SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ આર. પી. મહેતા સંકલ્પનાઓ-આ બધાં માનસિક અને બૌદ્ધિક તને મૂર્ત અને જીવન્ત વ્યક્તિનાં રૂપમાં કલ્પીને તેમનું નાટયગત પાત્રોનાં રૂપમાં પ્રસ્તુતીકરણ રૂ૫કનાટકમાં હોય છે. આવાં પાત્રો રૂપકપાત્રોને નામે ઓળખાય છે. આ પ્રાણીમાં સહેજ જુદાં પડનાં નાટકો અર્ધરૂપક નાટકે છે. તેમાં જીવંત વ્યકિતઓ પણ પાત્રરૂપે આવે છે. આ નાટક અર્ધરૂપક નાટક છે. આ નાટકમાં કલિ અને શ્રદ્ધા પારારૂપે છે; તેમ વલ્લભ, વિઠ્ઠલ અને મવ આચાર્યો પણ છે, પરંતુ આ નાટકનું મહત્ત્વ બીજી રીતે પણ છે. નાટયકારે પોતાના સમયમાં જૈન, બૌદ્ધ અને વિશેષતઃ વૈષ્ણવ સમાજમાં જે અનાયાર ફેલાયેલો હતો તેનું નિરૂપણ કરીને તેની નિઃસારતા દર્શાવી છે. મુહસીન ફાનીએ ૧૧ સત્તરમી સદીના મધ્યભાગમાં લખ્યું હતું (દબીસ્વાન-ઉલ-મઝહબ, વોટર હુને પબ્લીકેશન, વોશિંગ્ટન, ૧૯૦૧, પૃ. ૨૬૨ ) કે વૈષ્ણવો પોતાના આચાર્યને પત્નીઓ સાંપવાનું પ્રશંસનીય સમજે છે. આ સંદર્ભમાં સ્વ. ડે. બી. બી. મઝુમદારે ૧૨ આ નાટકને ઉલ્લેખ કર્યો છે. આ નાટકમાંના એક પદ્ય ( ૧.૪૫)નું એમણે અંગ્રેજી ભાષાન્તર આપ્યું છે. ૧૩ શ્રી કરસનદાસ મૂળજીએ પિતાના “ સત્યપ્રકાશ 'ના ૨૧ ઓકટોબર, ૧૮૬૦ના અંકમાં ભુવ મહારાજની ટીકા કરી હતી. તેમાં જદુનાથજીને ઉલેખ કરેલે. આથી મે ૧૮૬૧માં મુંબઇની સુપ્રિમકોર્ટમાં મહારાજે રૂ. ૫૦૦૦૦ને બદનક્ષીને દાવો દાખલ કર્યો. ૨૫ જાન્યુ. ૧૮૬૨ થી ૪૦ દિવસ સુધી આ મહારાજા લાયબલ સબ૪ ચા. ચુકાદે કરસનદાસની તરફેણમાં આવ્યું. કાર્યવાહી દરમિયાન કરસનદાસને પક્ષે નાટકનાં આ પુસ્તકને અદાલતમાં રજુ કરવામાં આવ્યું હતું અને પિતાની જુબાનીમાં રેવન્ડ ડૉકટર ન વિલસને ૫ આ નાટકમાંથી ત્રણથી ચાર અવતરણે સમાવિષ્ટ કર્યા હતાં. નાટકમાં વ્યાકરણની કે વૃત્ત (છંદા )ની ક્ષતિ છે. નાટક પારંપરિક સ્વરૂપનું પૂર્ણતઃ નિર્વહણ કરતું નથી. મહત્ત્વ એટલું જ છે કે એ પોતાના સમયની સામાજિક સ્થિતિને દસ્તાવેજ છે. સાંપ્રતકાળમાં આ સામાજિક સંદર્ભ અપ્રસ્તુત છે; પરંતુ તેથી નાટકનું પિતાની રીતનું મહત્ત્વ અનુપેક્ષણય છે. 11-12 Majumdar-Mughal, P. 649. १३ यत्पादुकापूजनधर्ममुख्यो सुतास्नुषादारसमर्पणं च । न पूजनं ब्राह्मण वैदिकानां नैवातिथि श्राद्धव्रतोपवासा: ॥ ૧૪ શાસ્ત્રી-બ્રિટિશકાલ, પૃ. ૪૭૪. રાજગોર ( ડો. ) (શવપ્રસાદ–અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૪, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૦૦. ૧૫ બહ્મર્ષિ-પાખંડ પ્રસ્તાવના, ૫, ૩, For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy