SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપસ્વી , નાદી સૂચવે છે કે, ગુજરાતમાં મહિલપુર પાટણ મુકામે પાટલિપુત્ર, ઉજજયની, ગિરનગર, વલભી અને શ્રીમાળની પરંપરાઓ સચવાઈ હતી. સેલંકીયુગમાં, ખાસ કરીને જયસિંહદેવ સિદ્ધરાજને અને કુમારપાળના સમયમાં પાટણ અગત્યનું સંસ્કારવિદ્યા-ધામ બનતું જોવા મળે છે. આ યુગની સાસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખાસ તે એ જોવા મળે છે કે, બ્રાહ્મણે, જૈન સાધુઓ, સામાન્ય નગરજને અને શ્રેષ્ઠી વહેપારીએ સાહિત્ય સર્જનના કાર્યમાં એકસરખા ફાળો આપતા જોવા મળે છે. પ્રો. પરીખે તથા પ્રો. સી. ડી. દલાલે ( પાર્થ પરાક્રમત્યાગ ', G. 0, S. આવૃત્તિની પ્રસ્તાવના ) ગુજરાતની સંસ્કૃત નાટયરચનાઓની નેધ કરી છે. આપણે આ નાટયવારસાનાં કેટલાંક વધારાના વિશેષ લક્ષણે જોઈશું. ગુજરાતમાં બહુણે અર્ધ-ઐતિહાસિક મૂલ્યવાળી ‘ કર્ણસુન્દરી' નાટિકા રચી છે. ચાલુકયનરેશ કર્ણદેવ રોલેકયમલ્લનાં કર્ણાટનરેશ જયકેશીની દીકરી મયણલદેવી સાથેના વિવાહનું કથાવસ્તુ આ કૃતિમાં જોવા મળે છે. ચન્દ્રાવતીના રાજા ધારાવર્ષના અનુજ, તે શોધવલના દીકરા પ્રહલાદનદેવે “પાર્થ પરાક્રમભાગ 'ની રચના કરી છે. એમને ઉલેખ સેમેશ્વરે પણ કર્યો છે. આમાં કથાવતું મહાભારત ઉપર આધારિત છે, પણ જયસિંહસુ-વિરચિત ' હમીરમદમદન ' તે ચાખું એતિહાસિક કથાવસ્તુ ધરાવે છે. ગુજરાતમાં મુસલમાનોની ચડાઈ કેવી રીતે ખાળવામાં આવી એ વિગત અહીં કથાવસ્તુમાં વણી લેવાઈ છે. વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની ઇચ્છાથી આ કૃતિને પ્રયોગ ખંભાતમાં થયેલ હતું. આ કૃતિના રચયિતા વીરસૂરિના શિષ્ય હતા અને પિતે ભરૂચના જૈનમંદિરના મુનીવર હતા (સંવત, ૧૨૭૬, વિ. ). આ જ રીતે “ગંગાદાસ પ્રતાપ-વિલાસ ” પણું ગુજરાતના મુસ્લિમ રાજ્યકાળની કૃતિ છે. “હમિરમદમન' મુસિલમ શાસનકાળની પૂર્વેની કતિ છે અને તેમાં દિલ્હીથી રાજયકર્તાઓ જે ચડાઈએ લાવતા તેને ખાળવાની વાત વણાઇ છે. પ્રસ્તુત કરતમાં સાબરમતી નદીનાં સુંદર શબ્દચિત્રો પણ આલેખાયાં છે. પ્રહલાદનને પાર્થપરાક્રમવાયેગની માફક મોક્ષાદિત્યરચિત ભીમવિક્રમભાગ પણ નોંધ પાત્ર છે, અને તેનું કથાવસ્તુ પણ મહાભારત ઉપર આધારિત છે. આ કૃતિમાં ભીમે જરાસવધ કર્યો તે વિગત અપાઈ છે. કે. સી. ડી. દલાલે આ કતિને “ભીમપરાક્રમ” એ નામ ઉલેખ કર્યો છે એ ક્ષતિપૂર્ણ છે એવો ઉલ્લેખ છે. ઉમાકાન્ત શાહે–G 0 s આવૃત્તિ, નં. ૧૦૫-માં કર્યો છે. “ પ્રબુદ્ધરહિય' રામભદ્રમુનિની કૃતિ છે. તે અને યશશ્ચન્દ્રનું ' મુદ્રિતકુમૃદયદ્ર ” અર્ધ–ઐતિહાસિક કથાવસ્તુ ધરાવે છે. “ પ્રબુદ્ધરૌહિણેય ’માં રૌહિય નામે ડાકુ અધ્યાત્મદષ્ટિએ ઊંચે જીવ કેવી રીતે બને તે વિગત છે. આ નાટક વિ. સં. ૧૨૪રમાં યુગાદિદેવના પૌત્યમાં ભજવાયું હતું. આ પૌત્ય યશવીર અને અજયપાલે બંધાવ્યું હતું. ચાહમાન રાજા સમરસિહના સભારત્ન પાર્ધચન્દ્રના યશવીર અને અજયપાલ બે પુત્રો હતા. ‘મુકિતકુમુદચન્દ્ર”માં કુમુદચન્દ્રના પરાજયની વાત આવે છે. તેના રચયિતા યશશ્ચન્દ્ર પદ્મચન્દ્રના પુત્ર અને ધનદેવના પૌત્ર હતા. જયસિંહદેવ સિદ્ધરાજ (. સ. ૧૦૯૪-ઈ. સ. ૧૧૪૨ )ને રાજ્યમાં એક શાસ્ત્રીચર્ચા તાંબર For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy