SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨વામાપ્રવચન એક બીજો મુદ્દો છે છાયાનાટકના પ્રશ્નને. ઈ. સ. ૭૦૦ આસપાસ આપણને ઉત્તરરામચરિતમ માં છયાસીતાને પ્રસંગ મળે છે અને ૧૯૫૫ આસપાસ આ. શ્રી જે. ટી. પરીખ છાયાશાકુન્તલમ લખે છે. ઈ. સ. ૧૯૦૦ની આજુબાજુના બે-ત્રણ દાયકાઓમાં શંકરલાલ શાસ્ત્રીએ સાતેક નાટકો લખ્યાં અને લગભગ બધાં જ નાટકને એમણે છાયાનાટક તરીકે ઓળખાવ્યાં છે. ઉલલાધરાધવ અને દૂતાંગદને પણ છાયાના દેશ તરીકે ઓળખાવાયાં છે. એમ લાગે છે કે આપણે ત્યાં છાયાનાટકની પરંપરા લગભગ સતત ચાલુ રહી છે. શું છે આ છાયાતત્ત્વ? પાત્રોને સ્વાભાવિક કરતાં કંઈક જુદી રીતે રજૂ કરવાની કોઈ પદ્ધતિ –જેમ કે પાત્રોને ગર્ભાકમાં રજુ કરવાં કે કોઈક જાદુઈ કાચમાં-કોઈક “આશ્ચર્યચૂડામણિમાં રજૂ કરવા, કે રત્નાવલીના જાદુઈ આગના દશ્યની જેમ દેવળ આભાસી ઉપસ્થિતિમાં રજૂ કરવાં? ગુજરાતમાં આ છાયા-તત્ત્વ ઘણું પ્રચલિત અને ઘણું લોકપ્રિય હશે એમ લાગે છે. આશા રાખીએ કે અહીં થનારા વિચારવિમર્શમાં આ મુદ્દા પર કશાક ખરેખર મહત્વને પ્રકાશ પડે. આ નાટકોની ભજવણીના પાસાને પણ પ્રશ્ન રહે છે. અને એવા સંખ્યાબંધ સ્પષ્ટ ઉલ્લેખે પ્રાપ્ત થાય છે જેમાં ઓછામાં ઓછું નવમીથી પંદરમી સદી સુધી તે આ સંસ્કૃત નાટક ભજવાતાં હેવાનાં સ્પષ્ટ પ્રમાણ સાંપડી રહે. પણ આપણી વચ્ચે આજે રંગમંચના એક વિદ્વાન પ્રોફેસર અને પ્રતા છે. માર્કડ ભટ્ટ ઉપસ્થિત છે એટલે આ બાબતમાં હું કઈ પણ બોલું તે ગ્ય નહીં ગણાય. રૂપકોની વાત કરીએ ત્યારે ઉપરૂપને પણ વિચાર કરવો જ પડે. આપણી પ્રાદેશિક લોકકલાનાં કેટલાંક મહત્ત્વનાં સ્વરૂપ ઉપરૂપે સાથે સંકળાયેલાં છે અને આપણી એક બેઠક ખરેખર તે ઉદ્દઘાટનના આ કાર્યક્રમ પછીની પહેલી જ બેઠક–ઉપરૂપને વિશેની છે. છે. ગોવર્ધનભાઈ આપણી વચ્ચે આજે હેત તે એમણે પિતે જેને આપણાં જે સંગીતનાટય સ્વરૂપ-ગેયરૂપકોને The second generation of plays કહ્યા છે તેના ઉપર પ્રકાશ પાડયો હેત. પણ વિધિનું એવું નિર્માણ નહોતું. પરિસંવાદમાં બેઠકની યોજના એવી*વિચારી છે કે એમાંથી ગુજરાતના સંસ્કૃત નાટકોના વિશાળ પટનું એક ઐતિહાસિક કે કાલક્રમિક પરિદૃશ્ય સાંપડી રહે. કાર્યક્રમમાં છાપે છે તે કમ કદાચ પૂરેપૂરો નયે જાળવી શકાય તે પણ, એમાંથી મને લાગે છે કે સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતના આ ક્ષેત્રના મહત્વના પ્રદાન ઉપર યોગ્ય પ્રકાશ પડે એ રીતે પરિસંવાદની યોજના વિચારાઈ છે એટલું તે સ્પષ્ટ થશે. અને એમાં આપ સૌ વિદ્વાન કૃતપરિશ્રમ-અભ્યાસીઓને સહકાર સાંપડશે એવી શ્રદ્ધા છે. આ આપણે સૌનો સંયુક્ત પ્રયાસ છે અને ઈસ્ટટ્યૂટના અમે સૌ-કરીથી કહું છું–માત્ર નિમિત્ત છીએ અને એટલે જ, મારા મિત્ર છે. વાડેકર આભારવિધિ કરશે જ, છતાં, આ જ્ઞાનયજ્ઞમાં અમારી સાથે જોડાવા માટે આપ સૌના પ્રત્યે મારી અંતઃકરણપૂર્વકની કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કર્યા વિના હું રહી શકતું નથી. આપ સૌનું સ્વાગતું. --રાજેન્દ્ર નાણાવટી For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy