SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છાયાશાકુન્તલમ-એક આસ્વાદ હતું શું, ના જ, મન મહીં કશે મેહ પ્રબળ હત જાગે ત્યારે પરિચય પ્રિયાને ભૂલવતા, સત્તા તેથી તે કી હદયે દીન વદને ઊભેલી વ્હાલીને, વિધિ અકળ કે, મેં ગણી નહીં. (૩૧) જ્યારે અનસૂયા સખીના દુઃખે કઠોર બનીને કહે છે, દેવ, સુવાળsfસ . તો સામે શકુન્તલાને પ્રતિભાવ છે–ત્વમેવ તાવ સંવૃત્તા સ્પષ્ટ જ છે કે અહીં વાસંતી-રામ અને છાવાસીતાના વાર્તાલાપોના ઢાળામાં જ સંવાદે ગોઠવાયા છે. અનુતાપના અગ્નિથી પ્રજવલિત દુષ્યતના મુખમાં આત્મભટ્સના ઉદ્દગાર લેખકે મૂકે છે તે ખરેખર મર્મસ્પર્શ છે. જએहा शकुन्तले क्वासि । अथवा स्वथं पादक्षुण्णा शिशिरमणिमुक्तावलिरिव स्वयं प्रक्षिप्तेव ज्वलदनलमध्ये कमलिनी । अनास्वाद्योत्सृष्टा स्वयमिव सुधा पङ्कनिकरे मयैव त्यक्ता त्वं कथमसि सुलभ्या प्रियतमे ।। ३४ ।। છે. નાણાવટીએ કરેલો અનુવાદ કોઈ એ “ સ્વંય શીળી મોતી તણી સર પગે મેં જ કચરી દીધી ફેંકી જાતે કમલિની ધધૂખ્યા અનલમાં, હશેટી મેં પંકે દીધું અમૃત માયા વિણુ સ્વયમ ત્યજી જાતે જેને, સુલભ ક્યમ હૈ તું પ્રિયતમે ” ! (૩૪) અહીં જ કે અનુવાદ શિખરિણી છંદમાં લઘુગુરની છૂટ લીધી છે, પરંતુ પદ્યાનુવાદ ભાવાનુરૂપ, સુંદર છે. - પછી શાપનું વૃત્તાંત જાણુના એકમાત્ર વ્યક્તિ પ્રિયંવદાને પ્રવેશ થાય છે. રાજા શક્રાવતારના માછી દ્વારા મળેલી વીંટીના દર્શનથી દુષ્યતને શકુન્તલાનું સ્મરણ થયું તેમ પ્રિયંવદા જણાવે છે. આમ પ્રિયંવદા દુર્વાસાના શાપની- નાટિકાની યોજના પ્રમાણે એકમાત્ર સાક્ષી હતી. સ્વાભાવિક રીતે જ અનસૂયાને (અને આપણને પણ છે પ્રશ્ન થાય કે આ વાત તેણે અનસૂયાને કેમ ન કહી ? પ્રિયંવદાને જવાબ છે, “જ્ઞોનિવર્સરાવૈતવારિતમા’ અનસૂયાને દુ:ખ ન થાય એટલા માટે જ આ વાત ગુપ્ત રાખી. મને લાગે છે કે અનસૂયાને-અને આપણને પણ આટલા ખુલાસાથી સંતોષ ન થાય. શકુન્તલાના પ્રણય અને વિભ્રંભકથાના પ્રિયંવદા-અનસૂયા ઉભય સાક્ષી છે, વળી પ્રિયંવદા કરતાં ય અનસૂયા કંઈક વિશેષ ગંભીર અને પ્રગલભ છે, તો એને કેમ ન કહ્યું ? ગમે તેમ પણ લેખકે આવું કંઈક તો જવું પડે એમ તે હતું જ. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy