________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજ૨ાતનાં સંસ્કૃત નાટકે? ગુજરાતી અનુવાદ
આ સમયગાળામાં આ પ્રકારનાં ધણું નાટકો લખાયાં છે. દા. ત. ૧૭મી સદીમાં કાઠિયાવાડમાં જ લા નગનાથ નામના શિઘ્રકવિએ “' સૌભાગ્યમહદયમ” નાટકમાં ભાવનગરના રાજા વખતસિહની સભાના અધિકારી વર્ગનું ચિત્રણ કર્યું છે. ૧૧ “ સૌભાગ્યમહદયમ”ને પણું ગુજરાતીમાં અનુવાદ થયે છે. ગુજરાતીમાં આ અનુવાદ દેવશંકર ભટ્ટ દ્વારા થયેલ છે. ૧૭
ઈન્દ્રિયસંવાદ'માં લેખકે ઈન્દ્રને સંબંધરૂપે નિરૂપી છે. સંવાદે એવી રીતે આલેખાયા છે કે ભાવક નાટકને કુતૂહલપૂર્વક વાંચયે જાય છે. દા. ત. બુદ્ધિ-વિદ્યાને સંવાદ.૧૮
નાટકને હેતુ લેખક રાજ્યાશ્રયે હૈવાથી સર્વ પ્રકારે રાજાને ખુશ કરવાનું છે. નાટકમાં જે કંઈ બને છે તે રાજાને લીધે, દા. ત. “ રાજા વિજયસિંહના હર્ષ માટે પહેલા મુનિને નમીને ઇન્દ્રયસંવાદ નામનું નાટક સારી રીતે વિસ્તારાય છે.” અનુવાદકે ભાષાનું સ્તર પ્રમાણમાં ઠીક ઠીક જાળવ્યું છે. છતાં ક્યાંક કયાંક પ્રાદેશિક શબ્દો ડેકાઈ જાય છે. જેવા કે મુને, પઈ સે, બાયડી, હુંશિયાર વગેરે.
આ પ્રકારનાં નાટકો દ્વારા આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન સમાજ સમક્ષ રજૂ કરવાના પ્રયત્ન આ સમયગાળામાં કેટલાક નાટયકારે એ કર્યો છે. અહીં પણ રાજ્યાશ્રયે રહેવાથી દારિદ્રવ્ય ટાળી શકાય એ પ્રધાન મુદ્દો સ્થળ બની જાય છે. ઘણા નાટયકારોએ કામ, ક્રોધ, લેભ, મોહ, શ્રદ્ધા, ઘુતિ, દયા જેવા તત્વોને પાત્રોરૂપે પણ આલેખ્યાં છે. અશ્વઘોષ કવિએ પોતાના ' સારિપત્ર ' નાટકમાં બુદ્ધિ, કીતિ, વૃતિ જેવા અવ્યકભાવ માનવીરૂપે ચિત્રિત કર્યા એવું બતાવાયું છે. આ લાક્ષણિક વનપદ્ધતિ લગભગ વેદકાળ જેટલી જૂની છે. ૧૯ ભદ્રાયુર્વિજયમ :
- ઈ. સ. ૧૮૪૩માં મોરબીમાં જન્મેલા શ્રી શંકરલાલ માહેશ્વર એક સારા નાટયકાર હતા. સંસ્કૃતમાં પ્રકાશિત થયેલાં છ સમૃદ્ધ નાટકો તેમણે આપ્યાં છે૨૦ અને બધાં જ અનુવાદિત . - ભદ્રાયુવિજયમ, એમની પ્રથમ નાટયકતિ છે. મૂળ સંસ્કૃત નાટકની યના અને અનુવાદ ઈ. સ. ૧૯૦૩માં થયેલ છે. નાટકના અનુવાદનું પ્રકાશન એમના કવિપુત્ર શ્રી ખેલશંકર શંકરલાલ ભટ્ટે ઈ. સ. ૧૯૧૬માં મોરબીથી કર્યું છે.
૧૬ ડૉ. શ્રીધર વણેકર કૃત “અર્વાચીન સંસ્કૃત સા.નો ઇતિહાસ”-અનુવાદક, રાવળ અનંતરાય છે. અને લેલે વિજ્યા એન, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા, ૧૯૯૨, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૬૪.
૧૭ . આર. પી. મહેતા દ્વારા “સૌભાગ્યમહદયમ” નાટકને અનુવાદ થયાની મૌખિક માહિતી પ્રાપ્ત થયેલ જેની સાભાર નોંધ લઉં છું.
૧૮ ‘ઈન્દ્રિયસંવાદ', પૃ. ૨૫-૨૬. ૧૯ * અવૉચીન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ', પૃ. ૧૬૩. - ૨૦ શંકરલાલ માહેશ્વર ભટ્ટના નાટકો વિશેની સધળી માહિતી-ગુજરાતના સંસ્કૃત નાયકારે'છે. વાસુદેવ પાઠકના પુસ્તકમાંથી લીધી છે.
For Private and Personal Use Only