________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્તિલાલ ર. દવે
નામના ગ્રંથમાં આપસ્તમ્બને ટાંકીને શૂદ્રોના ઉપનયન સંસ્કારનું સમર્થન કરવામાં આવ્યું છે. ત્યાં “કલ્પતરુ કાર'નું પણ આ અધિકારને સમર્થન ટાંકવામાં આવ્યું છે. એ જ રીતે મસ્કરિને ગૌતમ ધર્મસૂત્ર (૪)૨૬)ની ચર્ચામાં એક સ્મૃતિવાકય ઉદ્ધત કર્યું છે, જેમાં નિપાદ જાતિના શૂદ્રના ઉપનયન સંસ્કારનું પણ સમર્થન કરવામાં આવ્યું છે.
ધર્મશાસ્ત્રોના અધ્યયનથી એક બાબત સ્પષ્ટ થઈ જાય છે કે, કેટલાક પ્રતિબંધો સાથે, શૂદ્રને પંચમહાયજ્ઞ પ્રતિદિન કરવાનો અધિકાર હતો. ઋ. (૧૭/પ૩/૪)ના યાસ્ક કરેલ અર્થઘટનથી પણ શુદ્ધોના યજ્ઞના અધિકારનું સમર્થન થાય છે. શૂદ્રોને અગ્નિહોત્રનો પણ અધિકાર હતો. ડૉ. દિલીપ વેદાલંકારક નોંધે છે તેમ, રાજાના રાજ્યાભિષેકના ધાર્મિક યજ્ઞસમારોહમાં જે નવ રાણીઓની ઉપસ્થિતિ આવશ્યક મનાઈ હતી તેમાં શુદ્ર રાણીનો પણ સમાવેશ થતો હતો.
ઋગ્વદ અથવા અથર્વવેદમાં એવું કોઈ પણ સાશ્ય મળતું નથી જેના આધારે એમ કહી શકાય કે દાસ અને આર્યો અથવા શુદ્ધ અને ઉચ્ચ વર્ણના સદસ્યો વચ્ચે ભોજન અને વિવાહ સંદર્ભમાં કોઈ પ્રતિબંધો હતા. એ પ્રકારના પણ કોઈ જ નિર્દેશો પ્રાપ્ત થતા નથી કે જેમાં દાસ કે શૂદ્રોને અપવિત્ર માનવામાં આવ્યા હોય, અથવા તેમના સ્પર્શથી ભોજન યા ઉચ્ચવર્ણના સભ્યોનાં શરીર દૂષિત થયાં હોવાનું જણાવાયું હોય. આમ વેદકાળમાં ધાર્મિક ક્ષેત્રે શૂદ્રોનું સ્થાન કોઈ રીતે દયનીય કે ઉપેક્ષણીય ન હતું.૨૭
રાજનૈતિક સ્થિતિ :
ડૉ. રામજી ઉપાધ્યાયટ જણાવે છે કે ઐતિહાસિક પ્રમાણોના આધારે એમ સિદ્ધ કરી શકાય તેમ છે કે, ભારતમાં ૨૫% રાજાઓ સદેવ શૂદ્ર રહ્યા છે, એ વેદકાળને માટે પણ સાચું છે. ઋગ્વદના પ્રસિદ્ધ ‘દાશરાજ્ઞ-યુદ્ધ'માં કેટલાક રાજાઓ શુદ્ર હોવાની સંભાવના નકારી ન શકાય. છાં. ઉપ. (૪)૨૩)માં જાનશ્રુતિ પૌત્રાયણ નામના “શૂદ્ર’ રાજાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે, જેની પુત્રીનું કન્યાદાન લઈ યુગ્ધા રેકવે તેને બ્રહ્મવિદ્યા આપી હતી.
વૈદિકકાળમાં રાજાની વરણી કે નિયુક્તિમાં પણ શૂદ્રો જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા હોવાનું અનેક ઉલ્લેખોથી સિદ્ધ થાય છે. જેમ કે અથર્વ. (૩/પ/૬–૭)માં ‘ગના રનર' (રાજા બનાવનારા રાજાઓ)નો ઉલ્લેખ મળે છે. ત્યાં પીવાન, રથકાર કર્માર, સૂત અને ગ્રામણીને “નર’ ગણાવ્યા છે. આમાં ગ્રામણી (મુખી)ને બાદ કરતાં સર્વે “શૂદ્ર’ વર્ણના વ્યાવસાયિકો છે. આ શૂદ્રો જ્યારે કોઈ વ્યક્તિની રાજપદ માટે વરણી કરતાં ત્યારે રાજચિહ્ન રૂપે રાજાને એક મણિ પ્રદાન કરતા. આ મણિ સંભવતઃ કોઈ વૃક્ષના “પર્ણ'ના રૂપમાં રહેતો. રાજા આ “રાજ કર્તાર:'ને પોતાની ચારે તરફ ઉપસ્થિત રહી સહાયતા કરવા વિનંતિ કરતો હોવાનું અથર્વ. (૩/પ/૬-)માં નિરૂપાયું છે. આમ વૈદિક કાળમાં શુદ્રો “કિંગ' પણ હતા અને ‘કિંગ-મેકર' પણ.
| ઉત્તરવૈદિક કાળમાં આ “રાજાનઃ રાજકર્તાર:” નું સ્થાન પત્નિનું' નામે ઓળખાતા અને રાજપરિષદના સભ્યો તરીકે રાજ્યસંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા રાજપુરુષોએ લીધું હોવાનું જણાય છે. શતપથ ૨૬. વૈો મેં માનવવ૬, ૩૫HMારતી મતદૃીય વડોદરા ૨૬૮૨, પ્રથમ સ્વર, પૃ. ૨૪૬. ૨૭. જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૮૮. ૨૮. જુઓ, પાદટીપ નં. ૧૦, પૃ. ૮૪.
For Private and Personal Use Only