________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
નાના ભાડનભરી
કરવા ધારે છે તે જ સમાજનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો મોટેભાગે તે બીબાંઢાળ સ્વરૂપે અહીં આલેખાયાં છે
નાયક-નાયિકા વચને દઢમલ, ઉદાન પ્રેમ એક દશ્યમાં અહીં આલેખાય છે, એની આદશ વિભાવને ભવભૂતિ-નાનાલાલ જેવા પુરોગામીઓના અનુકરણરૂપે રજૂ થઈ છે, પણ અહીં તે પ્રેમ રૂઢભંગ માટેના એક સાધનરૂપે નિરૂપ ગુ પામ્યો છે. નાયક અને નાયકાના મૃત્યુના કાર ગુરૂપે એ પ્રેમ ની તીવ્ર ના નાટકને ઉપકારક નીવડે છે. એ પ્રેમને લીધે જ બંને ! અર્પણ કરે છે અને જાણે મૃત્યુ દ્વારા સમાજને દિશા સૂચન કરે છે ! એ વા ઉત્કટ, ઊંડા પ્રેમને કરુગુ અંત કુરૂઢિ બને કારણે સર્જાયે છે તેથી એ કુરૂઢિનાં બંધનમાંથી મુક્ત થવું જ રહ્યું એ સદેશે નાટક માંથી ફાલત થાય છે, પરંતુ તે સ્પષ્ટપણે કહેવત છેવાથી નાટક પ્રચારલક્ષી સાહિત્ય બને છે.
ટ્રેજડી-કરુણનિકાનું સાહિત્યસ્વરૂપ સિદ્ધ થવાની શકયતા આ નાટકના વિષયવસ્તુમાં રહેલી છે પણ વિષમરિયમ્ ને ટ્રેજડી કહી શકાય તેમ નથી. વિધિને ઉલેખ અહીં વારંવાર થાય છે. પણ ગ્રીક ટ્રેજડીમાં વિધિ જે રીતે નાયકને જીવનમાં કરુણતા સર્જનારું નિમિત્ત બને તેવા અર્થમાં વિધિ મનહરના મૃત્યુનું કારણ નથી. એક આશ્વાસક પરિબળરૂપે-ફિલસૂફી તરીક-વિધિને ઉલ્લેખ થાય છે. નાયકની પોતાની કોઈ નબળાઈને કારણે પણ તેનું મૃત્યુ થતું નથી. એરિસ્ટોટલના કહેવા મુજબ ભાવકપક્ષે કરુણુ અને ભયની લાગણીઓનું વિરેચનCatharsis કરાવવા માં નાટક સફળ થતું નથી શેકસપિરિયન ટ્રેજેડીમાં બને છે તે પ્રમાણે નાયકનું તેના જીવનમાં ઉદ્દભવેલી પરિસ્થિતિ ઉપર અને સંજોગો ઉપર નિયંત્રણ ન રહેતાં તેનું પતન થાય એવું પણ અહીં બનતું નથી. અહીં લાવણ્યવતીના મૃત્યુ પછી ઉભવેલા સંજોગો મનહરના નિયંત્રણની બહાર છે એવું ન કહી શકાય. વાસ્તવમાં તે પ્રિયતમાના મૃત્યુને બદલો સામાજિક પરિવર્તન આણીને લઈ શકાય એવી સંભવિતતા એની સામે પડેલી છે. તેથી આ નાટકને શેકસપિરિયન ટ્રેજેડીની કક્ષામાં પણ મૂકી શકાય તેમ નથી.
જે , શેક્સપિયરનાં નાટકોને પ્રભાવ આ નાટકમાં દેખાય છે ખરા. પાંચ અંકો એક અંકમાં એકથી વધુ દ, ભાવાભિવ્યકિત માટે લાંબી ઉકિતઓ, શૈલી અને પાત્રાલેખનમાં નાટયકાર એ નાટકાની અસર ઝીલે છે. સુંદરદાસ લેડી મેકબેથની જેમ વિષપ્રયોગનું કૃર કમ કરવા માટે અનિષ્ટ શક્તિ પાસેથી વિચારશન્યતા, કઠોરતા વગેરેની યાચના કરે છે. દુઃશીલા એ જ પાત્રની જેમ સુંદરદાસને પિતાના મનેભાનું સંવરણ કરવાની સલાહ આપે છે. આ બંને પાત્રોના શબ્દો અને “મેકબેથ' નાટકમાં આવતા સંવાદ વચ્ચે ઘણું સા ખ્ય છે અને છતા સમગ્ર નાટક મિજાજ અને વાતાવરણ શેકસપિરિયન ટ્રેજેડીનાં નથી.
ઓગણીસમી સદીના અંત ભાગમાં પ્રકાશિત થયેલા શ્રી રણછોડભાઈ ઉદયરામને “લલિતાદુઃખદર્શક' સાથે આ નાટકની તુલના થઈ શકે તેમ છે. નાની વયમાં કન્યાને પરણાવી દેવાની પ્રથાનાં અનિષ્ટકારી પરિણામો દર્શાવીને સમાજમાં સુધારણા પ્રેરવાના ઉદ્દેશથી તે રચાયેલું. લગભગ એ શી વર્ષો પહેલાં સ્વ. ગોવિન્દ બલાળ દેવળે રચેલાં ‘શારદા ” નામના
For Private and Personal Use Only