________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહલાદનદેવત “પાર્થપરાક્રમવામ': મૂલ્યાંકન
૧૪૫
(૮) મૂળ કથામાં અર્જુન સીધે દુર્યોધન તરફ ધસવા લાગે ત્યારે રખેને પાર્થના પાણીમાં હેડીની જેમ યોધન તણાઈ જાવ એ ડરથી દ્રોણાચાર્યે સર્વને ગાય તથા ધનની પરવા રાખ્યા વિના દુર્યોધનને જ રક્ષવાને આદેશ આપ્યું. અને પોતાના નામની ઘોષણા કરી ખૂબ ચપળતાથી બાણુવર્ધા કરવા માંડી અને શંખ ફૂંક, ગાગેને પાછી વાળી લેવાઈ. બીજી બાજુ આપણા નાટક માં ગાયોની સંભાળ અશ્વત્થ મા અને કપાચાર્ય રાખતા હતા. અર્જુન સાથેના યુદ્ધમાં અશ્વત્થામાં બેભાન થઈ જતાં કપાચાર્ય તેને લઈને જતા રહ્યા અને એ રીતે ગાયોને પાછી મેળવી શકાઈ,
( ૯ ) રૂપકમાં કર્ણને હરાવીને અર્જુન કલેક ૪૭માં તેને કટાક્ષબાણ મારે છે; જ્યારે મૂળ કથામાં તો વિકર્ણને હરાવ્યું અને શત્ર'તપને હર્યો તે પછી કણે તેના ઉપર આક્રમણ કરતાં અજુનને તેની સાથે લડવાનું આવે છે. આ લડાઈમાં કશું બાહુ, જીરુ, મસ્તક, કપાળ અને ડોકમાં ઘાયલ થઈ જાય છે અને તેના રથનાં વિવિધ અંગે પણ ભેદાઈ જાય છે ત્યારે તે નાસી જાય છે ( શ્લોક ૪૯. ૨૧-૨૩).
(૧૦) રૂપકમાં બહુ સરસ પ્રસંગ આવે છે જે મહાભારતમાં નથી જડત. ગાયોને પાછી જીતી લીધી છે અને પોતાનાં પરાક્રમોની સુવાસ વિસ્તાર છે ત્યારે હવે દુર્યોધન ઉપર આક્રમણ કરવાને બદલે પિતે ઘાયલ થાય એ પહેલાં અર્જુને યુદ્ધનું મેદાન છેડીને ચાલ્યા જવું જોઈએ એવો કટાક્ષ ભીમ કરે છે ( લેક ૫૦). અર્જન તેમ કરવાની દૃઢતાથી ના પાડે છે અને તેના કારણુમાં જણાવે છે કે જ્યારે સર્વ વીરોથી વીંટળાયેલા દુર્યોધને લડવાનું શરૂ કરી દીધું હોય ત્યારે આ આદેશ આપો બિલકુલ ઉચિત નથી, કેમ કે હવે જે અર્જુન એ સર્વ વીરોને જીત્યા વિના પાછા ફરે તો કુટુંબના પ્રથમ પુરુષ તરીકે ભીષ્મ પિતામહ માટે જ શરમજનક ગણાય (લોક ૫૧ ). પરસ્પર વાગ્યુદ્ધ કર્યા પછી દુર્યોધન અને અર્જુન અસ્ત્રો ફેકવા લાગે છે ત્યારે અર્જુન હેર કરે છે કે બકાસુરને હણનાર (ભીમ) દુર્યોધનને મારવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી પિોતે તેને હણશે નહિ (લે. ૫૪). અને જ્યારે દુર્યોધન અચેતન થઈ પડે છે ત્યારે તેના સારથિની મદદ માટેની બુમ છનાં બધા નાસી જાય છે. અર્જુન દુર્યોધનના રથ ઉપર ચઢી જઈને ઘોષણા કરે છે કે જે સ્વભાવથી જ અચેતન છે તે હજી ચેતના મેળવી શકો નથી !
યુધિષ્ઠિર અને દ્રૌપદી ગુપ્ત રહીને આ બધું જોતાં હોય છે અને અચાનક પહોંચી જઈને અર્જુનને હાથ પકડીને યુધિષ્ઠિર ક્ષત્રિોના આચાર અનુસાર અચેતન થયેલા ઉપર શસ્ત્ર ન ચલાવવા તેને આદેશ આપે છે. આશ્ચર્યચકિત થયેલો અને જવાબ આપે છે કે એનું માંસ તે કીચકને વધ કરનાર (ભીમ) માટે અનામત રખાયેલું છે. આમ છતાં યુધિષ્ઠિરની અનુમતિ મેળવીને તે દુર્યોધનના મિથ્યાભિમાનના પ્રતીકરૂપ મુકુટ તેના મસ્તક ઉપરથી ઉતારી લે છે. આ ક્ષણે દ્રૌપદી એક પ્રાકૃત સુભાષિત લલકારે છે જેને ભાવ એવો છે કે આજ્ઞાભંગ મૃત્યુથી યે વધારે અસહ્ય છે ( કલે ૫૬ ). તે પછી અર્જુન દુર્યોધનના રથના દેવજદંડ ઉપર નીચેને લેક કોતરે છે અને મોટેથી વાંચે છે:
સ્વા ૦ ૧૯
For Private and Personal Use Only