SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે નાણાટી રચાયેલું પહેલું નાટક ગણુાવાયું છે. સૂચિ, અલબત્ત, મારા માર્ગદર્શન નીચે જ તેયાર થઈ છે. પણ છેક ગઈ કાલે જ આપણું હમણુ જ દિવંગત થયેલા ધુરંધર નાટ્યવિદ્દ ગોવર્ધન પંચાલને એક તાજેતરના લેખ વાંચતા હતા, તેમાં તેમણે ઈ. સ. ૮૬૮માં રચાયેલા પ્રાકૃત મહામન્ય “ ચઉપન્નમહાપુરિસચય'માં સમાવિષ્ટ શીલાચાર્યવિરચિત “ વિબુધાનન્દ 'ને પ્રથમ નાટક તરીક નિદેશ કર્યો છે. બીજું ઉપલબ્ધ નાટક છે ઈ. સ. ૧૦૭૦મા રચાયેલું કર્ણસુન્દરી'. પછી થોડાક જ સમયમાં આપણને રામચન્દ્રસૂરિ ( ઈ. સ. ૧૯૮૯-૧૧૭૩ ) મળે છે જેમણે નાટક, નાટિકા, પ્રકરણ, વ્યાગ વગેરે વિવિધ પ્રકારમાં અગિયાર નાટક લખ્યાં. ‘નાયદર્પણ'ના લેખક તરીકે સંસ્કૃત નાટકના ક્ષેત્રમાં એમનું સૈદ્ધાંતિક પ્રદાન પણ છે. રામચન્દ્રના સમકાલીન યશશ્ચન્દ્ર (આશરે ૧૫૦ ઇ. સ.) પણ પાંચ નાટકો લખ્યાં જેમાંથી આજે માત્ર એક ‘મુદ્રતકુમુદચન્દ્ર પ્રકરમ 'જ ઉપલબ્ધ છે. રાજા કુમારપાળને રાજ્યમાં યશઃ પાલનું મેહરાજપરાજયમ ' (આ. ૧૧૭૫ ઈ. સ.) રચાયું, પછી ઈ. સ. ૧૪૨૫ આસપાસ ભરૂચના જયસંહ સૂરિનું “હમીરમદમર્દનમ' રચાયું, લગભગ એ જ અરસામાં હવે જાણીતું બનેલું અને ગોવર્ધનભાઈ એ જેને સામર્થ્યપૂર્વક રંગમંચ પર પ્રસ્તુત કર્યું તે ‘પ્રબુદ્ધરહિયમ' રચાયું. હકીકતમાં અત્યારે પણ મધ્યકાળને ગુજરાતમાંથી ૩૦થી ૩૫ જેટલાં સંસ્કૃત નાટક મળે છે, અને કોઈ પણ ધરાશે તપાસતાં એ પ્રદાન નાનું નથી. વળી, આટલા બધા સંસ્કૃત નાટ્યકારામાં પણ ત્રણનું પ્રદાન પ્રત્યેક અનેક સંસ્કૃત નાટકના કર્તા તરીકે ધ્યાનાકર્ષક અને મહત્વનું બની રહે છે. એ ત્રણ છે - આચાર્ય રામચન્દ્રસૂરિ, આચાર્ય શંકરલાલ માહેશ્વર શાસ્ત્રો અને આચાર્ય મૂળશંકર યાજ્ઞિક. આ ત્રણમાંથી દરેકની પિતાની યક્તિક લાક્ષણિકતા છે. કથાનકની પસંદગીમાં આ. રામચન્દ્ર પ્રબળ રીતે પૌરાણિક વલણ ધરાવનાર હતા. શંકરલાલનાં લગભગ બધાં જ નાટક શિવભક્તિ અને કષ્ણભકિત પ્રત્યે સમન્વયાત્મક દષ્ટિબિન્દુ પ્રગટ કરતાં દેખાય છે. મૂળશંકરની નાટ્યવસ્તુની પસંદગીમાં દેશભક્તિની તેમની લાગણીને પ્રભાવ જણાઈ આવે છે. યશશ્ચન્દ્રનું એક જ નાટક મળે છે, પાંચે મળતાં હોત તો ધાર્મિક રાજકીય કથાવસ્તુની માવજત કરવાની એની લાક્ષણિકતા પણ આપણે જાણી શકયા હોત. પરિસંવાદના આજન દરમ્યાન એક મુદ્દો એ પણ ખ્યાન પર આવ્યા કે ગુરુ દતમાં વ્યાગ ના પ્રકાર કીક ઠીક પ્રજા છે. પ્ર. શાન્તિકુમાર પંડ્યા એમના એક વિદ્યાર્થીના ગુજરાતનાં વ્યાયણ નાટક ઉપરના પી. એચ.ડી. માટેના સંશોધનનું માર્ગદર્શન કરી રહ્યા છે. એ મિત્રને પરિસંવાદમાં આમંત્રવાના પ્રયાસ કરી જોયા પણ કદાચ આપણી પ્રત્યાયનની કડીઓ બહુ કાર્યક્ષમ નહીં હોય. તેમ છતાં ગુજરાતમાં વ્યાગ નાટ્યપ્રકાર પ્રત્યે વિશેષ આકર્ષણનું કાઈ કારણ એમને અભ્યાસમાં દેખાઈ આવે છે તે જાચવામાં આપણને જરૂર રસ પડશે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy