SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ આર. પી. મહેતા તેને સૂત્ર ૨/૧૬ની મદદથી પતિ શબ્દ સમજાવે છે અને કહે છે કે તે ગાંધારના શાલાતુર ગ્રામના દાક્ષીપુત્ર, શાલંકાયનિ, માંગલિક આચાર્ય આજે સભામાં આવશે તે પોતાના વ્યાકરણની પરીક્ષા અને પ્રચાર માટે આવે છે. સભામાં મગધસમ્રાટ્ મહાનંદને તે જણાવે છે કે પોતે તક્ષશિલામાં ભણ્યા. પછી પુષ્પપુરમાં વર્ષદેવ પાસે અભ્યાસ પૂરો કર્યો. પછી લોકોપયોગી શબ્દોનો સંગ્રહ કરીને ૩૯૯૫ સૂત્રોને ધરાવતા આઠ અધ્યાયવાળા શબ્દાનુશાસનની રચના કરીને અતિ સંક્ષેપમાં ગુરુઅર્થ બાંધી લીધો. સંસ્કૃત લોકભાષા છે. તેથી ૮૨ ૮૪, ૯૩ અને ૯૫માં સ્વરાભિવ્યંજન વ્યવસ્થાપક સૂત્રો આપ્યાં. પાણિનિએ મહારાજને પ્રત્યેક અંધ્યાયના વિષયો કહ્યા. એમણે જણાવ્યું કે મેં આમાં પૂર્વસૂરિઓના મતનો સમન્વય કર્યો છે. વ્યુત્પન્ન અને અવ્યુત્પન્ન જાતિ વ્યક્તિ શબ્દાર્થભેદ પક્ષરક્ષા પણ કરી છે. ૧/૨/૫૮, ૬૪, ૩/૩/૧, ૬/૧૧પ૭ વગેરે એનાં પ્રમાણ છે. ગ્રંથ પંચપાઠી છે. પરંતુ ક્રમપાઠથી જ અભ્યાસ વધુ યોગ્ય છે. મહાનંદે પ્રશંસામાં કહ્યું કે આમે ગાગરમાં સાગર ભરી લીધો છે. એમણે પ્રભૂત પુરસ્કાર આપ્યો અને ગ્રંથરત્નની પ્રતિલિપિઓ કરાવી શિક્ષાસંસ્થાઓમાં સ્થાપવા આદેશ આપ્યો. (૩) શુદ્ધવિખંભાંકમાં-રાજસેવક મુકુર બીજા રાજસેવક સુંદરકને જાણ કરે છે કે આજે ચંદ્રગુપ્ત મૌર્યની સભામાં કાત્યાયન દેવ આવવાના છે. વરરુચિ અને શ્રતધર એમના પર્યાય છે. દક્ષિણના સોમદત્ત અને વસુદત્તાનાં તેઓ સંતાન છે. કૌશાંબીથી આવે છે તેમણે અષ્ટાધ્યાયી ઉપર ૪૨૬૩ વાર્તિક રચ્યા છે. વાર્તિકકાર કાત્યાયન દેવ “અષ્ટાધ્યાયી'ની પ્રશંસા કરે છે - मानवीया विचारप्रभा याऽन्तिमा सा निबद्धा दरीदृश्यतेऽत्राष्टके । इत्थमुच्चैर्विदेशोद्भवा ये बुधाः फ्रांजवप्येत्सिङद्या वदिष्यन्त्यहो ।। કાત્યાયનની પાણિનિ પ્રશંસા સાંભળીને ચંદ્રગુમે કાત્યાયનની આ સારી વિશેષતાના સમર્થનમાં પ્રસિદ્ધ ઉક્તિ કહી કે સનો પરગુણ-પરમાણુને પર્વતીકૃત કરે છે. (૪) શુંગ સેનાપતિ પુષ્યમિત્રનો પરિપદધ્યક્ષ રૈવતક માર્ગમાં ભલુક ભટ્ટને જણાવે છે કે સભામાં આજે પતંજલિદેવ આવશે. પતંજલિ મહારાજને કહે છે કે કોઈ કવિની ઉક્તિ છે કે નૃપનીતિ વારાંગના જેવી અનેકરૂપા છે. તેથી મહારાજને - આપને - ધર્મઉપદેશ હું આવું છું તેમાંથી સમય ફાળવીને મેં મહાભાષ્ય રચ્યું છે. તેમાં મેં સૂક્ષ્મ દષ્ટિવાળા મહાન આચાર્યના ગૂઢ આશયનું વિવરણ કર્યું છે. મહારાજે પ્રશંસા કરી. આઠ અધ્યાય, ૩૨ પાદને પોતાની રીતે ૩૬ આફિનકમાં વિભક્ત કર્યા છે. આ ગ્રંથની પ્રતિલિપિઓ કરાવી શિક્ષણસંસ્થામાં મૂકવાનો અને પતંજલિને પુરસ્કાર આપવાનો આદેશ કર્યો. ત્રિમૂનિ +{rએવી સંજ્ઞા ઉદ્યપિત કરી. (૫) શુદ્ધ વિષ્ક્રમાંકમાં અલકનંદાને કાંઠે તપોવનમાં નંદિકેશ્વર સનકાદિ સિદ્ધોને જણાવે છે કે શાલાતુરગામે પાણિનિ પ્રતિમા છે. ત્યાં પાણિનિનાટકનો અભિનય છે. આ નિમિત્તે પાણિનિપ્રેમી વિદ્વાનો સ્વર્ગમાંથી આવીને એકત્ર થવાના છે. આ સ્થળે સૌ પ્રથમ ટ્યુઆસિંહે કહ્યું, “છઠ્ઠી સદીમાં હું ભારતમાં આવ્યો હતો. આજે આ પાણિનિતીર્થમાં આવવાથી કૃતકૃત્ય થયો છું', પછી રાજશેખરે કહ્યું, “નવમા શતકનો હું કાવ્યમીમાંસાકાર છું. મેં પોતાના ગ્રંથમાં મુનિત્રયનાં પાંડિત્યની પ્રશંસા કરી છે.’ મેન્ટે જણાવ્યું, ‘અગિયારમાં શતકમાં “બૃહત્કથામંજરી'નો હું કર્તા For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy