SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રહલાદનદેવકૃત “પાર્થપરાક્રમવ્યાચાંગ”: મૂલ્યાંકન જયન્ત એ. ઠાકર* ૧ પ્રાસ્તાવિક : ગુજરાતના એક રાજવી પરમારવંશીય અલ્લાદનદેવે વિ. સં. ૧૨૨ ૬ (ઈ. સ. ૧૧૭૦ ) ના અરસામાં ‘પાથ પરાક્રમ નામના એક વ્યાયોગની રચના કરી. શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ જેવા ઉત્સાહી સંશાધક દ્વારા સંપાદિત થઈ તે વડોદરાની જગદ્વિખ્યાત ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રન્થમાલાના ચોથા પુષ્પ તરીકે ઈ. સ. ૧૯૧૭માં પ્રકાશન પામેલ. આ એક અતસુન્દર નાટક હોવાથી આ શોધપત્રમાં તેની ચર્ચા કરવાને યત્ન કરાવે છે. ૨ રચયિતા : આ આવૃત્તિમાં અને ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. પ્રથમ પરિશિષ્ટમાં જહણની “સૂક્તિમુક્તાવલિ અને શાર્લ્સધરની “શાળધરપદ્ધતિમાં જે લોકો પ્રહલાદ અને પ્રહલાદનના નામથી આપેલા છે તેમનો સંગ્રહ છે. બીજામાં બબુ શિલાલેખ ઉતાર્યા છે, જેમની રચના અનુક્રમે વિ. સં. ૧૨૨૦ (ઈ. સ. ૧૧૬૪ ), વિ. સં. ૧૨૪૦ (ઇ. સ. ૧૧૮૪) અને વિ. સં. ૧૨ ૬૫ (ઈ. સ. ૧૨૦૯ )માં થયેલી. ત્રોજ પરિશિષ્ટમાં પ્રસિદ્ધ “ ઉપદેશતરંગિણીના ૫ ૧૯૮-૯૯ ઉપરની એક કંડિકા ઉપૂત કરી છે. આ ત્રણે પરિશિષ્ટો ભાગકાર કવિ વિષે થડી માહિતી પૂરી પાડે છે. નાટકની પ્રસ્તાવન માંથી પણ કવિ અને તેની કૃતિ વિષે બેડી વિગત મળે છે. આ વીગતો આ રીતે ગોઠવી શકાય : કવિ ચદ્રાવતી આબુ પાસે ના રોજ ધારાવર્ષના લઘુબંધુ અને યુવરાજ હતા. સાહિત્યમાં તેમને ત્રણ નામથી ઉલેખ થયે છે : પ્રહલાદ, મલ્લાદન(દેવ) અને પાલણદેવ. તેમણે જ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને વસાવેલું અને તેમાં પાહુવિહાર નામના તીર્થંકર પાર્શ્વનાથના જૈન દેરાસરની રચના કરાવેલી. સાક્ષાત મૂર્તિમંત સરસ્વતીદેવી તરીકે તેમની પ્રશ સા કરાઈ છે. પોતાની સુન્દર રચના(ઓ) દ્વારા તે દેવીને ખુશખુશાલ કરનાર તેના પનોતા પુત્ર તરીકે તેમની પ્રસિદ્ધ થઈ છે. વળી દર્શનના પુરસ્કર્તા, કલાકલાપમાં નિપુણ, એક યુવરાજ અને ઉદારચરિત માનવતાવાદી તરીકે પણ તેમને નવાજવામાં આવ્યા છે.૧ “ સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-, દીપોત્સવી. વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૭, પૃ. ૧૪૧-૧૪૮. * “ વરેણ્યમ્', ૬૯, મનીષા સેસાયટી, જે. પી. રેડ, વડોદરા-૩૯૦ ૨૦. ૧ જુઓ સેમેશ્વરની પ્રસિદ્ધ “ આબુ-પર્વત-પ્રશસ્તિ” અને “કીર્તિકૌમુદી' ૧. ૧૪-૧૫. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy