________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્તિલાલ રા. દવે
અલબત્ત, બ્રાહ્મણ કાળમાં દ્રોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં બ્રાસનાં દર્શન થાય છે. ઐતરેય બા. (૨૯/૪)માં શૂદ્રને ‘અભ્યસ્ય પ્રેષ્યઃ' અર્થાત ઉચ્ચ નૈવર્ણિકોની સેવા કરનાર, “કામોત્થાપ્ય” ઈચ્છાનુસાર ઉપયોગમાં લઈ શકાય તેવો અને “યથાકામવધ્ય” અર્થાત્ સ્વામી દ્વારા ઈચ્છાનુસાર માર ખાનારો, કહેવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં એને “દ્વિજોનો ગુલામ' ગણવામાં આવ્યો છે. અને તાંડય બ્રાહ્મણ (૬/૧/૧૧) તો ત્યાં સુધી કહે છે કે, ચરણમાંથી ઉત્પન્ન થયેલો શૂદ્ર ચરણોનું પ્રક્ષાલન કરે અને અધિક વૃદ્ધિને પ્રાપ્ત ન કરે. અલબત્ત સૂત્રકાળમાં તેની સ્થિતિ સુધરી હોવાનું જણાય છે.
આ સમગ્ર ચર્ચાથી એક વાત તો સ્ફટિકમણિ સમાન સર્વથા સ્પષ્ટ થઈ જાય છે કે, આર્ય અને શૂદ્રનો ભેદ આર્ય અને દાસ-દસ્યના ભેદ સમાન નથી. તેઓ આર્યોના વિરોધી કે દાસ અને નૃત્ય તરીકે ઉલ્લેખાયા છે જ્યારે શુદ્ધ આર્યોની સમકક્ષ અને સહાયક તરીકે નિરૂપાયા છે. વેદમાં પરમેશ્વરને કોઈ એક વર્ણના નહીં, ચારે વર્ણોના પ્રિય થવાની પ્રાર્થના કરવામાં આવી છે. ચારે વર્ગો માટે પ્રકાશપ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે. આમ શૂદ્ર અને આર્યમાં ગુણકૃત સ્પષ્ટ ભેદ હોવા છતાં, તે કોઈ પણ અધિકારથી વંચિત નથી. વેદકાળમાં, અલબત્ત, શૂદ્રોનું પ્રભાવપૂર્ણ પ્રાધાન્ય ન હોવા છતાં, તેઓ તે સમયે તે તે અયોગ્યતાઓથી પણ અભિભૂત ન હતા, જે શનૈઃ શનૈઃ પરવર્તી કાળમાં તેમના પર ઠોકી બેસાડવામાં આવી હતી.૩૦ વેદનો તો અમર સંદેશ છે : વન્તો વિશ્વમાન (ઋ. ૯૬૩/૫) અર્થાતુ સમગ્ર વિશ્વ આર્ય હો !
૩૦. જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૮૫,
For Private and Personal Use Only