________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત પ્રે, ઠાકર
૩ વિષયવસ્તુ :
નાટકનું વિષયવસ્તુ ભવ્ય છે : કોરા જેમને બળપૂર્વક ઝૂંટવી ગયેલા તેવી વિરાટનગરની ગાયાને સર્વાં મહાન કીવીને પરાજિત કરીને પાછી લાવવાનું પાડુંપુત્ર અર્જુનનું મહાપરાક્રમ આમાં વર્ણવ્યું છે.
૪ મૂળસ્રોત, કથાનું આયાજન અને તેમાં કરેલું પરિવર્તન:
નાટકનુ વસ્તુ, ઉપરિનિર્દિષ્ટ કથાવસ્તુ સૂચવે છે તેમ, ભારતના મહાન રાષ્ટ્રીય ઇતહાસ' ‘ મહાભારત’માંથી લીધું છે. તેના ફ્રે વિરાટપર્વ નો ઉપપ ગા-ગ્રહણ-પૂર્વ 'માં આ પ્રસંગ આવે છૅ. નાટકના પ્રારંભના છઠ્ઠા શ્લોકમાં પરાશરપુત્ર ( મહામુનિ વ્યાસ )ના મૂર્તિમંત યશરૂપ અને જેમાં હાર ( અર્થાત્ શ્રીકૃષ્ણ ) એ આત્મા છે તથા પાડવા પાંચ ઇન્દ્રિયેા છે. તેવા ભારત ( અર્થાત્ મહાભારત)ને સૂત્રધાર વન્દન કરે છે અને એ રીતે પોતાના કથાવસ્તુના મૂળસ્રોતનું સમાન કરે છે.
કધાનું આયોજન આ પ્રમાણે કરાયું છે:
ત્રિગત રાજ સુશર્મા વિરાટનગરની ગાયોને લૂંટી ગયા છે તેની ખબર પડતાં રાજા વરાટ તેમને છોડાવવા સૌન્ય લ તે ગયા છે. તે પછી દુર્યોધન ગાપાલે ઉપર હુમલા કરીને ગાયો વાળી જાય છે. આની જાગુ થતાં કુમાર ઉત્તર પોતાની બહાદુરીનાં બણુગાં ફૂંકે છે અને બૃહન્નટના વેષમાં રહેલા અર્જુનને સારાંથ બનાવીને ગાયાને પાછી લાવવા નીકળે છે, શત્રુદળમાંના મહાન વીરાતે જોતાં જ તે ડરી જાય છે અને પાછા જતા રહેવા ઇચ્છે છે. અર્જુનના તેને પ્રેત્સાહિત કરવાના પ્રયત્નો વ્યથ નીવડે છે. છેવટે તેને ઘેાડાની લગામ પકડાવી શમીવૃક્ષ પાસે પહોંચે છે અને થમાં જ ધ્યાનમાં બેસી જાય છે. આના ફળસ્વરૂપે ગાંડીવ ધનુષ અને દેવદત્ત શંખ વગેરેથી સજ્જ તેના રથ આકાશમાંથી ઊતરી આવે છે અર્જુન તેમાં ચઢી બેસે છે અને ઉત્તરને તેને હાંકવાની સૂચના આપે છે. ઉત્તર તેને ઓળખી જાય છે અતે તેમની એક્ળખ પ્રગટ કરવા સમય આવી ગયો છે તેમ વિચારી અજુન પોતાના ચારે ભાઈ એ તથા દ્રૌપદી કો કોણ છે તે તેની પૃચ્છાના ઉત્તરરૂપે જણાવી દે છે. એ બાણુ દ્વારા દ્રોણુ અને ભીષ્મને પ્રણમીને રથને તેમની પ્રદક્ષિણા કરાવે છે અને તેમને છેડી સીધા કરૢ તરફ ધસે છે. અશ્વત્થામાને પછાડી ગાયોને પાછી વાળી લે છે.
યુધિષ્ઠિર પોતાની સૂચનાથી ભીમે કેવી રીતે વિરાટરાજાને સુશર્માના બન્ધનમાંથી છેડાવી લીધા તેની વાત દ્રૌપદીને કરે છે. અર્જુન બેભાન થઇ પડેલા દુર્યોધનને મારતા નથી પણ તેને મુકુટ ઉતારી લે છે અને આમ કરવાનું કારણ દર્શાવો એક શ્લોક તેના ધ્વજદંડ ઉપર કોતરે છે, તે પછી યુધિષ્ઠરની રજા લઈ ઉત્તર પાના આ પ્રરાક્રમની જાણ તેના પિતાને તથા બીજાને કરવા માટે વિરાટનગરમાં પાછે. જાય છે.
For Private and Personal Use Only
દરમિયાનમાં ઇન્દ્ર પાતાના દિવ્ય રથમાં બેસી આકાશમાંથી ઊતરી આવે છે અને અર્જુનના પરાક્રમથી પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહે છે. શ્લાક ૬૦માં અર્જુન સુન્દર જવાબ આપી જણાવે છે કે તેને માગવાનુ કંઈ રહેતું નથી, છતાં ઇન્દ્ર ‘ભરત વાકય ’ ઉચ્ચારી તે