમાં
For Private and Personal Use Only