SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વેદકાલીન શુદ્ધ www.kobatirth.org બ્રા. (૫૨૫૧)માં આની વિશેષ વિગતો મળે છે. તેમની સંખ્યા બારની હતી. શત. બ્રા. (૫૩ ૧૧૦ અને કાઠક સંહિતા (૧૫૪) મુજબ તેમાં ચારે વર્ણના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. શૂદ્રોના પ્રતિનિધિ તરીકે તેમાં તક્ષા અને રથકારનો સમાવેશ થતો હોવાનું મૈં. સં. (૨૬૫) જણાવે છે. શત. બ્રા. (૫)૨/૫૧) મુજબ તેમાં ‘પાલાગલ’ નામના શૂદ્રનો પણ સમાવેશ થતો હતો. પ્રાપ્ત ઉલ્લેખો પરથી ‘પાલાગલ' રાજાનો રાજકીય સંદેશવાહક અર્થાત્ દૂત-સમકક્ષ હોવાનું જણાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ત્નિનું રાજ્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. આ બાબતની પુષ્ટિ એ હકીક્તથી થાય છે કે સ્વયં રાજા તેમને વિ(= બક્ષિસ) આપવા તેમના ઘેર જતો હતો. અને તેમને વિવિધ પ્રકારના વિ આપતો હતો. શૂદ્ર વર્ણના રસ્મિનું 'પાલાગલ'ને લાલ પાપડી અને ધનુષબાણ આપવામાં આવતાં હોવાનું શત. બા (૫/૩/૧/૧-૧૩)માં નિરુપણ છે. વેદકાળમાં રાજપદ કે 'રિનનુ' પદ પર શૂોની નિયુક્તિ જોતાં અન્ય મહત્ત્વપૂર્ણ પદો પર પણ તેમની નિયુક્તિ નકારી ન શકાય. કાત્યાયન અને બૃહસ્પતિ જેવા સ્મૃતિકારોએ રાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશ ‘પ્રાવિવાકૂ' પદ પર શૂદ્રની નિયુક્તિના કરેલા વિરોધમાં શૂદ્ર યત્નેન વર્તયેતા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ સંદર્ભમાં શ્રી નિરૂપણ વિદ્યાલંકાર લખે છે કે સૂપ મહ્ત્વન અવત'નો એવો અર્થ તારવી શકાય કે, સ્મૃતિકાળ પૂર્વે આ પ્રકારના પર્દા શોને આપવામાં આવતાં હશે, અને કાત્યાયન બૃહસ્પતિના સમયમાં પણ એ પરંપરા ચાલુ રહી હશે, અન્યથા ‘યત્નપૂર્વક છોડી દેવા'ની અપેક્ષાએ એ પણ મનુની જેમ કહી શકયા હોત કે, શૂને કોઈ પણ અવસ્થામાં આ પદ પર નિયુક્ત કરવો નહીં. જો, શૂો પ્રત્યે અપેક્ષાકૃત કડક વલળ દર્શાવતા સ્મૃતિકાળમાં આવી સ્થિતિ હોય તો, વર્ણવ્યવસ્થાની બાબતમાં અતિ ઉદાર એવા વૈદિકકાળમાં તો અવશ્ય આવાં મહત્ત્વપૂર્ણ પદો પર યોગ્યતા અનુસાર શૂહોની નિયુક્તિ થતી હશે જ. આર્થિક સ્થિતિ : વૈદિક સમાજનો શૂદ્ર વર્ગ શ્રમજીવીઓ અને શિલ્પકારોનો બનેલો છે. અથર્વ. (૧૨/૫/૧)માં મેળ રોપમાં સૃષ્ટા મહાવત્તને શ્રુતા અર્થાત્ પરબ્રહ્મ આ સૃષ્ટિનું સર્જન શ્રમ-તપથી કર્યાનો ઉલ્લેખ છે. જ્યારે સ્વયં પરબ્રહ્મ શ્રમનું ગૌરવ કરનાર હોય તો, સમાજ પણ શ્રમ અને શ્રમજીવી શૂદ્રોનું સ્વાભાવિક રીતે જ ગૌરવ કરે. આ પ્રકારના શ્રમજીવીઓને સમાજમાં ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રામ હતી. યાર્વેદના ૧૬મા અધ્યાયમાં લગભગ ૭૮ જેટલા આવા શ્રમજીવીઓને નમસ્કારપૂર્વક આદરસત્કાર અપાયેલો જોવા મળે છે. આવી બીજી યાદીમાં અન્યની સાથે ‘શ્રીમત્સય પૌસમ્ કહીને, ભંગી સુદ્ધાંને ઋષિએ વંદન પાઠવ્યાં છે. (યા. ૩૦/૧૬). ૨૯. વેદકાળમાં શૂદ્રો માટે ‘ત્રદુર્ગુ’ (પંચ. બ્રા. ૬/૧/૧૧) અને ‘બહુપુષ્ટ:“ (મૈત્રા. સં. ૪/૨/૧૧૦) જેવાં વિશેષણોનો પ્રયોગ દર્શાવે છે કે, વેદકાળની મુખ્ય સંપત્તિ ગણાતી પશુસૃષ્ટિના તેઓ માલિક હતા, અને આર્થિક રીતે સુસમૃદ્ધ હતા. તેમને પોતાની સંપત્તિ વસાવવાનો પણ અધિકાર હતો. મૈત્રા. સં. (૪૨/૭/૧૯)માં શૂદ્રોની ધનાઢ્યતાના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. આ શૂદ્રો પૈકી કેટલાક તો બ્રાહ્મણ ઋષિઓને ખૂબ દાન પણ આપવાનું સામર્થ્ય ધરાવતા હતા. . (૮/૪૬/૩૨)માં વિપ્ર નામના ઋષિને બબૂથ તથા તરુક્ષ નામના દાસ-શૂદ્રોએ આપેલા દાનનો ઉલ્લેખ છે. આમ રાજ-૫, ત્નિનું-પ૬ જેવાં ઉચ્ચપદો અને ન્યાયાધીશ કે ગુપ્તચર જેવાં સરકારીપદો પર નિયુક્ત શૂો આર્થિક રીતે સમૃદ્ધ હશે જ, એ નિશંક છે. જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૩૦૮. For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy