________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાવતી એના
વૃત્તિને પણ પ્રયોજે છે. જેમ કે નાટકના અંતે જ્યારે વસ્તુપાલે શંખ ઉપર જીત મેળવી અને દેવી એકલવીરની સ્તુતિ કરવામાં આવી તે પ્રસંગે નૃત્ય કરતી બાળાઓનાં હાવભાવમાં આ કેશિકીવૃત્તિને વેગ જોવા મળે છે. વારંવાર પ્રયોજાયેલા અલંકારો જેવા કે ઉપમા, સંદેહ, પરિકર, સ્વભાક્તિ , ઉપ્રેક્ષા ૧૧ અને કલેષ વગેરે કવિનું સાહિત્યિક કૌશલ્ય દાખવે છે. શ્રીમઋતુ, સૂર્ય અને બપોરના સમયના કુદરતી સૌંદર્યનું વર્ણન યુદ્ધની ભયાનકતાને સૂચવે છે.૧૩ લેખક દ્વારા કરાયેલા પ્રાકત શબ્દ ‘ફેરક ફેકને ઉપગ આધુનિક ગુજરાતી “ફરી ફરી 'ના સમાનાથે પ્રયોજાયો છે. આ મહત્વની બાબત નોંધનીય છે. નાટકના અંતે શ્રેષ્ઠી દ્વારા ભરવાકય બોલવામાં આવે છે. અહીં માટકના નાયકને બદલે કોઠીને મહત્ત્વ અપાયું છે.
કવિ હરિહર વ્યાયેગના બધાં જ લક્ષણોને અનુસર્યા છે અને અમુક જગ્યાએ ખૂબ જ કુશળતાપૂર્વક જરૂરી જણાય ત્યાં છૂટછાટ પણ લીધી છે. દરેક જગ્યાએ એમની કુશળતા દેખાય છે. જેમ કે સાહિત્યિક ગુણ હોય કે ભાષા ઉપરનું પ્રભુત્વ હોય કે પાત્રનું ચરિત્રચિત્રણ કરવાનું હોય. વસંત પાલના પાત્રની વિશેષતા એ છે કે એમને “શંખપાલને પરાભવ કર્યો કે જે વિરુદ્ધ પક્ષનું મહત્વનું પાત્ર હતું. છતાં એને બધે વશ એ રાજા વીરધવલને આપે.૧૪ તત્કાલીન સમયમાં એક મહત્ત્વની વ્યક્તિ હોવા છતાં વસ્તુપાલ એક ઉદાર ચરિત્ર ધરાવતા હતા. એના આ પ્રકારના વ્યક્તિત્વ પર કવિશ્રી ભાર મૂકે છે. પ્રતિનાયકના પરાક્રમ વિશે કવિ દ્વારા ઘણીવખત વખાણ કરવામાં આવ્યા છે, અને આ દ્વારા તેઓ પિતાના નાયકની શક્તિ પર પ્રકાશ પાડે છે, કવિની વર્ણનશકિત પણ નોંધપાત્ર છે. ક્રોધિત વસંતપાલનું કવિ દ્વારા કરાયેલું વર્ણન પણ પ્રતિકાત્મક છે :
तावद् वीरा धीरा यावन्न प्रकटयन्ति युधि रोषम् । प्रकटितरुवाममीषां शरे दासः स कीनाशः ॥ ६१॥
प्राप्ते प्रथिनां सैन्ये दैन्ये यः पुनरथिनाम् । असूनां च वशूनां च न धत्ते गणनामपि ।। १० ।।
નાટકમાં વારંવાર ભલેષને પ્રયોગ કરીને હરિહર પિતાની કુશળતા પૂરવાર કરે છે. જેમ કે નાટકના પ્રારંભમાં શંખને અવાજ સાંભળીને નટીએ કારણ પૂછ્યું તે ન જવાબ આપે.
“सिन्धुराजसम्भवस्यापि शङ्खस्य सर्वजनसिद्धौ ध्वनिरपझ्यते " તેઓ સિંધરાજ શબ્દનો પ્રયોગ બે રીતે કરે છે. નામ તરીકે અને તેની વૃત્તિના અર્થમાં. સમાનાર્થી શબ્દોને પ્રયોગ ખાસ અર્થમાં કરીને લેખકે પિતાની વિદ્વત્તા વારંવાર વ્યક્ત
૧૦ પૃ. ૨૦ અને ૩૦ ૧૧ ગ્લૅક નં. ૨૦, ૫, ૬, ૧૮, ૧૯ ૧૨ ગ્લૅક નં. ૬૭ ૧૩ બ્લેક ન', ૨, ૨૬ અને ૨૭ ૧૪ પૂ. ૧૯
For Private and Personal Use Only