________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિચંડ બનનાટકમ-ગુજરાતનું એક અપ્રકાશિત પ્રહસન
બીજ અંકની શરૂઆતમાં માર્કનીકર (ઝાડૂવાળા) કહે છે. પુનઃ પુર માર્ગનેન જૂદા કૃતઃ | (હાથ ધસાઈ ગયો). તે વન્દ્રિઃ આંક તઋતુ . ( તારી બુદ્ધિ તારી પાસે રાખ) ચોથે અંક. મકવન / તેનુ નિ નિતાત જૂથો વિતમ્ | અંક પાંચ.
તે સમયે આમ સમાજમાં દેખાતી કેટલીક માન્યતાઓ પર કવિએ ધ્યાન દોર્યું છે. દા. ત. શ્રીગેડ બ્રાહ્મણને ધરે કન્યા ન આપવી (અંક પહેલો).
दारान् दत्त्वा ग्रामसर्वस्वं हृत्वा रजनीयो राजा કથrser fથતિઃ ઢાં સ્થાન ) ( અંક બીજે)
સંસ્કૃતમાં પ્રહસન લખવા માટે જે ભાષાકીય સામગ્રી કવ પાસે હોવી જોઈએ તે આપણા કવિમાં પણ દેખાય છે. એમની ભાષા સરળ, સુલભ, પ્રવાહી અને સ્વભાવોક્તિ અલંકારના દાખલાઓથી ભરપૂર છે. કોઈવાર માનિતા, અષ્ટાર્જમતા એવા અપશબ્દ, ગાળાના પ્રયોગથી વક્તાની સહજ ટેવને ઉઘાડી પાડવામાં આવી છે. શુભનિવૃત્ત, અશુભપ્રાપ્તિ, અસ્વસ્તિ બ્રુવતુ નઃ, જેવા પ્રયોગથી પ્રહસનનું વાતાવરણ ઊભું થાય છે. આમાં પરસ્પર નિન્દા , આત્મશ્લાઘા, લુબ્ધતા કે હવસ વગેરે બ્રાહ્મણોના ગુણવિશેષ ઉપર પણ કવિ નિર્દેશ કરીને હાસ્યરસ નિર્માણ કરે છે. બ્રાહ્મણની વિડંબના તેમની પત્નીઓને વિલાપ વગેરેમાં કરુણરસનું દર્શન થાય છે. મોગલના વર્ણનમાં તેમની ક્રૂરતા, લાધા વગેરે પણ સારી રીતે પ્રભાવ પાડે છે. નવાજવયા તરાપૂરળમ્ અને કાર્ય વિનાથં વિશે યથા તો ન મવતિ વગેરે સુભાષિત જેવાં વાકયોથી યથાર્થતાનું દર્શન થાય છે.
નાટક અને કર્તા :
વિવડરબન એ પ્રહસન છે નાં કવિ-લેખક એને નાટક તરીકે સંબોધે છે. આ નાટકની ફકત એક જ હસ્તપ્રત અત્યારસુધી મળી છે. અને કા. ૨૮. એ ક્રમાંક ધરાવતી આ હસ્તપ્રત અ.સૌ. ડાહીલક્ષમી લાયબ્રેરી, નડિયાદમાં સચવાયેલી છે. એના નવ પાનાં છે. અને પ્રત્યેક પાન ઉપર નવ લીટીઓ છે. દરેક લીટીમાં ૪૮ થી પર અક્ષરે છે. આ અપ્રકાશિત હસ્તપ્રતનું મા૫ ૨૨.૫ X ૯.૫ સેંટીમીટર છે.
નાટકની શરૂઆતમાં કવિ પોતાને પરિચય આપતા કહે છે કે-ગુજ૨ાજયમાં સ્તંભતીર્થનગરમાં સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણના કુળમાં જન્મેલા કિકા વ્યાસના પુત્ર સદાનંદ એ આ નાટકના કર્તા છે. બ્રાહ્મણની નિંદાથી જે દોષ ઉત્પન્ન થાય છે તે સ્વામીને જણાવવા માટે અને આર્યોની શુદ્ધિની ઇચ્છા મનમાં ધારીને, મ્લેચ્છ લોકેએ કરેલી બ્રાહ્મણની વિડંબના જોઈને જ આ વિપ્રવિડમ્બન નામના નાટકની રચના કરી છે. આ નાટકના પ્રયોગથી અમારનાથ નામના મોગલ સરકારની અમારા ઉપર કૃપાદષ્ટી થશે એવી એમની ઈચ્છા છે. આ નાટક ભજવવાનું આ એકમાત્ર પ્રયોજન છે. અન્ય કોઈપણ માહિતી, એમને સમય, અન્ય કતિઓ વગેરે કવિએ આપેલ નથી. પણ આ નાટકના અવલોકનથી
For Private and Personal Use Only