SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ શંકરલાલનું શ્રીકૃષ્ણચન્દ્રાક્યુદય-એક અભ્યાસ ૨૧ રાણીઓ જાગી જાગીને એક બીજાને શ્રી કૃષ્ણ વિષે પૃચ્છા કરે છે. પણ કોઈ જાણતું નથી. તેથી કેઇ રાણી અટકળ કરે છે કે માતા-પિતાના દર્શને ગયા હશે. તે કઈ કહે છે રાધા પાસે ગયા હશે. આમ અટકળોમાં જ ફિમણી અને સત્યભામાને વિવાદ થાય છે. આ વિવાદ વધે તે પહેલા જ બવતી રસ્તે કાઢે છે. અને બધી જ રાણી ઓ કરે રચેલાં શિવચરત્રનાં ભી તચિત્રો જોવામાં મસ બને છે. ત્યાં નારદ પ્રવેશે છે. નારદને બધી જ રાણીઓ શ્રીકૃષ્ણ વિશે પૂછે છે. તેટલામાં શ્રી કઠણ પતે આવે છે અને જણાવે છે કે આજે શિવરાત્રિ હોવાથી હું બધાં જ શિવલિંગની પૂજા કરવા ગયા હતા અને પ્રભાસક્ષેત્રમાં સ્થાપિત સે મનાથ શિવલિંગની પૂજા કરી, બ્રાહ્મણે પાસે મહારૂદ્રી કરાવીને આવ્યું. નારદ પોતાના આગમનને હેતુ જણાવે છે કે એક પત્નીવાળા પણ થાકીને સંન્યાસ લે છે ત્યારે તમે સોળહજાર સ્ત્રીઓ સાથે શી રીતે ગૃહસ્થાશ્રમ ચલાવો છે તે જાણવા આવ્યો છું. ઉત્તરમાં કૃષ્ણ કહે છે: મારે બધી જ પત્નીઓ સમાન છે. નારદ રાણીઓને પૂછે છે. રાણીઓ પણ કૃષ્ણના ઉત્તરને સમર્થન આપે છે. કલહપ્રિયનારદ આખાબોલી અને કડવી સત્યભામાને ઉકરે છે. એટલે સત્યભામા કહે છેઃ અમારી પાસે બધું છે. પણ એક સંતાનની ખેટ છે. ત્યારે બધી જ રાણીઓ આડકતરી રીતે તે વાતને સમર્થન આપે છે. કૃષ્ણ કહે છે : આના ઉપાયની બાબતમાં તમારે એ મને સાથ આપવો પડશે. બધી રાણીઓ સંમત થાય છે ત્યારે કૃષ્ણ જણાવે છે કે મારે આ માટે શિવનું તપ કરવા વનમાં જવું પડશે. રાણીઓ કૃષ્ણને વિરહ વડવા તૈયાર નથી પણ અંતે નારદની સમજાવટથી સંમતિ આપે છે. અંકના અંતમાં શ્રીકૃષ્ણના કહેવાથી બધી જ રાણીઓ મહાશિવરાત્રિના વતનું અનુષ્ઠાન કરે છે અને કૃષ્ણ પોતે શિવપૂજા માટે જાય ત્યારે નારદે દ્વારકામાં રહેવું તેવું વચન તેમની પાસેથી લઈ લે છે. અંક બીજાની શરૂઆતમાં શિશુપાલ અને મંત્રી દંતવક્રના સંવાદમાં શ્રી નું પ્રત્યને ૬ રજ થાય છે. શિશુપાલ કહે છે કે પછી બળવાળે ગોપબાળ વાસુદેવ, જરાસંધ વગેરે મારા બળવાન મિત્રોથી રક્ષાયેલી રૂફિમણીને ભદ્રકાલી મંદિર પાસેથી એકલો હોવા છતાં હરણ કરી ગયા. ત્યારે દંતવક્ર તેને આશ્વાસન આપે છે. ત્યાં જ દ્વારપાળ સાથે ઝધડે કરતો બ્રહ્મચારી ધસી આવે છે. એ ગુપ્ત વેશમાં વાસુદેવને વેરી રાજ શમ્બર છે. શબર કહે છે કે યાદવકુળનું રહસ્ય જાણવા તેણે આ વેશ લીધેલ. આ વેશે તે યાદવોના ગુરુ ગર્ગાચાર્યને શિષ્ય બની સેવાથી તેમને પુત્ર સમાન પ્રેમ પામી, ગુરુ સાથે જ રહેતો. એકવાર ગુરુ સાથે વાસુદેવને ત્યાં ગયો. વસુદેવે ગુરુને પુત્ર ન હોવાની વાત જણાવી અને તેને ઉપાય પૂ. ગયાયે તે માટે રૂદ્રને જાપ કરવાનું તેમજ શ્રી કઠણને વનમાં જઈ જ શિવની આરાધના, રુદ્રાભિષેક અને સહસ્ત્ર કમળની પૂજા કરવા જણાવ્યું. શબરે ગુરુને આ તપ કૃષ્ણ માટે દુષ્કર છે, કોઈક સરળ ઉપાય બતાવે એમ કહેતાં ગુરુ તેને અસર તરીકે ઓળખી ગયા. તેથી તેમના શાપથી બચવા છટકી આવીને આ સમાચાર શિશપાલને આપવા આવ્યું છે. શિશુપાલ ખુશ થાય છે. અને શમ્બરને શ્રીકૃષ્ણને તપભંગ કરવા જણાવે છે અને એમ ન થાય તે રુકિમણીને જન્મેલ બાળકને ચેરી લેવા જણાવે છે. ત્યાર પછી વાસુદેવદેવકી તેમને પ્રણામ કરવા આવેલાં રાણીઓ અને કૃષ્ણને ગર્ગાચા સંતાન પ્રાપ્તિ માટે બતાવેલા માર્ગની વાત કરે છે. તે જ વખતે તપ માટે અત્યારે સારામાં સારું મૂહુર્તા છે તેમ કહી શ્રીકૃષ્ણ વનમાં જવાની અનુમતિ લઈ નીકળી જાય છે. વાસુદેવ દેવકી પણ શિવની આરાધના કરવા જાય છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy